Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૮/૪/૨૨૪
૬૭
પાત્રકૈસરિકા, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છગ આ સાત પાત્રનિયોંગ છે. તથા કલ્પ [વસ્ત્ર] ત્રણ અને રજોહરણ, મુહપત્તિ એ બાર પ્રકારે ઉષધિ છે. તે ધારણ કરનારને એવો વિચાર ન થાય કે મને શીતકાળે ત્રણ વસ્ત્રોથી ઠંડી દૂર થતી નથી માટે હું ચોથું વસ્ત્ર ચાયું. આમ અધ્યવસાય નિષેધથી યાચનાનો પણ નિષેધ થયો.
જો ત્રણ કલ્પ ન હોય અને ઠંડી ઋતુ આવે તો આ મુનિ નિર્દોષ વસ્ત્રની યાચના કરે. - ૪ - તેમાં ઉદ્દિā, પહે, અંતર, ઉજ્જિતધર્મા એ ચાર વસ્ત્રની એષણા છે. તેમાં પાછલા બે નો અગ્રહ છે, બાકીના બે ગ્રાહ્ય છે. તેમાં કોઈ એકનો અભિગ્રહ હોય છે. યાચનાથી શુદ્ધ વસ્ત્રો મળે તો લે અને જેવાં લીધાં તેવા જ પહેરે, પણ તેને ધોવું વગેરે પરિકર્મ ન જ કરે. તે જ દર્શાવવા કહે છે—
વસ્ત્ર ન ધ્રુવે, - x - ધોઈને રંગેલા વસ્ત્રો ન પહેરે, ગ્રામાંતર જતા વસ્ત્ર સંતાડ્યા વિના ચાલે. અર્થાત્ અંતપ્રાંત વસ્ત્ર ધારણ કરે જેથી સંતાડવા ન પડે. તેથી જ જિનકલ્પી અવમોલિક છે - એટલે - પ્રમાણથી અને મૂલ્યથી અલ્પ વસ્ત્ર. આ પ્રમાણે વસ્ત્રધારી મુનિને ત્રિકાવાળી કે બાર પ્રકારની ઔધિક ઉપધિ હોય છે. પણ બીજી ન હોય.
ઠંડી દૂર થતાં તે વસ્ત્રો પણ તજવાના છે, તે બતાવે છે– • સૂત્ર-૨૨૫ ઃ
મુનિ જાણે કે હેમંત [ઠંડી] ની ઋતુ વીતી ગઈ છે, ગ્રીષ્મઋતુ આવી
છે, તો પહેલાંના જીર્ણ વસ્ત્રો પરઠવી દે. અથવા જરૂર હોય તો ઓછા કરે અથવા એક જ વસ્ત્ર રાખે કે ચેલક થઈ જાય.
• વિવેચન :
જો તે વસ્ત્રો બીજા શિયાળા સુધી ચાલે તેવાં હોય, તો બંને કાળે પડિલેહણા કરી ધારણ કરે. પણ જો જીર્ણ જેવાં થઈ ગયા હોય તો ત્યાગ કરે. - ૪ - પછી તે સાધુ એમ જાણે કે નિશ્ચે શિયાળો ગયો અને ઉનાળો આવ્યો છે. ઠંડી દૂર થઈ છે. આ વસ્ત્રો પણ જીર્ણ થયા છે એવું જાણીને તે વસ્ત્રો તજી દે. જો બધાં જીર્ણ ન થયા હોય તો જે જીર્ણ હોય તે ત્યજે. પછી નિઃસંગ થઈને વિચરે. પણ જો શિશિર ઋતુ વીત્યા પછી ક્ષેત્ર, કાળ કે પુરુષને આશ્રીને ઠંડી વધુ લાગે તો શું કરવું ?
ઠંડી જતાં વસ્ત્રો ત્યાગે. અથવા - ૪ - હિમ કે ઠંડો પવન હોય તો - ૪ -
ઠંડીની પરીક્ષા કરવા કાંઈક ઓઢે, કાંઈક બાજુએ રાખે. પણ ઠંડીની શંકાથી ત્યજી ન દે. અથવા ઓછા વસ્ત્રવાળો થઈ - ૪ - બે વસ્ત્ર ધારણ કરે, ઠંડી જતાં બીજું વસ્ત્ર દૂર કરે, ક્રમશઃ ઠંડી જતાં માત્ર એક વસ્ત્ર રાખે અથવા તે પણ તજી અચેલક બની મુહપત્તિ અને રજોહરણ જ રાખે.
