Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 106
________________ ૨/૧/૩/૧/૪૪૯ ૧૮૫ સ્થળોમાં બનેલા ચોરના સ્થાનો, મ્લેચ્છો, અનાર્યોના સ્થાનો મળે તથા મુશ્કેલીથી આર્યોના આચાર સમજાવી શકાય, મુશ્કેલીથી અનાર્ય કમી હટાવી શકાય એવા અકાળે જાગવાવાળા અને અકાળે ખાવાવાળા પ્રદેશમાં થઈને જતા હોય ત્યારે અન્ય પ્રામાદિમાં વિહાર થઈ શકે કે અન્ય જનપદ મળે તો તેવા સ્વેચ્છાદિ સ્થાનોમાં સાધુ ન વિચરે. કેવલી કહે છે કે, તે કર્મબંધનું કારણ છે, અનાર્ય અજ્ઞાની લોક મુનિને આ ચોર છે, ચોરનો સહાયક છે, શત્રુ ગામથી આવે છે એમ કહીને સાધુને આકોશ કરશે યાવતું મારશે અથવા તેના વસ્ત્ર, પાસ, કંબલ, રજોહરણ છીનવી લેશ કે તોડી નાંખશે કે લુંટી લેશે કે ફેંકી દેશે. તેથી સાધુ-સાદનીનો આ યુવપદિષ્ટ આચાર છે કે જ્યાં ચોટ, અનાર્ય આદિના સ્થાન હોય ત્યાં થઈ વિહાર કરવાની ઇચ્છા ન કરે, પણ તે છોડીને ચતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. • વિવેચન : તે ભિક્ષ ગ્રામાંતર જતા એમ જાણે કે માર્ગે જતાં વયમાં વિવિધ પ્રકારના મહાદષ્ટ ચોરોના સ્થાન છે, બર્બર શબર પુલિંદ આદિ મ્લેચ્છ પ્રધાન અનાર્ય લોકો જે સાડા પચીશ આર્ય દેશ છોડીને બીજા દેશોમાં રહેલા છે, તેઓ દુઃખેચી આર્ય સંજ્ઞા સમજે છે તથા કટથી આર્યધર્મ સમજે છે અને અનાર્ય સંકલા છોડે છે, કાળે ભટકનારા છે કેમકે અર્ધી રાત્રે પણ શિકારાદિ માટે જાય છે, અકાલે ભોજન કરે છે; માટે જ્યાં સુધી બીજા આર્ય-જનપદના ગામોમાં વિહાર શક્ય હોય ત્યાં સુધી તેવા અનાર્ય દેશોના ક્ષેત્રોમાં જવાનો વિચાર સાધુ ન કરે. કેમકે કેવલીએ તેને કર્મ ઉપાદાનનું કારણ કહ્યું છે. ત્યાં જવાથી - x • સંયમ વિરાધના અને આત્મવિરાધના સંભવે છે તે બતાવે છે . સ્વેચ્છાદિ આ પ્રમાણે બોલે કે, આ ચોર છે, જાસુસ છે, તેના ગામથી આવેલો છે એમ કહી વચનથી આક્રોશ કરે, દંડ વડે તાડન કરે અને જીવ પણ લઈ લે. વસ્ત્રાદિ ખૂંચવી લે. સાધુને કાઢી મૂકે. - X - સાધુએ આવા પ્લેયછે સ્થાનોમાં ન જવું પણ સારા માર્ગે વિહાર કરવો. છે સૂગ-૪૫૦ - સાધાળી ગામનગમ વિચરતા માર્ગમાં એમ જાણે કે આ પ્રદેશ રાજ વગરનો, ઘણાં રાજાવાળો, યુવરાજ જ હોય તેવો, બે સારવાળો, બે રાજયોમાં વેર હોય તેવો કે વિરોધીનું રાજ્ય હોય તેવો છે તો બીજ મર્મેશી જાય પણ આવા પ્રદેશની વચ્ચેથી ન જાય. કેવલી કહે છે કે તે કર્મબંધનું કારણ છે, ત્યાંના અજ્ઞાની લોકો-‘આ ચોર છે' ઇત્યાદિ સૂગ-૪૪૯ મુજબ જણવું, તેથી મુનિ તે દેશ છોડી નિરુપદ્રવ માર્ગે જાય. • વિવેચન :સરળ છે. મરીના - રાજા મૃત્યુ પામ્યો