Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૧/૧/૪૩૪૩
૧૨૩
બધાં ભિક્ષા માટે જતા હોય, તે બધાને દાન આપવા છકાયની વિરાધના કરી ભોજન તૈયાર કર્યું હોય; જો થોડું સંધે તો બધાને અંતરાય થાય, માટે વધુ રાંધે. તેથી આવા સ્થાનમાં સાધુ ગોચરીને માટે ન જાય.
ઉપસંહાર કરતા કહે છે કે - આરંભથી જે કંઈ કહ્યું, તે ભિક્ષુને સમગ્ર જે ઉદ્ગમ, ઉત્પાદન, ગ્રહણએષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ કારણો વડે સમજીને સુપરિશુદ્ધ પિંડ સાધુઓએ લેવો. તે જ્ઞાનાવાર સમગ્રતા દર્શન, ચારિત્ર, તપ અને વીચાર સંપન્નતા છે અથવા સૂરમાં કહ્યા મુજબ જે સરસ, વિસ્સ આહાર મળે અથવા રૂપ, રસ, ગંધ, સ્પર્શ વડે સાધુ સમિત રહે અર્થાતુ પાંચ સમિતિથી સમિત થઈ શભ-અશુભમાં રાગદ્વેષ રહિત બને. આવો સાધુ હિત સાધવાથી સહિત છે અથવા જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિી સહિત છે. તે સંયમયુક્ત થાય.
આ પ્રમાણે સુધમસ્વિામીએ જંબુસ્વામીને કહ્યું કે, મેં ભગવંત પાસે સાંભળ્યું તે તમને કહું છું, સ્વેચ્છાથી નહીં. બાકી પૂર્વવત્.
ચૂલિકા-૧ અધ્યયન-૧ પિંડ-પોષણાના ઉદ્દેશક-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
9 ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૨ o પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૧માં પિંડનું સ્વરૂપ બતાવ્યું, અહીં તેની વિશુદ્ધકોટિ કહે છે.
• સૂત્ર-3૪૪ -
તે સાધુ કે સાળી આહાર અર્થે ગૃહસ્થને ઘેર પ્રવેશીને આશનાદિના વિષયમાં એમ જાણે કે આઠમના પૌષધના સંબંધમાં, પાક્ષિક-માસિક-દ્વિમાસિકત્રિમાસિક-ચાતુમસિક-પાંચમાસિક-છમાસિક ઉપવાસના પારણાના સંબંધમાં, ઋતુઋતુસંધી-ઋતુ પરિવર્તનના ઉપલક્ષ્યમાં યુર્ણિકારના મતે નદી આદિના ઉપલકમાં બનાવેલ છે અને અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને એક વાસણમાંથી, બે કે ત્રણ વાસણમાંથી કાઢીને અપાય છે, કુંભીના મુખમાંથી કે ગોળીમાંથી સંચિત કરેલ ગોરસાદિ પદાર્થો અપાય છે; તેવા પ્રકારના ચશનાદિ પુરષાંતરકૃવ થયા નથી યાવન સેવિત થયા નથી તો પાસુક, અનેષણીય જાણીને ગ્રહણ ન કરે.
જે પુરુપાંતરસ્કૃત કે સેવિત થયા જાણે તો પ્રાણુક પાણી છે. • વિવેચન :
તે ભાવભિક્ષુ આવા પ્રકારનો આહાર છે તેમ જાણે, જેમકે - આઠમનો પૌષધોપવાસ તે અષ્ટમી પૌષધ ઉત્સવ તથા પાક્ષિકાદિથી ઋતુ પર્યાનો અને વડતુ પરિવર્તનનો ઉત્સવ જાણે - જેમાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ આદિને એક ‘પિઠક'વાસણમાંથી ભાત વગેરે અપાતા આહારને ખાતાં દેખીને કે બે, ત્રણ વાસણથી અપાતું
૧૨૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જાણે. આ વાસણ સાંકડા મુખની કુંભી હોય, દેઘડો હોય તેમાંથી અપાય. ‘સંનિધિ' ગોરસ આદિ, સંચય'-વ્રત-ગુડાદિ. આવો પિંડ અપાતો જાણીને પુરુષાંતર કૃતાદિ ન હોય તો અપાસક, અનેષણીય જાણીને મળતું હોય તો પણ ગ્રહણ ન કરે - પરંતુ • જો તેને પુરુપાંતરકૃત આદિ વિશેષણયુક્ત જાણે તો તે આહાર ગ્રહણ કરે.
