Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ અમારા પ્રકાશનો આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्तााणिा-सटीकं ૪૬-પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૩૦૧ १-आगमसुत्तााणिा-मूलं ૪૯પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂરને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વાસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીતાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. TFTFHવાનો, મામલામોનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫oo/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૩-પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કક્ષાસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માગનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાલીશ આગમોનો અક્ષરશ: અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે પૈકલિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બયેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પુરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,ooo જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પસ્તી વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્તિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રયુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની ચોક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. - 3૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાણાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક-પૃથક સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહતુ અનુકમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120