Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 109
________________ ૨/૧/૩/૨/૪૬૦ ૧૯૧ ૧૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર-૪૬૦ : સાધુ-સાદની પ્રામાનુગામ જતા હોય ત્યારે માનમાં કોઈ પથિક મળે અને સાધુને પૂછે કે, હે આયુષ્યમાન શ્રમણ ! ગામ ચાવતુ રાજધાની કેવા છે ? અહીં ઘોડા, હાથી, ભિક્ષાજવી મનુષ્યો કેટલા છે? અહીં ભોજન, પાણી, મનુષ્યો, ઘઉં આદિની પ્રચૂરતા છે કે આવાતા છે? આવા પ્રશ્નો પૂછે તો સાધુ તેનો ઉત્તર ન આપે. વગર પૂર્વે કંઈ ન કહે. આ સાધુ-સાધ્વીનો આચાર છે, તેનું યતનાપૂર્વક પાલન કરે. • વિવેચન : તે ભિક્ષને માર્ગે ચાલતા પયિક મળે તો ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. તે ભિક્ષુનો ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૩ “ઈય' ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૬ ચૂલિકા-૧, અધ્યયન-3, ઉદ્દેશો-3 * o બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા૨ માં ગમનવિધિ કહી, અહીં પણ તે કહે છે. તે સંબંધનું સૂર • સૂત્ર-૪૬૧ - રામાનુગામ વિચરતા સાધુ-સાધ્વી માગમાં કોઈ ટેકરા યાવત્ ભૂમિગૃહ, કૂટાગાર કે પ્રાસાદ, ભૂગૃહ, વૃક્ષ નીચે બનેલ ઘર, પતિગૃહ, વૃક્ષ, ચૈત્યસ્તૂપ, રીત્યસ્થળ, લુહારાજ ચાવ4 ભવનગૃહને હાથ ઉંચા-નીચા કરી, આંગળી ચીંધી, નીચે ઝૂકી કે ઉંચા થઈને ન જુએ પણ યતનાપૂર્વક રામાનુગ્રામ વિચરણ કરે સાધુ-સાદની પ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં કચ્છ, ઘાસની વીડ, તળેટી, નદી આદિથી ઘેરાયેલ પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જન્મભૂમિ, ગહન દુગમવન, ગહન દુમિ પર્વત, પર્વત પરનું દુર્ગમ સ્થાન, કૂવો, તળાવ, દ્રહ, નદી, વાવડી, પુષ્કરિણી, દીર્ધકા –ાલિકા, સરોવર, સારસ્પતિ, સરસરપંક્તિ આદિને હાથ ઉંચા કરી કરીને ચાવતું તાકી-તાકીને ન જુએ. કેવલીએ ઉક્ત કથનોને કર્મબંધનું કારણ કહેલ છે. પૂર્વોક્ત સ્થળોને આ રીતે જોવાથી ત્યાં રહેલા મૃગ, પશુ, પક્ષી, સાંપ, સિંહ, જલચર, સ્થલચર, બેચર કે સત્વો નાસ પામશે, રHI માટે ખેતરની વાડી કે ઝાડીનો આશ્રય લેવા ઇચ્છશે, આ શ્રમણ અમને ભગાડવા ઇચ્છે છે એમ સમજશે. માટે સાધુનો પૂર્વોત્તેખિત આચાર છે કે હાથ ફેલાવી-ફેલાવી ન જુએ ઇત્યાદિ, પરંતુ યતનાપૂર્વક આચાર્ય-ઉપાધ્યાય સાથે ગ્રામાનુગામ વિચરે. • વિવેચન :તે ભિક્ષને ગ્રામાનુગ્રામ ચાલતા માર્ગમાં જુએ - જેમકે - ખાઈ, કોટ, પર્વત ઉપરિગૃહ ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવા યાવતુ આ સ્થાનોને ન જોવા, ન દેખાડવા. તેમાં