Book Title: Angdi Chindhunu Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ પણ મનથી તમે તૂટી ગયા છો. સંયમજીવન તમારા માટે હવે બોજરૂપ બની ગયું છે અને વસંતઋતુના કામોત્તેજક વાતાવરણની અસર હેઠળ આવી જઈને સંયમજીવન છોડી દેવાના ખ્યાલ સાથે ગુરુની આજ્ઞા લીધા વિના તમે પુંડરીકિણી નગરીના ઉદ્યાનમાં આવી ગયા છો. અને પાત્રા વગેરે ઉપકરણો તમે ઝાડ પર લટકાવી દીધા છે. પુંડરિકને આ હકીકતની જાણ થતાવેંત એ ઉદ્યાનમાં આવી ગયા છે અને જાતજાતની સ્તવનાથી તમને સંયમજીવનમાં સ્થિર કરી દેવાના એણે પ્રયાસો તો કર્યા છે પણ તમને એની કોઈ જ અસર થઈ નથી. મુનિવર કંડરિક! મોટાભાઈ રાજવી પુંડરિકે જાતજાતની સ્તવનાથી તમને સંયમજીવનમાં સ્થિર કરવાના પ્રયાસો કર્યા પણ તમે એ પ્રયાસોને વ્યર્થ કરી નાખ્યા ! તમે સંયમજીવન છોડી દઈને પુંડરિકના રાજસિંહાસન પર આરૂઢ થઈ તો ગયા છો પણ ભક્ષ્યાભઢ્યના વિવેક વગર અકરાંતિયા બનીને ભોજનનાં દ્રવ્યો પર તૂટી પડ્યા છો અને એ દ્રવ્યો ન પચવાના કારણે વિસૂચિકા વ્યાધિના શિકાર બનીને રૌદ્રધ્યાનમાં દેહ છોડીને સાતમી નરકમાં રવાના થઈ ગયા છો ! નથી તમે સંયમજીવનનો આનંદ માણી શક્યા અને નથી તમે રાજગાદીનાં સુખો [3] ભોગવી શક્યા ! હે પરમાત્માનું! કંડરિક મુનિવરના ૧000 વરસના સંયમપર્યાયને પણ આહાર સંજ્ઞાની જે પરવશતાએ રફેદફે કરી નાખ્યો છે એ આહાર સંજ્ઞાની પરવશતાથી મને બચાવી લેવા તું કમ સે કમ મારામાં તપનું નહીં તો ત્યાગનું, અનશનનું નહીં તો રસત્યાગનું સત્ત્વ તો ફોરવી જ દે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 100