Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 114
________________ ૨/૧/૪/૨/૪૩૦ ૨૦૧ ૨૦૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર જણવા. એ રીતે હાથ-પગ આદિ છેડાયેલાને ઠુંઠો, લંગડો આદિ કહી ન બોલાવે, તેમ બોલવાથી તે કોપે છે - x • માટે તે ભાષા ન બોલે. તેવાને કઈ રીતે બોલાવે, તે કહે છે - તે ભિક્ષ જો ગંડીપદાદિ વ્યાધિ-ગ્રસ્તને જુએ તો તેને બોલાવવા તેના કોઈ સારા ગુણને જુએ, તેને ઉદ્દેશીને હે ઓજસ્વી !, હે તેજસ્વી ! ઇત્યાદિ કહી બોલાવે. - X - X - તથા તે ભિક્ષુ જો આવા રૂપોને જુએ, જેમકે - કોટ યાવતું ગૃહ તો પણ જોઈને એમ ન કહે - આ સારું કર્યું, ભોજન કર્યું, કલ્યાણકારી છે, કરવાલાયક છે. આ પ્રકારની બીજી પણ અધિકરણને અનુમોદનારી સાવધ ભાષા ન બોલે છતાં જરૂર પડે તો સંયતભાષાથી બોલે જેમકે આ મહારંભથી કરેલ છે. સાવધકૃત છે, પ્રયત્નકૃત છે, પ્રાસાદીયાદિ છે એમ અસાવધ ભાષા બોલે. • સૂટ-૪૩૧ - સાધુ-સાદવી આશનાદિ આહાર તૈયાર જોઈને એમ ન કહે કે, સુંદર બનેલ છે, સારી રીતે બનેલ છે, શોભન બનેલ છે, કલ્યાણકર છે, કરણીય છે સાધુ આવી સાવધ ભાષા યાવતું ન બોલે. પણ સાધુ આશનાદિ આહાર જોઈ આ રીતે બોલે કે, આરંભ કરી, સાવધ વ્યાપાર કરી, પ્રયન કરી બનાવેલ છે, તે ભદ્ર હોય તો ભદ્ર કહે, તાજ હોય તો તાજો કહે એ રીતે રસવાળો, મનોજ્ઞ, આવા પ્રકારે અસાવધ ભાષા બોલે. • વિવેચન : આ પ્રમાણે અશન આદિ વિષયે પ્રતિષેધક બે સૂત્રો જાણવા. સઢ એટલે વર્ણગંધાદિયુક્ત. ફરી પણ અભાષણીય કહે છે • સૂત્ર-૪ર : સાધુ-સાધ્વી કોઈ મનુષ્ય, બળદ, પાડો, મૃગ, પશુ, પક્ષી, સી કે જલચરને પુષ્ટકાય જોઈને એમ ન બોલે કે આ પુષ્ટ, મેદવાળો, ગોળમટોળ, વણ કે પકાવવા યોગ્ય છે, આ પ્રકારની સાવધભાષા ચાવતું ન બોલે. સાધુ-સાદની મનુષ્ય યાવતુ જલચરને પુષ્ટકાય જોઈને પ્રયોજન હોય તો એમ કહે કે, આ પુકાય છે, ઉપચિતકાય છે, સ્થિર સંઘયણી છે, માંસ-લોહી સંચિત છે, ઈન્દ્રિય પરિપૂર્ણ છે. આવી અસાવધ ભાષા યાવતું બોલે. - સાધુ-સાદની વિવિધ પ્રકારની ગાયો જોઈને એમ ન કહે કે, આ ગાયો દોહવા યોગ્ય છે, વાછડા દમન યોગ્ય છે, નાના છે, વાહ્ય છે, રથ યોગ્ય છે આવા પ્રકારની સાવધ ભાષા યાવત ન બોલે. પરંતુ તે સાધુ વિવિધ પ્રકારની ગાયો જોઈને એમ કહે કે, આ બળદ યુવાન છે, આ ધેન છે, દુઝણી છે, આ વાછડો નાનો છે . મોટો છે, મોટા શરીરવાળો છે, ભારવહન યોગ્ય છે. આવા પ્રકારની નિરવધ ભાષા વિચારપૂર્વક બોલે. સાધુ-સાદdી ઉધાન, પર્વત કે વનમાં જઈને મોટા વૃક્ષો જોઈ એમ ન કહે કે, તે પ્રાસાદ યોગ્ય છે અથવા