Book Title: Akho Author(s): Narmadashankar Devshankar Mehta Publisher: L D Indology Ahmedabad View full book textPage 5
________________ પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિની) સ્વ.રા. બ. કમળાશંકર, ત્રિવેદીના સ્મારકને માટે થયેલી વ્યાખ્યાનમાળાની યોજના અનુસાર ચાલુ વર્ષની તા. ૩૦મી જાન્યુઆરીએ સુરતના રા. બ. નગીનચંદ હોલમાં “અખો-તેનું જીવન, તેનું તત્ત્વચિન્તન, અને તેના સમયનો સમાજ' એ વિષય ઉપર બે વ્યાખ્યાન ગુજરાતના જાણીતા વિદ્વાન રા. રા. નર્મદાશંકર દેવશંકર મહેતા, બી. એ., એમણે આપ્યાં હતાં. આરંભમાં જ સ્મારકની વ્યવસ્થાપક સમિતિ આવા સુપ્રતિષ્ઠિત વક્તાને મેળવવામાં સફળ થઈ એ ઘણું હર્ષપ્રદ કહેવાય. અખાના ઊંડા અભ્યાસને પરિણામે એને વિષે તથા એના તત્ત્વચિન્તનને વિષે જે કંઈ ખોટી ભ્રમણાઓ વિદ્વદ્વર્ગમાં તેમ જ સામાન્ય વર્ગમાં પ્રચલિત હતી તે દૂર કરવાનો પ્રયત્ન એમણે પોતાનાં વ્યાખ્યાનોમાં કર્યો હતો. એ વ્યાખ્યાનો એમણે માત્ર પોતાના ગુરુ તરફની પૂજયબુદ્ધિને લીધે જ કર્તવ્ય સમજીને આપ્યાં હતાં. અને એ અંગે થયેલા શ્રમ તથા ખરચ બદલ કંઈ પણ પારિતોષિક લેવાની ના પાડીને એમણે મારક સમિતિને વિશેષ ઉપકૃત કરી છે. એ સમ્બન્ધમાં એમના એક પત્રમાં તેઓએ લખ્યું હતું કે “As rgards your offer of travelling expenses for my journey to Surat, I may inform you that my reverence for the late R. B. K. P. Trivedi was such that I would not be justified in receiving anything from the Memorial Fund. On the contrary my lectures may be treated as Įs feront to the immortal Purusha of the late R. B. Trivedi.” એ વ્યાખ્યામની છાપખાના માટેની નકલ તૈયાર કરવાનો બોજો સિનિયર ટ્રેઈન્ડ શિક્ષક રા. રા. ભીખાભાઈ વીરાભાઈ મકવાણાએ પોતાનાં શિરપર ઉપાડી લીધો હતો, અને એમણે પણ સ્વર્ગસ્થ તરફથી પોતાની શિષ્ય તરીકેની પૂજયબુદ્ધિને લીધે પોતાની મહેનત બદલ કંઈપણ મહેનતાણું લેવાની ના પાડી પોતાની ઉદારતા તથા માનવૃત્તિ દાખવી તે બદલ હું એમની સમિતિ તરફથી આભાર માનું છું. સુરત મોહનલાલ પાર્વતીશંકર દવે મંત્રી, સ્વ. રા. બા. કમળાશંકરસ્મારકની વ્યવસ્થાપક સમિતિ તા. ૨૧-૩-૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82