Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ ૨/૧/૧/૬/૩૬૫ ૧૩૯ * ચૂલિકા-૧ - અધ્યયન-૧ - ઉદ્દેશો-૬ થક o પાંચમાં ઉદ્દેશો પછી છઠ્ઠો ઉદ્દેશ કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશાપ-માં શ્રમણાદિને અંતરાયના ભયથી ગૃહપ્રવેશ નિષેધ્યો. તેમ અહીં બીજા પ્રાણીઓના અંતરાયનો નિષેધ કહે છે • સૂત્ર-૩૬૫ - તે સાધુ કે સાધ્વી (ગૌચરીએ જu] એમ જણે કે સાવેણી ઘણાં પાણી આહારાર્થે એકત્રિત થયા છે. જેમકે - કુકડાની જાતિના, શુક્રાતિના અથવા ગપિંs માટે કાગડા આદિ એકઠા થયેલા જોઈને સંયત સાધુ કે સાdી અન્ય માર્ગ હોય તો સીધા તેમની સામે ન જાય. - વિવેચન : તે ભિક્ષ ભિક્ષાર્થે પ્રવેશતા એમ જાણે કે માર્ગમાં ઘણાં પ્રાણી રસના ઇચ્છુક થઈને પછી આહાર માટે કોઈ શેરી આદિમાં એકઠાં થઈ પડેલ છે, તેમને એ રીતે જોઈને સાધ તેમની સામે ન જાય. તે પ્રાણીના નામ કહે છે - ‘કુકડા'-શબ્દથી પક્ષીની જાતિ લીધી, ‘સૂવર'-શબ્દથી ચતુષ્પદ જાતિ લીધી. ‘અગ્રપિંડ’થી બહાર ફેંકેલ કાકપિંડ લીધું. તેમાં કાગડાને ખાતા જોઈને શક્તિ હોય ત્યાં સુધી સમ્યક્ ઉપયુક્ત સાધુ તે રસ્તે ન જાય, તે સીધા માર્ગે જતાં પ્રાણીને અંતરાય થાય છે. તેમને બીજી ખસતાં વઘ પણ થાય. ગૃહસ્થના ઘેર પ્રવેશતા સાધુની વિધિ • સૂઝ-3૬૬ - તે સાધુ-સાધ્વી યાવતું ગૃહસ્થના ઘેર બારસાખનો વારંવાર સહારો લઈને ઉભા ન રહે. એ જ રીતે ગૃહસ્થના ગંદુ પાણી ફેંકવાના સ્થાને, આચમન થાને, સ્તન કે શૌચ જવાના સ્થાને કે જવાઆવવાના રસ્થાને ઉભા ન રહે. વળી તે ઘરના સમારેલ ભાગને, દીવાલોની સંધિને, નવગ્રહને વારંવાર હાથ ફેલાવીને, આંગળી ચીંધીને, પોતે નીચે નમીને કે ઉંચુ મુખ કરીને મુનિએ અવલોકવા નહીં. ગૃહસ્થ પાસે આંગળી ચીંધીને યાચના ન કરે, આંગળીથી ભય દેખાડી ન યાચે, શરીરને ગળી વડે સ્પર્શ કરીને કે ગૃહસ્થની પ્રશંસા કરીને ન યાચે. [કદાચ ગૃહસ્થ ન આપે તો તેને કઠોર વચન ન કહે. • વિવેચન : તે ભિક્ષ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર પ્રવેશતા આટલું ન કરે. જેમકે તેના ઘરના બારશાખને વારંવાર અવલંબીને ઉભો ન રહે કેમકે તે જીર્ણ હોય તો પડી જાય, બરોબર જડેલ ન હોય તો ખસી જાય. તેથી સંયમ અને આત્મ વિરાધના થાય. તથા વાસણ ધોઈને પાણી ફેંકવાના સ્થાને, આચમનના પાણીના જવાને સ્થાને ન ઉભે કેમકે તેથી પ્રવચનનિંદા થાય. તથા ખાન કે શૌચ સ્થાને ન ઉભે • x • કહ્યું છે કે સ્નાન શૌચ કરતા ગૃહસ્થ જ્યાં દેખાય ત્યાં ન ઉભવું. કેમકે ત્યાં જોવાથી સ્ત્રી, વગેરેના સંબંધીને શંકા જાય અને ત્યાં લજ્જાથી તે બરોબર શરીર સાફ ન કરી શકે ૧૪૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તેથી દ્વેષ થાય. તે જ પ્રમાણે ગૃહસ્થના ઘરના ઝરોખા, ફાટ પડી હોય તે દુરસ્ત કરાવી હોય, ચોરે ખાતર પાડેલ સંધિ સ્થાન, જલગૃહ તરફ ન જુએ, વારંવાર હાથ લાંબો કરીને કે આંગળી ઉંચી કરીને કે શરીર ઉંચુ-નીચું કરીને પોતે ન જુએ કે બીજાને ન બતાવે. • x • તેથી ચોરીની શંકા જાય. વળી તે ભિક્ષ ગૃહસ્થના ઘેર પ્રવેશીને ગુહસ્થને આંગળી વડે ઉદ્દેશીને તથા આંગળી ચલાવીને ભય બતાવીને તથા ખરજ ખણીને તેમજ ગૃહસ્થને વચનથી સ્તુતિ કરીને યાચના ન કરે. તથા ગૃહસ્થ ન આપે તો તેને કડવા વચન ન કહે. જેમકે - તું યક્ષ માફક પાકાના ઘરનું રક્ષણ કરે છે. તારા નસીબમાં દાન ક્યાંથી ? તારી વાત જ સારી છે કૃત્યો નહીં. વળી તું “નથી-નથી'', એવા બે અક્ષર બોલે છે, તેને બદલે તું “આપ-આપ” એમ કહે તો તારું કલ્યાણ થશે. • સૂત્ર-૩૬૩ - [ભિu માટે ગયેલ સાધુ-સાધ્વી) ત્યાં કોઈને ભોજન કરતા જુએ, જેમકે ગૃહસ્થ સાવ નોકરાણી. તો પહેલા વિચારીને કહે કે, છે આયુષ્યમાનુભાઈ! કે બહેન ! આમાંથી મને કંઈ ભોજન આપશો ? મુનિના એ પ્રમાણે કહેવાથી તે ગૃહસ્થ હાથ, થાળી, કડછી કે અન્ય પાબ સચિત્ત કે ઉણ જલથી એક કે અનેક વાર ધોવા લાગે તો સાધુએ પહેલાં જ તેને કહી. દેવું જોઈએ કે, હે આયુષ્યમાન ભાઈ કે બહેન ! તમે તમારા હાથ વગેરેને ઠંડા કે ગરમ પાણીથી ધોશો નહીં. જો તમે મને ભોજન આપવા ઇચ્છતા હો તો એમ જ આપો. સાધુએ આમ કહેવા છતાં તે ગૃહસ્થ ઠંડા કે ગમ પાણીથી હાથ વગેરે ધોઈને કે વિશેષ ધોઈને આપે તો આવા પૂરો કર્મવાળા હાથ આદિથી આશનાદિ લેવું તે આપાસુક અને અનેષણીય છે યાવત તે લેવું ન જોઈએ. વળી જે સાધુ એમ જાણે કે પુરોકમથી નહીં પણ એમ જ હાથ વગેરે. ભીના છે, તો પણ તે નાદિને અપાસક અને અને ધણીય જાણીને ગ્રહણ ન કરે તેમજ મ જાણે કે હાથ આદિ ભીના તો નથી પણ સાનિધ-સચિcરજ ભીનાશ, માટી, ઓસ, હડતાલ, હિંગુલ, મન:શીલ, અંજન, મીઠું, ગેરુ, પીળી માટી, સફેદ માટી, ગોપીચંદન, તાજો લોટ, તાજી કણકી, ચૂર્ણ આદિથી લિપ્ત છે તો પણ તેના હાથ વગેરેથી અપાયેલ આહાર સાધુ ન લે.. પરંતુ છે એમ જાણે કે દાતાના હાથ સચિત્ત વસ્તુથી લિત નથી, પણ અચિત્ત હિત છે તો તે આશનાદિ પાસુક જાણી યાવત્ છે. • વિવેચન :[દશવૈકાલિક અધ્યયન-પમાં અને નિશીથ ચૂર્ણિમાં પણ આવું વર્ણન છે.) તે મિક્ષ ગૃહસ્થના ઘેર પ્રવેશતા ગૃહસ્થ આદિ કોઈને જમતા જોઈને વિચારે કે આ ગૃહસ્થ કે તેની પત્ની ચાવત્ નોકરાણી જમી રહ્યા છે. તો તેમનું નામ લઈને

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120