દોષો આ છે કે - ત્યાં આગ લાગે કે ચોરી થાય તો સાધુ ઉપર શંકા આવે અથવા સાધુને અજિતેન્દ્રિય જાણે, ત્યાં રહેલ પક્ષીનો સમુદાય ત્રાસ પામે. આ દોષ ભયથી યતનાપૂર્વક જ વિચરે. તથા તે ભિક્ષુ ગામાનર જતાં આવું બને, જેમકે - નદી નજીકના વિસ્તા પ્રદેશો કે મૂળા-વાલોરની વાટિકા, અટવીમાં ઘાસ માટે રાજદ્દે રોકેલ ભૂમિ, ખાડાઓ, નદીથી વેષ્ટિત ભૂમિ ભાગ, નિર્જલ પ્રદેશ કે અરણ્ય ફોમ, દીર્ધ-ગંભીર-કુટિલ-ગ્લણ જળાશય, સરોવર, પરસ્પર સંલગ્ન ઘણાં સરોવરો, ઇત્યાદિ હાથ વડે ન દર્શાવે કે ન જુએ. તે કમપાદાનનું કારણ છે, કેમકે ત્યાં રહેલા પક્ષી, મૃગાદિ ત્રાસ પામે. ત્યાં રહેલાને સાધુ વિશે શંકા થાય તેથી - x• આચાર્ય, ઉપાધ્યાયાદિ ગીતાર્થ સાથે વિચરે. હવે આચાયદિ સાથે જતા સાધુની વિધિ કહે છે– • સૂત્ર-૪૬૨ - આચાર્ય ઉપાધ્યાય સાથે ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ હાથ વડે હાથની યાવતુ આશાતના ન કરતા યતનાપુર્વક ગ્રામનામ વિચરણ કરે.. આચાર્ય ઉપાધ્યાય સાથે ગ્રામનુગ્રામ વિચરતા સાધુને માર્ગમાં પથિક મળે અને તે પથિક એમ કહે કે, હે આયુષ્યમાત્ શ્રમણ ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? ક્યાં જઈ રહ્યા છો ? ત્યારે આચાર્ય કે ઉપાધ્યાય સામાન્ય કે વિશેષથી ઉત્તર આપે અને આચાર્ય ઉપાધ્યાય ઉત્તર આપતા હોય ત્યારે વચ્ચે સાધુએ ન બોલવું પણ યતનાપૂર્વક દીક્ષામાં વડીલોના ક્રમથી તેમની સાથે વિચરણ કરે ર(નાધિક [દીક્ષા વડીલ) સાથે ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ તેમની સાથે હાથ વડે હાથથી યાવતુ આશાતના ન કરતા યતનાપૂર્વક વિચરે કોઈ પથિક મળે અને ઉકત પ્રનો પૂછે તો સનાધિક ઉત્તર આપે અને રત્નાધિક ઉત્તર આપતા હોય ત્યારે સાધુ વચ્ચે ન બોલતા વિચરે, • વિવેચન : તે ભિક્ષુ આયાયદિ સાથે વિચરતા તેમને હાથ વગેરેનો સ્પર્શ ન થાય એટલું અંતર રાખી ચાલે તથા તે વખતે પથિકે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આયાયદિને અતિક્રમીને ન આપે કે તે વખતે વચ્ચે પણ ન બોલે પણ યુગમાબ દૈષ્ટિ રાખી યતનાપૂર્વક યથા રત્નાધિક વિચરે, આ જ વિધિ રત્નાધિક સાથે ચાલતા પણ (મૂત્રાર્થ મુજબ) જાણવી. વળી • સૂત્ર-૪૬૩ - ગ્રામાનુગામ વિચરતા સાધુ-સાળીને માર્ગમાં કોઈ પથિક મળે અને તે પથિક એમ પૂછે કે, હે આયુષ્યમાન શ્રમણ! તમે મામિાં કોઈ મનુષ્ય, સાંઢ, પાડો, પશુ, પક્ષી, સર્પ કે જલચર જોયા છે? તો કહો - દેખાડો. ત્યારે સાધુ ન ઉત્તર આપે, ન દેખાડે. તેના કથનનું સમર્થન ન કરતા મૌન રહે. જાણવા

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120