Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 23
________________ ૧/૬/૧/૧૮૬ ઘાતિકર્મક્ષયથી ઉત્પન્ન કેવળજ્ઞાન પછી મનુષ્યપણામાં રહેલાં જ પોતે કૃતાર્થ થયા છતાં પણ જીવોના હિતને માટે મનુષ્ય અને દેવોની સભામાં ધર્મ કહે છે. આ ધર્મ તીર્થંકર સિવાય બીજા પણ વિશિષ્ટ જ્ઞાની અને સમ્યક્ પદાર્થ પરિચ્છેદી ધર્મોપદેશ કરે છે. તે કહે છે, જે અતીન્દ્રિયજ્ઞાની કે શ્રુતકેવલી છે. જે અધ્યયન-૧માં કહેલ છે, તે વિશિષ્ટજ્ઞાનીએ આ એકેન્દ્રિય આદિ જાતિને સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્તરૂપે શંકા રહિત જાણી છે. તેવા જ ધર્મ કહે છે, બીજા નહીં તે કહે છે– ૧૯ તે તીર્થંકર, સામાન્ય કેવળી, અતિશયજ્ઞાનિ કે શ્રુતકેવલિ કહે છે. શું કહે છે ? જેના વડે જીવાદિ પદાર્થો જણાય તે જ્ઞાન પાંચ પ્રકારે છે. તેવું જ્ઞાન બીજે ન હોવાથી અનીવૃશ છે. અથવા સકલ સંશયને દૂર કરવા વડે ધર્મ સંભળાવતા તે જ પોતાનું અનન્ય સર્દેશ જ્ઞાન બતાવે છે. તેઓ - તીર્થંકર, ગણધરો યથાવસ્થિત ભાવોને ધર્માચરણ માટે યોગ્ય રીતે જે પુરુષો ઉઠેલા હોય, તેમને કહે છે. અથવા દ્રવ્યથી શરીર વડે અને ભાવથી જ્ઞાનાદિ માટે ઉત્થિતને ધર્મ કહે છે. સમોસરણમાં સ્ત્રીઓ બંને પ્રકારે ઉત્થિત થઈ સાંભળે. પુરુષો દ્રવ્યથી ઉભા કે બેઠા પણ ભાવથી ઉત્થિત થઈને જ ધર્મ સાંભળે. દેવ, તિર્યંચ અને બીજા જીવો ઉત્થિત થઈ સાંભળે. ફક્ત કૌતુકથી આવેલા સાંભળે તો તેમને પણ ધર્મ કહે છે. હવે ભાવ સમુત્થિતને વિશેષથી કહે છે– મન, વચન, કાયાથી જીવોને દુઃખ દેવા રૂપ જે દંડ તથા તે દૂર કરવાથી નિક્ષિપ્ત દંડવાળા-સંયમિતને તથા તપ, સંયમમાં ઉધમ કરવાથી શાંત અનન્યમનસ્ક તેમને વિશેષથી ધર્મ કહે છે. તેમજ પ્રકર્ષ જ્ઞાન ધરાવનારને આ મનુષ્યલોકમાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિરૂપ મુક્તિ માર્ગ બતાવે છે. આ રીતે સાક્ષાત્ ધર્મ સંભળાવતા કેટલાંક લઘુકર્મી જીવો તે જ વખતે ચાસ્ત્રિ ગ્રહણ કરે છે. પણ બીજા તેમ ચારિંગ લેતા નથી તે કહે છે - કેટલાક ભવ્ય આત્મા જિનેશ્વર પાસે ધર્મ સાંભળતા જ સંયમ સંગ્રામમાં પરાક્રમ બતાવે છે અને બીજા ઇન્દ્રિય કે કર્મશત્રુ જીતવા પરાક્રમી બને છે. તેથી ઉલટું કહે છે, તીર્થંકર બધા સંશયને છંદનાર ધર્મ કહે છે, છતાં કેટલાંક પ્રબળ મોહથી સંયમમાં ખેદ પામે છે, તેને તમે જુઓ. આત્માના હિતને માટે જેમની પ્રજ્ઞા કામ કરતી નથી તે અનાત્મપ્રજ્ઞા સંયમમાં ખેદ માને છે. તે વાત દૃષ્ટાંત વડે સમજાવે છે. વૃત્તિમાં અહીં દ્રમાં કાચબાનું દૃષ્ટાંત છે. તેનો સંક્ષેપ આ પ્રમાણે− કોઈ કાચબો મોટા કુંડમાં મૃદ્ધ બનેલો હોય તે પાંદડા વડે ઢંકાયેલા ઉપર આવવાના વિવર [છિદ્ર ને પામતો નથી. એટલે કે ઉન્માર્ગ પામી શકતો નથી. ભાવાર્થ આ પ્રમાણે - એક લાખ યોજનવાળો મોટું દ્રહ છે. તે અતિ શેવાળથી ઢંકાઈ ગયેલ છે. તેમાં અનેક જળચરોનો આશ્રય છે. તેમાં કુદરતી એક ફાટ પડેલી. ભવિતવ્યતાના યોગે કોઈ કાચબાની ગરદન તે ફાટમાંથી બહાર નીકળી. તેણે શરદપૂનમનો ચંદ્ર જોયો. તારા વડે છવાયેલ આકાશ અને શોભાયમાન સરોવર જોયું. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આ બધું જોઈને તે ઘણો ખુશ થયો. પોતાના સ્વજન, સહચર, મિત્રોને આવું અ-પૂર્વ, મનોરમ દૃશ્ય દેખાડવા વિચાર્યું. તે તે બધાને શોધવા ગયો. પછી પાછો આવ્યો પણ ફરી છિદ્ર મેળવી ન શક્યો. તે ઉન્માર્ગ પામ્યા વિના જ મરણ પામ્યો. તેનો સાર આ પ્રમાણે— ૨૦ . સંસાર દ્રહ છે. કાચબો જીવ છે, કર્મ શેવાળ છે. તેમાં છિદ્ર સમાન મનુષ્ય જન્મ છે - આર્યક્ષેત્ર, સુકુલોત્પત્તિ, સમ્યકત્વ પ્રાપ્તિરૂપ ચંદ્રવાળુ આકાશતલ મેળવીને મોહના ઉદયથી જ્ઞાતિ કે વિષયભોગ માટે સદનુષ્ઠાન ન કરતાં તે મોક્ષને પામતો નથી. તે રીતે વખત ગુમાવી ફરી આવી ઉત્તમ સામગ્રી કેવી રીતે મેળવી શકે ? માટે હે ભવ્ય ! સેંકડો ભવે પણ દુષ્પ્રાપ્ય એવું કર્મ વિવરરૂપ સમ્યકત્વ પામીને એક ક્ષણ પણ પ્રમાદી ન થવું. ફરીથી સંસાર રાગીનું બીજું દૃષ્ટાંત આપે છે– વૃક્ષો ઠંડી, તાપ, કંપન, છેદન આદિ અનેક ઉપદ્રવો સહે છે, છતાં પોતાના સ્થાનને તેમાં સ્થિર બનીને તે છોડતાં નથી. એ પ્રમાણે કર્મથી ભારે બનેલા મોહાંધ જીવો અનેક ઉચ્ચ-નીચ કુળમાં ઉત્પન્ન થઈને પોતે ચાસ્ત્રિ ધર્મને યોગ્ય હોવા છતાં ચક્ષુ ઇન્દ્રિયને અનુકૂળ રૂપમાં અને ઉપલક્ષણથી શબ્દાદિ વિષયમાં ગૃદ્ધ બનીને શરીર-મનના દુઃખે દુઃખી, રાજઉપદ્રવની પીડા, અગ્નિદાહથી સર્વસ્વ દગ્ધ અને અનેક આધિ છતાં બધાં દુઃખોના આવાસરૂપ ગૃહવાસ કર્મ છોડવા સમર્થ થતાં નથી, પણ ઘરમાં રહીને જ તેવા તેવા દુઃખો આવતાં દીન સ્વરે રડે છે. હે બાપ ! હે મા ! આદિ ચીસો પાડે છે - x - તે જ કહ્યું છે - આ અચિંતિત, અસદેશ, અનિષ્ટ, અનુપમ નાકીના જેવું દુઃખ મને એકદમ ક્યાંથી આવ્યું ? અથવા રૂપાદિ વિષયાસક્તિથી બાંધેલા કર્મથી નારક આદિ વેદના અનુભવતા કરુણ સ્વરે રડે છે, તો પણ રાંકડો તે દુઃખથી મૂકાતો નથી, તે બતાવે છે - દુઃખનું નિદાન તે ઉપાદાન કર્મ છે, તેને રડવા છતાં પણ દુઃખથી મુક્તિ કે મોક્ષના કારણરૂપ સંયમ અનુષ્ઠાનને પામી શકતો નથી. દુઃખના છુટકારાના અભાવમાં સંસા-ઉદરમાં વિવિધ વ્યાધિથી ઘેરાયેલ જીવો આમતેમ ભમે છે, તે બતાવે છે. હે શિષ્ય ! તું જો. તે ઉંચ-નીચ કુળોમાં પોતાના કર્મોને ભોગવવા જન્મેલા, કર્મોના ઉદયથી આવી અવસ્થાને ભોગવે છે. તેમને ઉત્પન્ન થતા સોળ રોગોને કહે છે– • સૂત્ર૧૮૭ - ૧. કંઠમાળ, ૨. કોઢ, ૩. ક્ષય, ૪. મૂર્છા, ૫. કાણાપણું, ૬. હાથ-પગમાં શૂન્યતા, ૭. કુણિત્વ તથા ૮. કુબડાપણું... • વિવેચન : કંઠમાળ રોગ વાત, પિત, શ્લેષ્મ, સંનિપાત એ ચાર પ્રકારે થાય છે. આ મંડ જેને હોય તે ગંડી કહેવાય છે. - ૪ - અથવા રાજાંસી [ક્ષય], અપસ્માર [મૂર્છા] આદિ રોગ થાય. અથવા અઢાર પ્રકારે કોઢ રોગવાળો કોઢીયો થાય. તેમાં સાત મોટા કોઢ છે. તે આ પ્રમાણે - અરુણ, ઉદુંબર, નિશ્યજિહ્ન, કપાલ, કાકનાદ, પૌંડરીક, દકું. આ સાતે બધી ધાતુમાં પ્રવેશ થવાથી અસાધ્ય છે. અગિયાર કોઢો ક્ષુદ્ર છે -

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120