તોરણ, ગૃહ, પાટ, અર્ગલા, નાવ, હોડી, દ્રોણ, બાજોઠ, છાબડા, હલ, કુલિય, એરણ કે આસન બનાવવા યોગ્ય છે. અથવા શસ્યા, યાન કે ઉપાશ્રય બનાવવા યોગ્ય છે આવા પ્રકારની સાવધ વાવ4 જીવોપઘાતી ભાષાન બોલે. સાધ-જ્ઞાળી ઉધાનાદિમાં જઈને પ્રયોજનવશ4 બોલવું પડે તો એમ બોલે કે, આ વૃક્ષો જાતિવંત છે, લાંબા, ગોળ, વિસ્તારવાળા, શાખા-પ્રશાખાવાળા, પ્રાસાદીય યાવત પતિરૂપ છે. આવી અસાવધ ભાષા બોલે. સાધુ-સાદની અતિ માત્રામાં લાગેલ, વન્યફળોને જોઈને એમ ન બોલે કે, આ ફળ પાકી ગયા છે, પકાવીને ખાવા યોગ્ય, તોડવા યોગ્ય, કોમળ કે વિદારણ યોગ્ય છે. આવા પ્રકારની સાવધભાષા યાવતું ન બોલે. સાધ-સાદની અતિ મiામાં લાગેલ વન્યફળ-આંબાને જોઇને એમ કહ્યું કે, આ વૃક્ષ ફળોનો ભાર સહન કરવા અસમર્થ છે, પાયઃ નિખન્ન થઈ ચૂક્યા છે, ઘણાં ફળો થયા છે, પૂરા પાક્યા નથી, એવી અસાવધ ભાષા બોલે. સાધ-સાળી ઘણી મiામાં ઉત્પન્ન ધાન્યાદિ જોઈને એમ ન બોલે છે, પાકી ગઈ છે, કાચી છે, છાલવાળી છે, લણવા યોગ્ય છે, ભુજવા યોગ્ય છે, ખાવા યોગ્ય છે, એમ ન બોલે. પરંતુ તેને જોઈને એમ બોલે કે, અંકુરિત થઈ છે, સ્થિર થયેલ છે, વધી ગઈ છે, બીજ પડેલ છે, બહાર નીકળી આવી છે, કણયુક્ત થઈ છે. આવા પ્રકારની અસાવધ ભાષા યાવતું બોલે. • વિવેચન : તે ભિક્ષ ગાય વગેરેને પુષ્ટકાય જોઈને એમ ન કહે કે, આ સ્થળ, પ્રમેહુર, વૃત, વય, વાહ્ય, રાંધવા યોગ્ય કે દેવતાના બળીને યોગ્ય છે. એ પ્રમાણે આવી અન્ય પ્રકારની સાવધ ભાષા ન બોલે. ભાષણ વિધિ તે ભિક્ષુ ગાય આદિને પુષ્ટકાય જોઈને એમ કહે કે, આનું શરીર વૃદ્ધિ પામેલ છે ઇત્યાદિ સુગમ છે તથા તે ભિક્ષ વિવિધ પ્રકારની ગાય જોઈને એમ ન કહે કે, આ ગાય દોહવા યોગ્ય છે કે દોહવાનો કાળ થયો છે. આ ગોધો વહન યોગ્ય કે રથયોગ્ય છે. આવી સાવધ ભાષા ન બોલે. કારણ હોય તો શું બોલે ? - વિવિધ પ્રકારની ગાયને જોઈને એમ કહે કે, આ ગાય યુવાન છે, રસવતી છે, સંવહન છે એવી નિરવધ ભાષા બોલે. તે ભિક્ષુ ઉધાન આદિમાં જતાં મોટા વૃક્ષો જોઈને એમ ન કહે કે, આ વૃક્ષો મહેલ બનાવવા યોગ્ય છે, આવી સાવધ ભાષા ન બોલે. તો શું કહે ? તે બતાવે છે - તેવા ઉધાનાદિમાં જતા ભિક્ષ એમ બોલે કે, આ વૃક્ષો ઇત્યાદિ એવી અસાવધ ભાષા યતનાપૂર્વક બોલે. - વળી - તે સાધુ ઘણાં ફળવાળા વૃક્ષોને જોઈને એમ ન કહે કે, આ ફળો પાકી ગયા છે, ગોટલી બંધાઈ છે, ખાડામાં નાખી કોદ્રવાદિ ઘાસથી પકાવી ખાવા યોગ્ય છે, પાડી ગયા હોય તોડવા યોગ્ય છે કેમકે હવે વધુ વખત રહી શકે તેમ નથી. કોમળ બીજવાળા છે, * બે ટુકડા કરવા યોગ્ય છે ફળસંબંધી આવી સાવધ ભાષા સાધુ

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120