Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 104
________________ ૨/૧/૨/૩/૪૪૩ ૧૮૧ • વિવેચન : સૂત્રાર્થ મુજબ જાણવું. અહીં આ ભાવના છે - પોતાના પગથી હસ્તમાત્ર વ્યવહિત સંચારામાં સુવું. આ પ્રમાણે સુનારની નિઃશ્વસિતાદિ વિધિ સૂત્ર કહ્યું. - x - ૪ - હવે સામાન્યથી શય્યાને આશ્રીને કહે છે– - સૂત્ર-૪૪૪ - સાધુ કે સાધ્વી કોઈ સમયે સમ કે વિશ્વમ કે વનવાળી કે નિતિ કે ધૂળવાળી કે ધૂળ વિનાની કે ડાંસ મચ્છરવાળી કે ડાંસ મચ્છર વિનાની કે જીર્ણશીર્ણ કે નવી સૃદઢ કે ઉપસર્ગવાળી કે ઉપસર્ગરહિત કે કોઈ સમયે તેવા પ્રકારની શય્યા પ્રાપ્ત થાય તો પણ તેમાં રામરહિત-સમભાવ ધારણ કરી રહેવું પણ લેશ માત્ર ગ્લાનિ લાવવી નહીં. આ જ સાધુનો સંપૂર્ણ ભિક્ષુભાવ છે, માટે તેઓ સદા જયણાથી વર્તે. • વિવેચન : સુખેથી સમજાય તેવું છે. તેવા પ્રકારની વસતિ વિધમાન હોય તેમાંથી સમ વિષમાદિ કોઈપણ વસતિ મળે તેમાં સમચિતે રહે. તેમાં દીનતાદિ ન કરે. આ જ તે ભિક્ષુનો ભિન્નુભાવ છે તેથી સદા તેમાં યત્ન કરે. ચૂલિકા-૧, અધ્યયન-૨ ‘“શીષણા, ઉદ્દેશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ ૧૮૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩ “ઈ[” ૦ • બીજું અધ્યયન કહ્યું, હવે ત્રીજું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૧-માં ધર્મ શરીરનું પાલન કરવા પિંડ બતાવ્યો. તે આ લોક પરલોકના અપાયના રક્ષણ માટે અવશ્ય વસતિમાં વાપરવો. તેથી બીજા અધ્યયનમાં વસતિનું સ્વરૂપ બતાવ્યું. હવે પિંડ તથા વસતિ શોધવા માટે ગમન કરવું, તે આ પ્રમાણે કરવું, આ પ્રમાણે ન કરવું, તે અહીં બતાવવાનું છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર છે. તેમાં નિક્ષેપ, નિર્યુક્તિ, અનુગમમાં નામ નિક્ષેપાર્લે નિર્યુક્તિ [નિ.૩૦૮] નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે ઇર્યાનો નિક્ષેપ છે. નામ-સ્થાપના છોડીને દ્રવ્ય ઇર્યા કહે છે– [નિ.૩૦૯] દ્રવ્ય ઇ િસચિત્ત, અર્ચિત, મિશ્ર એ ત્રણ ભેદે છે. ઇર્યા એટલે ગમન. સચિત્ત વાયુ કે પુરુષનું ગમન તે સચિત્ત દ્રવ્ય ઇર્યા. એ રીતે પરમાણું આદિ દ્રવ્યનું ગમન તે અચિતદ્રવ્ય ઇર્યા, રથ આદિનું ગમન તે મિશ્ર દ્રવ્ય ઇર્યા. ક્ષેત્ર ઇર્યા તે જે ક્ષેત્રમાં ગમન કરાય તે - ૪ - કાળ ઇર્યા તે જે કાળમાં ગમન થાય તે. હવે ભાવ ઇર્યા કહે છે. [નિ.૩૧૦] ભાવ વિષય ઇર્યા બે પ્રકારે - ચરણઇર્યા, સંયમઇર્યા. તેમાં ૧૭ ભેદે સંયમાનુષ્ઠાન તે સંયમેર્યા. અથવા અસંખ્ય સંચમ સ્થાનમાં એક સંયમ સ્થાનથી બીજા સંયમ સ્થાને જવું તે. ચરણ ઘર્યા - તેમાં - x - ચરણ એટલે ગતિ કે ગમન, તે શ્રમણનું ભાવગમન કેમ થાય ? [નિ.૩૧૧] પ્રવચન, સંઘ, ગચ્છ, આચાર્યાદિ માટે પ્રયોજન આવતાં સાધુ ગમન કરે તે આલંબન અને વિહરણ યોગ્ય અવસર તે કાળ છે. માર્ગ એટલે લોકોએ પગ વડેલ બુંદેલ, ત્યાં યુગ માત્ર દૃષ્ટિ રાખવી. તે આલંબન કાળ માર્ગ. તેમાં - ૪ - ૧૬ ભંગો થાય છે. તેમાં જ પરિશુદ્ધ હોય તે જ પ્રશસ્ત છે. [નિ.૩૧૨] ચાર કારણે સાધુનું ગમન શુદ્ધ થાય છે. દિવસે માર્ગ વડે યતનાથી જાય અથવા અકાલમાં પણ ગ્લાનાદિના આલંબને સતનાથી જતાં શુદ્ધ ગમન હોય છે. આવે માર્ગે સાધુએ યત્ન કરવો. નામ નિક્ષેપ કહ્યો. [નિ.૩૧૩] આ અધ્યયનના ત્રણે ઉદ્દેશા જો કે ઇર્ષ્યા વિશુદ્ધિકારક છે, તે પણ ત્રણેમાં કંઈક વિશેષ છે. તે દરેકને યથાક્રમે કિંચિત્ કહીશ. [નિ.૩૧૪] ઉદ્દેશો-૧ માં વર્ષાકાલાદિમાં સ્થાન ન લેવું તથા નિર્ગમ. શત્ કાલાદિમાં વિહાર જેવો હોય તેવો કહે છે. તેમાં સતનાથી માર્ગે ચાલવું. ઉદ્દેશા-૨ માં નાવાદિમાં આરૂઢનું પ્રક્ષેપણ વર્ણવશે. પાણીમાં યતના રાખવી તથા જુદા જુદા પ્રશ્નમાં સાધુએ શું કરવું ? તે અહીં કહે છે. [૩૧૫-] ઉદ્દેશા-૩-માં જો કોઈ પાણી આદિ સંબંધે પૂછે તો જાણવા છતાં અજાણ રહેવું તે અધિકાર છે. તથા ઉપધિમાં અપ્રતિબંધપણું રાખવું. કદાચ તે ચોરાઈ જાય તો સ્વજન કે રાજગૃહે ફરિયાદ ન કરવી.

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120