તે એક-એક વસ્ત્ર શા માટે તજે ? તે બતાવે છે–
• સૂત્ર-૨૨૬ :
લાઘવ ગુણની પ્રાપ્તિ થતા [વસ્ત્ર પરિત્યાગ કરે] તેથી તે મુનિને સહજતાથી [કાયકલેશ] તપની પ્રાપ્તિ થાય છે.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
• વિવેચન :
લઘુનો ભાવ લાઘવ જેને હોય તે લાઘવિક છે. તેને ધારણ કરવા વસ્ત્રનો ત્યાગ કરે અથવા શરીર અને ઉપકરણકર્મમાં લાઘવતા પામીને વસ્ત્ર ત્યાગ કરે. એવા લાઘવિકને શું થાય તે કહે છે–
તે વસ્ત્ર પરિત્યાગી સાધુને તપની પ્રાપ્તિ થાય. કેમકે કાયક્લેશ એ તપનો ભેદ છે. કહ્યું છે કે, પાંચ કારણે શ્રમણ નિગ્રન્થને અચેલકત્વ પ્રશસ્ત છે - અલ્પપડિલેહણા, વિશ્વાસ્યરૂપ, તપની અનુમતિ, પ્રશસ્ત લાઘવ અને વિપુલ ઇન્દ્રિય નિગ્રહ. ભગવંતે કહ્યું છે તે બતાવે છે–
૬
• સૂત્ર-૨૨૭ -
જે આ ભગવંતે કહ્યું છે, તેના રહસ્યને સમજી સર્વ પ્રકારે સંપૂર્ણરૂપે સમત્વને સમ્યક્ પ્રકારે જાણે અને સેવન કરે.
• વિવેચન :
આ બધું વીર વર્ધમાન સ્વામીએ કહેલું છે, એમ જાણીને સર્વ પ્રકારે સર્વાત્મના સમ્યકત્વ કે સમત્વ ધારે અર્થાત્ સચેલ-અચેલ અવસ્થાની તુલનાને જાણી આસેવનપરિજ્ઞાથી પાલન કરે. પણ જે સાધુ અલ્પસત્ત્વતાથી ભગવંતનો માર્ગ બરોબર ન જાણે, તો તે સાધુ હવે જે બતાવે છે, તેવા અધ્યવસાયવાળો થાય. તે કહે છે– • સૂત્ર-૨૨૮ :
જે સાધુને એમ સમજાય કે હું શીતાદિ પરીષહોથી આક્રાંત થયો છું. હું તેને સહન કરવા અસમર્થ છું, તે સંયમધની પોતાની બુદ્ધિથી વિચારી, અકાર્ય નહીં કરતાં સંયમમાં જ સ્થિત રહે. જો સંયમજીવનની રક્ષાનો સંભવ ન હોય તો તપવી માટે વૈહાસનાદિ મરણ શ્રેષ્ઠ છે. આ મરણ કોઈ કોઈ સ્વીકારે છે. આ મરણ પણ તે સામાયિક મરણ સમાન છે. આ પ્રકારે મૃત્યુ પામનાર કર્મોના અંત કરે છે. આ મરણ નિર્મોહતાનું સ્થાન છે, હિતકર-સુખકર-યોગ્ય-મોક્ષનું કારણ અને પરલોકમાં સાથે ચાલનાર છે, તેમ હું કહું છું.
• વિવેચન :
જે ભિક્ષુને મંદ સંહનનતાથી એવો અધ્યવસાય થાય કે હું રોગ આતંકથી, ઠંડી આદિ કારણે કે સ્ત્રી આદિના ઉપસર્ગથી મારે આ અવસરે શરીર ત્યાગવું એ જ શ્રેય છે, હું ઠંડી વગેરેનું દુઃખ, ભાવશીત સ્પર્શ કે સ્ત્રી આદિ ઉપસર્ગ સહન કરવા સમર્થ નથી. તેથી મારે ભક્તપરિજ્ઞાદિ ઉત્સર્ગ મૃત્યુ યોગ્ય છે. પણ આ અવસરે તેવું બની શકે તેમ નથી કેમકે તેટલો કાળ હું ઉપસર્ગ સહન કરી શકું તેમ નથી. - x - તો મારે વેહાનસ કે વૃદ્ધપૃષ્ઠ અપવાદિક મરણ સ્વીકારવું જ યોગ્ય છે. પણ આ
પાપસેવન યોગ્ય નથી.
તે સાધુ સંયમ રૂપ ધનવાળો છે. તેને સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં કોઈ સ્ત્રીના કટાક્ષનો ઉપસર્ગ સંભવ થતાં પણ તે ન સેવવાથી આવૃત્ત છે. અથવા વાયુ આદિથી થતો ઠંડો સ્પર્શ જે દુઃખદાયી છે, તેની ચિકિત્સા ન કરવાથી તે સંયમધની