Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ૨/૧/૧/પ/૩૫૯ ૧૩૫ ૧૩૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આવું જોઈને કોઈ સાધુ એમ વિચારે કે હું પણ ત્યાં જલ્દી જાઉં, એમ કરતા તે ભિક્ષુ માયા સ્થાનને સ્પર્શે છે. તેથી તેણે આવું ન કરવું જોઈએ. હવે ભિક્ષા-અટન વિધિ કહે છે– • સૂત્ર-૩૬૦ : તે સાધ કે સાદડી ભિક્ષાર્થે જતા રસ્તામાં ટેકરા, ખાઈ, કોટ, તોરણદ્વાર, અલા કે અભિા-પાશક હોય તો સામર્થ્ય હોવા છતાં તેના માર્ગે ન ચાલે પણ બીજે માર્ગ હોય તો સંયમી સાધુ બીજ માર્ગે જાય, તે સીધા માર્ગે ન જાય. કેવલી કહે છે કે તે કર્મબંધનું કારણ છે. તે વિષમ માર્ગે જતાં તે સાધુ લપસી જાય, ડગી જાય કે પડી જાય. લપસતા-ડગતા કે પડતા તેની કાયા મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પરુ વીર્ય કે લોહીથી ખરડાઈ જાય. કદાચ તેમ થઈ જાય તો તે સાધુ શરીરને સચિત yeીથી, ભીની માટીથી, સચિત્ત શીલાથી, સચિત્ત માટીના ઢેફાથી, ઉધઈવાળા કાઠથી, જીવયુકત કાઠથી, ઠંડ-પાણી કે જાળાયુક્ત કાઇથી શરીરને લૂછે નહીં, સાફ ન કરે, ન ખણે, ન ખોતરે, મન ન કરે, ન તપાવે પરંતુ તે ભિg પહેલા સચિત્ત રજથી રહિત તૃણ, પાન, કાષ્ઠ, કંક્ર આદિની યાચના કરે. યાસીને એકાંતમાં જાય. ત્યાં દધભૂમિ કે તેવા પ્રકારની અન્ય ભૂમિનું વારંવાર પતિલેખન અને પ્રમાર્જન કરીને યતનાપૂર્વક શરીરને ઘસે યાવત્ સ્વચ્છ કરે. • વિવેચન : તે ભિક્ષુ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર જવા મહોલ્લો, શેરી કે ગામમાં પ્રવેશતા માર્ગ જુએ. ત્યાં માર્ગમાં જતાં વચમાં સમાન ભૂભાગમાં કે ગ્રામાંતમાં ક્યારા બનેલા જુએ અથવા ખાઈ, કોટ, પતન કે તોરણને જુએ. તથા અર્ગલા કે અર્ગલા પાશકને જુએ તો તેવા સીધા માર્ગે ન જાય. પણ સંયમી સાધુ બીજા માર્ગે જાય. -x - કેમકે કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. સંયમ કે આત્મવિરાધના થાય. તે વપ્રાદિ યુક્ત માર્ગે જતાં વિષમતાને કારણે કોઈ વખત કંપે, ઠોકર ખાય કે પડી જાય, તેમ થાય તો છકાયમાંથી કોઈપણ કાર્યને વિરાધે તથા તેનું શરીર મળ, મૂળ, બળખા, લીંટ, વમન, પિત, પર, વીર્ય કે લોહીથી ખરડાય માટે તેવા માર્ગે ના જવું. બીજો માર્ગ ન હોય અને તે જ માર્ગે જવું પડે તો ઠોકર ખાતાં કાદવ વડે તેનું શરીર ખરડાય. તેથી આવું ન કરવું જોઈએ તે દશવિ છે તે સાધુ આવા અશચિ-કાદવથી લિપ્ત શરીરનો વા વિના પૃથ્વી સાથે સ્પર્શ ન કરે અથવા ભીની જમીન, ધૂળવાળી પૃથ્વી, સચિત પત્થર, સચિત માટીના ઢેફા, ઉધઈ કે જીવાદિ યુક્ત લાકડા કે કરોળીયાના જાળાનો એકવાર કે વારંવાર સ્પર્શ ન કરે - ગારો દૂર ન કરે, કાદવ ખોતરે નહીં, ઉદ્વર્તન ન કરે, સુકાયેલાને પણ ના ખોતરે એક કે અનેકવાર તપ ન લે. તો શું કરે ? તે કહે છે તે ભિક્ષુ અા જવાનું તૃણ આદિ ચારે. એકાંત