Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ ૫o આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૧/૮ -Jભૂમિકા ઇંગિતમરણ કે પાદપોપગમન સ્વીકારે. આ પ્રમાણે સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તાી તે ઉદ્દેશામાં કહેવાશે. નિક્ષેપ ત્રણ પ્રકારે છે - ઓઘનિષદ, નામનિux, બાલાપકનિષH. ઓઘમાં અધ્યયન છે, નામમાં વિમોક્ષ છે. હવે વિમોક્ષનો નિક્ષેપ કહે છે. [નિ.૨૫૮] વિમોક્ષના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છે નિપા છે. એ સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી કહેવા નામ અને સ્થાપના સુગમ છે, તેને છોડીને દ્રવ્યાદિ વિમોક્ષ કહે છે [નિ.૨૫૯] દ્રવ્ય વિમોક્ષના બે ભેદ - આગમથી, નોઆગમચી. આગમથી જ્ઞાતા, પણ તેમાં ઉપયોગ ન હોય. નો આગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીથી વ્યતિરિક્ત બેડીમાંથી જે છૂટકારો તે દ્રવ્ય વિમોક્ષ. અથવા બેડી વગેરે દ્રવ્યથી છૂટવું તે દ્રવ્ય વિમો. * દ્રવ્ય વડે કે દ્રવ્યથી સચિવ, અચિત, મિશ્ર દ્રવ્યથી મોક્ષ તે દ્રવ્ય વિમોક્ષ, ઇત્યાદિ. ક્ષેત્ર વિમોક્ષ તે જે ક્ષેત્રમાં ચારકાદિથી પકડાયો હોય તેમાંથી છૂટવું અથવા ક્ષેત્રના દાનથી કે જે ક્ષેત્રમાં મોક્ષ વર્ણન થાય તે ક્ષેત્ર વિમોક્ષ. કાળ વિમોક્ષ - ચૈત્યમહિમાદિમાં જેટલો કાળ અમારિ ઘોષણા કરાવે અને જેટલો કાળ હિંસાદિ બંધ રહે છે અથવા મોક્ષ વર્ણન કાળ. * * * [નિ.ર૬૦] ભાવ વિમોક્ષ બે પ્રકારે – (૧) આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયોગવાનું. (૨) નો આગમથી બે ભેદ – દેશથી, સર્વથી. તેમાં દેશથી અવિરત સમ્યગદષ્ટિ જીવોને અનંતાનુબંધી કષાય ક્ષયોપશમથી તથા દેશવિરતને અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન કષાયના ક્ષયોપશમથી, સાધુને સંજવલન સિવાયના કષાયના ક્ષયોપશમથી ક્ષપકશ્રેણીમાં જેને જેટલા કપાયો ક્ષીણ થાય, તેને તેટલાનો ક્ષય થવાથી દેશવિમુક્તિ છે, તેથી સાધુ દેશવિમુક્ત છે. ભવસ્થ કેવલી સાધુઓ પણ ભવોપગાહીના સદ્ભાવથી દેશવિમુક્ત જ છે, સર્વથા વિમુક્ત તો સિદ્ધ ભગવંતો જ છે. • x • x • બંધપૂર્વક મોક્ષને હવે બતાવે છે– [નિ.ર૬૧] કર્મવર્ગણા દ્રવ્ય સાથે જે જીવનો સંબંધ છે, તે પ્રકૃતિ સ્થિતિ અનુભાવ અને પ્રદેશરૂપ બદ્ધ પૃષ્ટ નિધd નિકાચિત રૂપ બંધ જાણવો. કેમકે આમપ્રદેશ અનંતાનંત કર્મ પુદ્ગલો વડે બદ્ધ છે અને અનંતાનંત નવા બંધાઈ રહ્યા છે. બાકીના ગ્રહણ યોગ્ય નથી. આઠ પ્રકારના કર્મ કેવી રીતે બંધાય છે ? મિથ્યાત્વના ઉદયથી. કહ્યું છે – પ્રશ્ન - હે ભગવન્! જીવો આઠ પ્રકારના કર્મો કેમ બાંધે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મ બંધાય. દર્શન મોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ બંધાય. તેથી આઠે કર્મ જીવ નિશ્ચયથી બાંધે. અથવા સ્નેહથી લિપ્ત શરીરને જેમ રેતી ચોટે તેમ રગદ્વેષની ચીકાશથી જીવને કમ ચોટે છે. એ આઠ પ્રકારના કર્મના આસવ નિરોધથી કે તપ વડે પૂર્વકરણ ક્ષપક શ્રેણિના અનુકમથી કે શૈલેશી અવસ્થામાં જે કર્મનો વિયોગ થાય છે, તે [24] ક્ષય જ મોક્ષ છે. એ પ્રધાન પુરુષાર્થત્વથી પ્રારંભેલ તલવારની ધાર માફક વ્રતઅનુષ્ઠાનનું મુખ્ય કુળ હોવાથી તથા બીજા મતવાળા સાથે તેનો ભેદ હોવાથી યથાવસ્થિત અધ્યભિચારી મોક્ષનું સ્વરૂપ બતાવે છે, અથવા પૂર્વકર્મ વિયોગ ઉદ્દેશ વડે મોક્ષનું સ્વરૂપ બતાવ્યું. હે જીવ વિયોગના ઉદ્દેશ વડે મોક્ષનું સ્વરૂપ બતાવે છે [નિ.૨૬૨] જીવ અસંખ્યપદેશાત્મક છે, તેને આપમેળે જ અનંતજ્ઞાન સ્વભાવથી જ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ પરિણત થવાથી જે કર્મો બંધાય છે, તે પૂર્વબદ્ધ હોવાથી અનાદિકાળની અપેક્ષાએ ચાલુ છે, તે કર્મનો સર્વ અભાવરૂપ વિવેક કરવો. તે જીવને તેટલો જ મોક્ષ છે, પણ બીજા નિવણિપ્રદીપ માફક કલ્પેલો મોક્ષ નથી. ભાવ વિમોક્ષ કહ્યો. જેને તે થાય છે, તેણે મોક્ષ માટે અવશ્ય ભક્તપરિજ્ઞાદિ ત્રણ મરણમાંથી કોઈપણ મરણ સ્વીકારવું. કાર્યમાં કારણના ઉપચારથી તે મરણ જ ભાવ વિમોક્ષ છે, તે બતાવે છે [નિ.૨૬૩ ભક્તપરિજ્ઞા એટલે ભોજનનું પ્રત્યાખ્યાન-અનશન. તે ત્રણ કે ચાર આહાર ત્યાગીને શરીરની વૈયાવચ્ચ કરવા દે. તે ધૃતિ સંઘયણવાળો જેમ પોતાને સમાધિ રહે તેમ અણસણ કરે. તથા ઇંગિત પ્રદેશમાં મરણ તે ઇંગિતમરણ. તે ચાર આહાર નિવૃત્તિરૂપ છે. વિશિષ્ટ સંઘયણવાળા, આપ મેળે પડખું ફેરવવાદિ ક્રિયા કરે છે. ચારે પ્રકારે આહાર ત્યાગી, બધી ચેષ્ટા છોડીને એકાંતમાં શરીરની વૈયાવચ્ચે વિના ઝાડની માફક સ્થિર રહેવું તે પાદપોપણમન જાણવું. પણ ભવસિદ્ધિક જીવ છેલ્લા અનશનને આશ્રીને મરે છે. ઉત્તમ સાધુ પૂર્વોક્ત ત્રણમાંના એક મરણે મરે, પણ વૈહાસન આદિ બાળમરણથી મરતો નથી. ત્રણે અણસણમાં થોડો ભેદ હોવાથી ભાવમોક્ષ ત્રણ પ્રકારે છે એમ તું જાણ. તે જ મરણ હવે બે ભેદે કહે છે [નિ.૨૬૪] પરાક્રમ સહિત તે પરાક્રમ મરણ, તેથી વિપરીત તે પરાક્રમ, જંઘાબળ ક્ષીણ થતાં ભક્તપરિજ્ઞાદિ ત્રણ ભેદે અનશન છે. ત્રણે મરણ સપરાક્રમ અપરાકમ બે ભેદે છે. તેમાં સિંહ, વાઘ વગેરેથી નાશ થાય છે ત્યાઘાત અને અત્યાઘાત તે દિક્ષા લઈ સૂર્ય ગ્રહણ કરી અનુક્રમે આયુષ્ય ક્ષયને અનુભવતો જે છે તે અવ્યાઘાત. અહીં અનુપૂર્વી શબ્દ છે, તેનો પરમાર્થ બતાવતા ઉપસંહાર કરે છે. વ્યાઘાત વડે અનુક્રમે સપરાક્રમ કે અપરાક્રમ સાધુને મરણ આવે ત્યારે સુનાર્થજ્ઞ કાલજ્ઞતાથી સમાધિ મરણે મરવું. ભક્ત પરિજ્ઞાદિ ત્રણમાંના કોઈ એક મરણ સમાધિ રહે તેમ કરવું, પણ વેહાસનાદિ બાળમરણે ન મરવું. તેમાં સપરાક્રમ મરણ દટાંત વડે બતાવે છે [નિ.૨૬૫ પરાક્રમ સહિત તે સપરાકમ, મરણનો આદેશ [દષ્ટાંત આચાર્ય પરંપરામાં સંભળાતો વૃદ્ધવાદ આ પ્રમાણે છે - x - x • આર્ય વજસ્વામીનું મરણ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120