Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 69
________________ ૧/૯/૪/૩૨ થી ૩૩૦ ૧૧૧ ૧૧૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આચાર્ય કહે છે - x • x • જ્ઞાન અને ક્રિયાના અભિપ્રાય બંને એકબીજાની આધારે છે. સકલ કર્મના ઉચ્છેદરૂપ મોક્ષનાં કારણો છે. કેમકે નગર બન્યું ત્યારે અંધ અને પંગુ મળી જવાથી બંને બચી ગયા. સ્થ પણ બંને પૈડાથી જ ચાલે છે. * * * * * * * આગમમાં પણ સર્વે નયોના ઉપસંહાર દ્વાર વડે આ જ અર્થ બતાવ્યો છે. બધાં નયોનું વક્તવ્ય સાંભળીને બધા નયથી વિશુદ્ધ મંતવ્યને જ ચરણગુણ સ્થિત સાધુ માને. તેથી આ આચારાંગ સૂત્ર જ્ઞાન-ક્રિયારૂપ છે. તેને જાણેલ સમ્યગુ માર્ગવાળા સાધુઓ કુશ્રુત-કપાય-સંયોગ વિયોગ-હાસ્યાદિ યુક્ત ભયાનક સંસારને સાક્ષાત્ જોયેલ છે. તેવા સાધુએ સંસાર સમુદ્રથી પાર જવા માટે આચારાંગ સૂત્રમાં બતાવેલ જ્ઞાન-ક્રિયારૂપ વહાણ ધારણ કરવું. મુમુક્ષુએ - X - શાશ્વત - X - X - મોક્ષની ઇચ્છાવાળા બનીને આચારાંગ સૂત્રનો આધાર લેવો. ૦ આ વૃત્તિની પ્રાપ્તિ આદિ મૂળ ટીકાથી જાણી લેવા. આચારાંગ સૂત્રના શ્રુતસ્કંધ-૧ “બ્રહ્મચર્ય”નો મુનિ દીપરત્નસાગર કૃત્ સૂત્ર તથા ટીકાનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - નહીં. કેમકે સમસ્ત હેય પદાર્થને ભાગવા, ઉપાદેયને સ્વીકારવા એ પ્રવૃત્તિ જ્ઞાનને આધીન છે. તેથી સુનિશ્ચિત કરેલા સમ્યગ્રજ્ઞાનની પ્રવૃત અર્થક્રિયાનો વિસંવાદ ન કરે. કહ્યું છે કે, પુરુષોને જ્ઞાન ફળ દેનારું છે, યિા ફળદાયી નથી. મિથ્યા જ્ઞાનવાળો ક્રિયા કરવા જાય તો તેનું અયોગ્ય ફળ સાક્ષાત દેખાય છે. તથા વિષય વ્યવસ્થિતનું સમાધાન જ્ઞાનપૂર્વક થાય છે અને બધાં દુઃખોના નાશ જ્ઞાનથી જ થાય છે. જ્ઞાનનું જ અન્વયવ્યતિરેકપણું છે. જ્ઞાનનું જ પ્રધાનપણું છે. જ્ઞાનના અભાવે અનર્થ દૂર કરવા પ્રવર્તે તો પણ અપાનતાથી પતંગીયા માફક અનર્થમાં જોડાય જાય છે. જ્ઞાન વડે બધાં અર્થો અને અનર્થોના સંશયોને વિચારીને યથાશક્તિ વિનોને દૂર કરે છે. આગમમાં પણ “પઢને ના તો થા’ કહ્યું છે. આ બધું ક્ષાયોપથમિક અને ક્ષાયિક બંનેને આશ્રીને પ્રધાન છે. કારણ કે દેવથી પૂજિત • x • ભવસમુદ્રના તટે રહેલ, દીક્ષા પ્રતિપન્ન, ત્રિલોક બંધુ, તપ-વ્યાત્રિ યુક્ત છતાં • x• x - કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાન જ - x - મુખ્ય છે. o ક્રિયાનયવાળા કહે છે - ક્રિયા જ આ લોક-પરલોકની ઇછિત ફળની પ્રાપ્તિનું કારણ છે. તે જ યુક્તિયુક્ત છે. - x • x • પ્રવૃત્તિરૂપ ક્રિયા ન કરનારનું જ્ઞાન નિષ્ફળ જાય છે. જ્ઞાનનું અર્થપણું ક્રિયા સાથે છે. - X-X • અન્વય વ્યતિરેક પણ ક્રિયામાં સિદ્ધ થાય છે. જેમ સમ્યક્ ચિકિત્સા વિધિ જાણનાર પણ ઉપયોગ ક્રિયારહિત હોય તો રોગ દૂર ન થાય. કહ્યું છે - શાસ્ત્રો ભણવા છતાં ક્રિયા ન કરનાર મુખ હોય છે. થોડું ભણેલ પણ ક્રિયા કરનાર વિદ્વાનું છે. ઔષધ વિના શું રોગી નિરોગી બને ? પુરુષોને ક્રિયા જ ફળદાયી છે, જ્ઞાન નહીં કેમકે ભોગ્ય વસ્તુની જાણકારી હોય પણ ક્રિયા ન કરે તો ભોગ પામતો નથી. • x • x • પરલોકનું સુખ વાંછનારે પણ તપ ચાાિની ક્રિયા જ કરવી, જિનવચન પણ તે જ કહે છે - ચૈત્ય, કૂળ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રત એ બધામાં પણ તેણે તપ અને સંયમમાં ઉધમ કરવાથી કર્યું જાણવું. માટે આ ક્રિયા જ સ્વીકારવી. કેમકે તીર્થકસદિએ પણ કિયારહિત જ્ઞાનને અફળ કહ્યું છે, વળી કહ્યું છે કે ઘણાંએ સિદ્ધાંત ભણ્યો હોય, પણ ચામિરહિત હોય તો શું કરી શકે ? લાખો દીવા હોય તો પણ અંધ શું કરી શકે ? - X - X • માત્ર ક્ષાયોપથમિક નહીં, ક્ષાયિક જ્ઞાનથી પણ ક્રિયા પ્રધાન છે. કેમકે - x - કેવળજ્ઞાન હોવા છતાં ધ્યાનરૂપ ક્રિયા વિના - x • ભવોપગ્રાહી કર્મોનો વિચ્છેદ ન થાય, મોક્ષ પ્રાપ્તિ પણ ન થાય - X - માટે ક્રિયા જ મુખ્ય છે. - આ પ્રમાણે જ્ઞાન વિના સમ્યક ક્રિયાનો અભાવ છે અને ક્રિયાના અભાવે અર્થસિદ્ધિ માટેનું જ્ઞાન વૈકલ્ય છે. આમ બંને નયો સાંભળી વ્યાકુળ મતિ શિષ્ય પૂછે છે કે આ બંનેમાં સાયું શું ?

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120