હોય, યુવરાજ-અભિષેકરહિત. ૧૮૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૪૫૧ - એક ગામથી બીજે ગામ જતાં સાધુ-સ્સાદdીને માર્ગમાં લાંબી અટવી આવે તો તેણે જાણવું જોઈએ કે આ અટવી એક-બે-ત્રણ-ચાર કે પાંચ દિવસમાં પર કરી શકાશે કે નહીં ? જે બીજે માર્ગ હોય તો આવી અનેક દિવસે પાર કરી શકાય તેવી અટવીમાં થઈને ન જાય. કેવલી કહે છે કે ત્યાંથી જવું તે કર્મબંધનું કારણ છે, ત્યાં જતાં વચ્ચે વાસ કરવો પડે તો પાણી, લીલકુગ, બીજ, હરિત, સચિત પાણી-માટી આદિથી વિરાધના થાય. સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે યાવત્ આની અટવીમાં વિહાર ન કરે, પણ બીજ માર્ગોથી યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. • વિવેચન : તે ભિક્ષુ ગ્રામાંતર જતા એમ જાણે કે માર્ગમાં જતાં મને કેટલાંક દિવસ લાગશે, ત્યારે આવા માર્ગને જાણીને જો બીજો વિહાર માર્ગ હોય તો આવા સ્થાનેથી જવાનો વિચાર ન કરે. • x - હવે નાવ-ગમન વિધિ કહે છે. • સૂત્ર-૪૫ર - સાધુ-સાદdી રામાનુગામ જતા જાણે કે માર્ગમાં નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી છે, પણ જો તે નૌકા ગૃહસ્થ સાધુના નિમિત્તે ખરીદેલી, ઉધાર લીધેલી કે નૌકા બદલે નૌકા લીધી છે. સ્થળમાંથી જળમાં ઉતારેલી છે કે જલમાંથી સ્થળમાં કાઢી છે, ભરેલી નૌકાનું પાણી ઉલેચી ખાલી કરી છે કે ફસાયેલીને બહાર ખેંચી કાઢી છે; એવા પ્રકારની ની ઉપર, નીચે કે તીઈ ચાલવાવાળી હોય, તે પછી એક યોજન-અધયોજન કે તેનાથી ઓછી-વધ જવાવાળી હોય તો પણ સાધુ-સાધ્વી તે નૌકામાં ન બેસે. સાધુ-સાદdી એમ જાણે કે આ નૌકા સામે પર જવાની છે, તો પોતાના ઉપકરણ લઈને એકાંતમાં જાય, જઈને ઉપકરણોનું પડિલેહણ કરે, કરીને તે એકત્ર કરે, એક્ટ કરીને મસ્તકથી પગ સુધી સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, પછી આહારના સગારી પચ્ચખાણ કરે, પછી એક પણ જલમાં અને એક પગ સ્થળમાં રાખી યતનાપૂર્વક નૌકા પર ચઢે. • વિવેચન :સૂત્રાર્થ મુજબ જ જાણવું. હવે કારણે નાવ આરોહણ વિધિ કહે છે– • સૂત્ર-૪૫૩ - સાધુ-સાદdી નૌકા પર ચઢે ત્યારે નૌકાના આગલા ભાગમાં ન બેસે, પાછલા ભાગમાં ન બેસે, મધ્ય ભાગે ન બેસે. નૌકાના બાજુના ભાગને પકડીપકડીને, આંગળી ચીંધી-ચીંધીને, શરીરને ઉંચ-નીચું કરીને ન જુએ. જે નાવિક નૌકામાં ચઢેલ સાધુને કહે કે, હે આયુષ્યમાનું શ્રમણ/ આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો, ચલાવો કે દોરડાઓ ખેચો. આ સાંભળી મુનિ લક્ષ ન આપે પણ ઉપેક્ત ભાવ ધરી મૌન રહે.

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120