અચિત સ્થાને જઈને તેના વડે શરીરનો કાદવ દૂર કરે. બાકી સુગમ છે. - વળી - • સૂર-૩૬૧ - તે સાધુ કે સાળી ભિક્ષા લેવા જતા એમ જાણે કે માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, પાડો ઉભો છે, એ જ પ્રમાણે મનુષ્ય, અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરછ, અષ્ટાપદ, શિયાળ, બિલાડો કૂતરો, વરાહ, સૂવર, લોમડી, ચિત્તો, ચિલલક, સાપ આદિ માર્કમાં રહેલા હોય તો તે સીધે તે ન જd, બીજા રસ્તી જાય. તે સાધુ-સાળી ભિક્ષાર્થે માર્ગમાં જતા હોય ત્યારે વચ્ચે ખાડા, હૂંઠા, કાંટા, જમીનનો ઢોળાવ, તીરાડ, વિષમતા, કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહીં ચાલતાં બીજ માર્ગે તે સંયમી જાય, સીધા માર્ગે ન જાય. • વિવેચન : તે ભિન્ન ભિક્ષાર્થે જતાં રસ્તામાં ધ્યાન રાખે, ત્યાં જો એવું જાણે કે રસ્તામાં ગાય આદિ છે, માકણો ગોધો હોવાથી રસ્તો બંધ છે, ઝેરી સાપ છે, ઇિત્યાદિ સૂત્ર મુજબ જાણવું.] માર્ગમાં તેમને રહેલા જોઈને જો બીજો રસ્તો હોય તો તે સીધા તે ન જાય કેમકે તેનાથી આત્મ વિરાધના સંભવે છે. અહીં ‘વિકા' એટલે દીપડો, ‘દ્વીપીન' એટલે રીંછ ઇત્યાદિ જાણવા. તથા તે ભિક્ષ ભિક્ષાર્થે જતાં માર્ગમાં ધ્યાન રાખે કે વચમાં -x - ખાડો હોય, 65-કાંટા-ઢોળાવ હોય, કાળી ફાટેલી માટી, ઉંચાનીચા ટેકરા કે કાદવ હોય તો ત્યાં આત્મ અને સંયમ વિરાધનાનો સંભવ રહે છે. તેથી બીજા માર્ગે જાય પણ સીધા માર્ગે ન જાય - તથા - • સૂત્ર-૩૬૨ : તે સાધુ-સાદની ગૃહના ઘરના દ્વારભાગને કોટાની ડાળીથી ઢાંકેલ જોઈને પહેલાં ગૃહવામીની અનુજ્ઞા લીધા વિના, પડિલેહણ અને પ્રમાર્જના કયા વિના દ્વાર ઉઘાડીને તેમાં પ્રવેશ કે નિષ્ક્રમણ ન કરે. પહેલા ઘરના સ્વામીની આજ્ઞા છે, પછી પડિલેહણ કરી-કરીને, પ્રમાર્જન કરી-કરીને યતનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે. • વિવેચન :[આવું વર્ણન દશવૈકાલિક સૂઝ અધ્યયof-૧-માં પણ છે.] તે ભિક્ષ ભિક્ષાર્થે પ્રવેશતા ગૃહપતિના ઘરના દ્વાર ભાગને કાંટાની ડાળીઓ વડે ઢાંકેલ જોઈને તે ઘરના માલિકની અનુજ્ઞા લીધા વિના તથા આંખ વડે પડિલેહણ કર્યા વિના, રજોહરણથી પ્રમાર્યા વિના દ્વાર ઉઘાડે નહીં, તેમાં પ્રવેશે નહીં કે નીકળે નહીં. તેના દોષો કહે છે - તેમાં ગૃહપતિને દ્વેષ થાય, વસ્તુ ખોવાય તો સાધુ પર શંકા જાય, ઉઘાડેલા દ્વારમાં પશુ વગેરે પ્રવેશે. એ રીતે સંયમ અને આત્મવિરાધના થાય. હવે કારણ હોય તો અપવાદ માર્ગ કહે છે– તે ભિક્ષ તે ઘરમાં જવા માટે ગૃહપતિનો અવગ્રહ યાયે. પડિલેહણ અને પ્રમાર્જન કરી બારણું ઉઘાડે. કહ્યું છે કે, જાતે દરવાજો ઉઘાડી ન પેસે, જો ગ્લાન આચાર્ય આદિને યોગ્ય કંઈ મળે, ત્યાં વૈધ રહેતો હોય કે દુર્લભ દ્રવ્ય પ્રાપ્ત થાય કે ઓછી

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120