Book Title: Angdi Chindhunu Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 9
________________ તe મમ્મણ શેઠ ! તમે યાદ આવો અને એ જ પળે સાતમી નરક યાદ આવી જાય. ૩૩ સાગરોપમના આયુષ્યવાળી સાતમી નરક. પ્રત્યેક સમયે શરીરમાં જ્યાં ૫, ૬૮,૯૯,૫૮૪ રોગો હાજર રહીને આત્માને જાલિમ રિબામણ આપી રહ્યા છે એ સાતમી નરક. ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળી કાયા જ્યાં લમણે ઝીંકાય છે એ સાતમી નરક. જ્યાં મિથ્યાત્વ સાથે જ જન્મવાનું હોય છે અને મિથ્યાત્વને લઈને જ મરવાનું હોય છે એ સાતમી નરક. આવી નરકમાં તમે એ સ્થળેથી આવી ચડ્યા છો કે જે સ્થળે પરમાત્મા મહાવીરદેવે ચૌદ-ચૌદ ચાતુર્માસ કર્યા છે. જે તારકનું એક પણ વચન સાંભળવાનું સદ્ભાગ્ય જેને મળે એ આત્મા પોતાની સદ્ગતિ કે પરમગતિ નક્કી કરી દે એ તારકે જે સ્થળમાં દેશનાના ધોધના ધોધ વહાવ્યા છે અને અનેક આત્માઓને સદ્ગતિ-પરમગતિના ભાજન બનાવ્યા છે એ સ્થળેથી તમે સાતમી નરકમાં આવી ચડ્યા છો. બગીચામાં રહેવાનું સદ્ભાગ્ય જેને મળ્યું હોય એ માણસ જો દુર્ગધનો જ અનુભવ કરી રહ્યો હોય તો એમ માનવા મન પ્રેરાય કે એના નાકમાં જ કંઈક ગરબડ હશે, નદીની બાજુમાં જ ઊભા રહેવાનું ગળું જો તૃષાથી સુકાઈ રહ્યું હોય તો માનવું પડે કે એ નદીના પાણીની તાકાત અંગે એ બે-ખબર જ હશે. બસ, એ જ ન્યાયે જગતના અગણિત જીવોને જે પ્રભુનાં દર્શન-વંદન દુર્લભ જ છે, પ્રભુના વચનોનું શ્રવણ તો એથી ય વધુદુર્લભ છે એ પ્રભુનાં દર્શન-વંદન-શ્રવણ બધું ય તમને સુલભ હતું અને તો ય તમારું સાતમી નરકમાં થઈ ગયેલ પ્રસ્થાન મનને એમ માનવા પ્રેરે છે કે તમારામાં જ કોક જાલિમ ગરબડ હશે. શું લખું? મગધ સમ્રાટ મહારાજા શ્રેણિક જે શાલિભદ્રના આવાસે ગયા હતા એ શાલિભદ્ર સંયમજીવન અંગીકાર કરીને કાળ કરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા છે, જે પુણિયા શ્રાવકના આવાસે ગયા હતા એ પુણિયો શ્રાવક કાળ કરીને સદ્ગતિમાં પહોંચ્યો છે જ્યારે તમારું ઘર એ જ મહારાજા શ્રેણિકના પગલાથી ધન્ય બન્યું હતું છતાં તમે મરીને સાતમી નરકમાં આવી ચડ્યા છો ! પણ, એનું કારણ શાસ્ત્રનાં પાને જે વાંચવામાં આવ્યું છે એ આ મુજબ છે. ગત જન્મમાં તમારે ત્યાં પંચ મહાવ્રતધારી એક મુનિ ભગવંત ગોચરી વહોરવા આવ્યા છે અને એમનાં દર્શને તમે પાગલ પાગલ બની ગયા છો. “મારા જેવા અભાગીને ત્યાં સામે ચડીને આ કલ્પતરુનાં પગલાં? હું તો ધન્ય બની ગયો !' બન્યું છે એવું કે ક્યાંકથી તમારે ત્યાં સિંહ કેસરિયો મોદક આવ્યો છે અને તમે ભારે ઉછળતા હૈયે મુનિભગવંતના પાત્રમાં એ સિંહકેસરિયો મોદક વહોરાવી દીધો છે. પણ, થોડાક જ સમય બાદ તમારે ત્યાં આવી ચડેલ પડોશીએ તમને પૂછ્યું છે, ‘કાકા ! પેલો લાડવો ખાધો?’ ના” કેમ?' ‘એ તો હમણાં ઘરે ગોચરી વહોરવા મુનિ ભગવંત પધાર્યા હતા ને, એમના પાત્રામાં વહોરાવી દીધો ! ખૂબPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100