Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૧૨૦ ૧ર૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૨/૧/૧/૩/૩૪૮ 9 ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૩ o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા-માં દોષનો સંભવ હોવાથી સંખડીમાં જવાનો નિષેધ કર્યો. હવે બીજા પ્રકારે તેમાં જવાના દોષોને બતાવે છે. • સૂઝ-3૪૮ : કદાચિત સાધુ કોઈ સંખડી [જમણવાર)માં જાય. ત્યાં અધિક ખાય કે પીએ. તેનાથી તે સાધુને દસ્ત કે વમન થાય, ભોજનનું બરાબર પરિણમન ન થાય અને વિશચિન આદિ રોગ કે શલાદિ આતંક ઉત્પન્ન થાય. માટે કેવલી ભગવતે સંબડીને આતંકનું કારણ કહ્યું છે. • વિવેચન : તે ભિક્ષ કોઈ વખત એકચર હોય, પુરઃ કે પશ્ચાત્ સંખડી-ભોજન ખાઈને તથા શીખંડ, દૂધ આદિ અતિ લોલુપતાથી સમૃદ્ધિપૂર્વક ઘણાં ખાય તો ઝાડા કે ઉલટી થઈ શકે. અથવા અજીર્ણથી કોઢ આદિ કે જીવ લઈ લેનાર આતંક, શૂળ આદિ રોગ થાય. તેથી સર્વજ્ઞ ભગવંત કહે છે કે, સંખડીનું જમણ કપાદાન છે. આ આદાન કઈ રીતે થાય છે તે કહે છે– • સૂઝ-3૪૯ - સંખડીમાં જવાથી ગૃહસ્થ કે ગૃહસ્થ પની, પરિવ્રાજક કે પરિવાજિકા સાથે એક સ્થાને ભેગા થઈ નશીલા પીણા પીને તે બહાર નીકળી ઉપાય શોધશે. ઉપાશ્રય ન મળતા તે ગૃહસ્થાદિ સાથે જ હળીમળીને રહી જશે. તેઓ અન્યમનસ્ક થઈ મત્ત બની પોતાને ભૂલી જશે. સાધુ પણ પોતાને ભૂલીને શ્રી કે નપુંસક પર આસક્ત થઈ જશે. અથવા સ્ત્રી કે નપુંસક આસક્ત થઈને કહે છે કે, હે શ્રમણ ! આપણે બગીચા કે ઉપાશ્રયમાં બે કે સંધ્યાકાળે એકાંતમાં ભોગ ભોગવીશું. તે એકલો સાધુ તેમની ભોગ પ્રાર્થના સ્વીકારી પણ છે. આ બઈ અકરણીય છે, તે જાણીને સંબડીમાં ન જાય. ત્યાં જવાથી કમબંધ થાય છે. તેથી સંયત નિગ્રન્થ તેવી પૂર્વ કે પશ્ચાત સંખડીમાં જવાનું ન વિચારે. • વિવેચન : આ સંખડી સ્થાનમાં આવા અપાયો થાય છે. પરલોકમાં દુર્ગતિ ગમનાદિ થાય. તે ભિક્ષ ગૃહપતિ, ગૃહપતિની સ્ત્રી, પવ્રિાજક, પરિશ્વારિકા સાથે એકચિત થઈ તેમની સાથે લોલુપતાથી નશાકાક પીણું પીએ, નસો ચડતાં રહેવાનું સ્થાન જાયે, પણ જો ન મળે તો સંખડી સ્થાન નજીક ગૃહસ્થ કે પરિવાજિકા સાથે એકમેક થઈ રહે. અન્યમન થઈ ઉમત બનેલો ગૃહસ્થાદિ પોતાને ભૂલે અથવા સાધુ જાતને ભૂલી જાય અને પોતાને ગૃહસ્થ જ માની બેસે. તે શરીર કે નપુંસકમાં મોહિત થાય. અથવા સ્ત્રી કે નપુંસક આવીને તે શ્રમણ સાથે એકાંત માટે પ્રાર્થના કરે. બગીચા કે ઉપાશ્રયમાં રાત્રે કે સંધ્યાકાળે આવવા કહે. પોતાની ઇચ્છાને અનુસરવા કહે. પછી ગામની સીમમાં કે એકાંતમાં સ્ત્રીસંગ કે કુચેષ્ટા માટે વિજ્ઞપ્તિ કરે અને દુરાચારથી ભ્રષ્ટ થવા વખત આવે. માટે સંખડીમાં જવું યોગ્ય છે માનીને સંબડીમાં ન જવું. આ સંખડી કર્મ ઉપાદાનનું કારણ છે, તેમાં પ્રતિક્ષણે કમોં એકઠા થાય છે, બીજા પણ કર્મબંધના કારણો ઉદભવે છે. વળી ત્યાં પરલોક સંબંધી દુર્ગતિના પ્રત્યાધાયો પણ છે. માટે તેવી પુરઃ કે પશ્ચાત્ સંખડીમાં સાધુએ આહારાર્થે જવા ન વિચારવું. • સુગ-૩૫૦ - તે સાધુ કે સાદી કોઈ પ્રકારની સંખડી [જમણવાર સાંભળીને, લક્ષ્યમાં રાખી ઉત્કંઠિત ચિત્તવાળ થઈને તે તરફ જલ્દીથી જશે અને વિચારો કે નક્કી ત્યાં ખડી છે. તે ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિન્ન લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પણ સંખડીનો સદોષ આહાર લાવીને કરો. તે માયા સ્થાન પશિ. સાધુએ આવું ન કરવું જોઈએ. પણ ભિક્ષા કાળે ઘણાં ઘરોથી દોષરહિત ભિક્ષા લાવીને સાધુએ આહાર કરવો જોઈએ. • વિવેચન : તે ભિક્ષુ આગળ કે પાછળની કોઈપણ સંખડી બીજા પાસેથી કે જાતે સાંભળીને નિશ્ચય કરે કે ત્યાં અવશ્ય જમણ છે, તો ત્યાં ઉત્સુક બની અવશ્ય દોડે કે મને અભૂત ભોજન મળશે. તો ત્યાં ગયા પછી જુદા જુદા ઘરોથી સામુદાનીય એષણીયઆધાકમદિ દોષરહિત અને વસિય - જોહરણાદિ વેશ માત્રથી ઉપલબ્ધ ઉત્પાદનાદિ દોષરહિત એવો આહાર ગ્રહણ કરવાનું તેનાથી શક્ય નહીં બને. તે ત્યાં માયા-કપટ પણ કરે. કેવી રીતે ? જુદા જુદા ઘેર ગૌચરી લેવાની પ્રતિજ્ઞા કરીને જાય પણ પૂર્વે કહ્યા મુજબ તેમ કરશે નહીં, તે સંખડીમાં જ જશે. તેથી કહે છે-] સાધુ આલોક પરલોકના અપાય ભયને જાણીને સંખડી તરફ ન જાય. તે ભિક્ષુ કાળે સંબડીમાં જાય તો પણ જુદાજુદા સમયે જુદા જુદા ઘરોમાં જઈને સામુદાયિક પ્રાસુક આહાર-પાણી વેશમામયી મળે તે પાબિપિંડાદિ દોષરહિત આચાર ગ્રહણ કરી આહાર કરે. સંખડીને આશ્રીને વિશેષ કહે છે • સૂગ-૩૫૧ - તે સાધુ કે સાદdી ઓમ જાણે કે આ ગામ યાવત્ રાજધાનીમાં સંખડીજમણવાર થશે, તો તે ગામ યાવત્ રાજધાનીમાં સંખડીમાં સંખડી લેવાનો વિચાર પણ ન કરે. કેવલી ભગવંતે કહ્યું છે કે, એમ કરવાથી કમબંધન થાય. તે જમણવારમાં ઘણી ભીડ થશે કે થોડા માટે ભોજન બનાવવા પર ઘણાં લોકો પહોચી જશે તો ત્યાં પગથી પણ ટકરાશે, હાથથી હાથ-મસ્તકથી મસ્તકનું સંઘન થશે. કાયાથી કાયાને વિક્ષોભ થાય, બીજા લોકો પણ સાધુને દંડથી, હાડકાથી, મુકીથી, ઢેફાથી, ઠીકરાશી પ્રહાર પણ કરે, તેમના પર સચિત્ત પાણી ફ, ધૂળ વડે ઢાંકી દે, વળી તેને અષણીય જમવું પડે, ભીજાને દેવાનું

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120