હવે જે કુળોમાં ગૌચરી જવું કહ્યું તેનો અધિકાર કહે છે– • સૂગ-૩૪૫ -
તે સાધુ કે સાતી જાણે કે આ ઉચકુલ, ભોગકુલ, રાજન્યકુળ, ક્ષત્રિય કુલ, ઇશ્વાકુકુલ, હરિdશકુળ, ગોકુળ, વૈશ્યકુળ, ગંડકકુલ, કોટ્ટરકુલ, ગ્રામ રક્ષકકુલ, બુક્કસકુળ કે તેવા પ્રકારના બીજ અતિરસ્કૃત અનિંદિત કુળોમાં આશનાદિ આહાર છે, તેને પાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે.
• વિવેચન :
તે ભિક્ષુ ભિક્ષાને માટે જવા ઇચ્છે તો આવા કુળો જાણીને પ્રવેશ કરે. જેમકેઉગ્ર એટલે આરક્ષક, ભોગ એટલે રાજાને પૂજવા યોગ્ય, રાજન્ય એટલે મિત્રસ્થાનીય, ક્ષત્રિય-રાટકટાદિ, ઇક્વાક-કાભસ્વામીના વંશજ, હસ્વિંશ-અરિષ્ઠનેમિવંશ સ્થાનીય, એસિડ-ગોઠ, વૈશ્ય-વણિજ, ગંડક-નાપિત, જે કામમાં ઉદ્ઘોષણાનું કામ કરે છે, કોટ્ટાગસુતાર, બુક્કસ-વણકર. તેવા કુલોમાં ગૌયરી જવું કે જ્યાં જવાથી લોકોમાં નિંદા ન થાય. વિવિધ દેશના શિષ્યોને સુખેથી સમજાય તે માટે પર્યાયિત્તિરથી આ નામો કહ્યા છે.
ન નિંદવા યોગ્ય કુળોમાં ગૌચરી જાય એટલે ચર્મકાર કુલ, દાસી આદિ કુલમાં ગૌચરી ન જાય, પણ તેથી ઉલટું સાત કુળોમાં જ્યાં ગૌચરી પ્રામુક અને એષણીય મળે તો ગ્રહણ કરે - તથા -
• સૂમ-૩૪૬ -
તે સાધુ કે સાધવી ચાવતું જાણે કે આશનાદિ માટે અહીં ઘણા લોકો એકઠા થયેલ છે, પિતૃ ભોજન છે કે ઇન્દ્ર-સ્કંદ-રુદ્ર-મુકુંદ-ભૂત-યક્ષ-નાગસૂપ-રી-૪-tવત-ગુફા-કૂવા-તળાવ-ન્દ્રહ-નદી-સરોવર-સાગર-આગર કે તેવા અન્ય પ્રકારના વિવિધ મહોત્સવ થઈ રહ્યા છે તેમાં ઘણાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનપકોને એક વાસણ કે બે વાસણ આદિમાંથી કાઢીને ભોજન પીરસાઈ રહ્યું છે.
તે જોઈને તે આશનાદિ પુરષાંતર કૃ નથી તેમ જાણીને ચાવ4 ગ્રહણ ન કરે. પરંતુ જે એમ જાણે કે જેમને આપવાનું હતું તે અપાઈ ગયું છે હવે તેમને ભોજન કરતા જોઈને અને ગૃહસ્થ પની-બહેન-પુપુ-પુwવધૂ-ધામીદાસ-દાસી-નોકર કે નોકરાણી તે આહારને ભોગવી રહ્યા છે તો તેમને કહે કે, હે આયુષ્યમતી બહેન ! મને આ ભોજનમાંથી કંઈ આપશો ? સાધુ આમ કહે ત્યારે કોઈ અરાનાદિ લાવીને આપે, તેવા આશનાદિ સાધુની યાચનાથી કે યાચના વિના આપે તો ગ્રહણ કરે.