Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ ૨/૧/૧/૧/૩૩૬ ૧૧૯ ૧૨૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તેવી ઔષધિનો અસંપૂર્ણ-દ્રવ્યથી ભાવથી અચિત્ત, વિનષ્ટ યોનિ વાળી, દ્વિદલીકૃત તથા ફળી અયિત થયેલી અને ભાંગેલી હોય અને તે પ્રાસુક અને એષણીય હોય અને ગૃહસ્થ આપે તો કારણ હોય તો સાધુ તેને ગ્રહણ કરે. લેવા ન લેવાના અધિકારવાળા આહાર વિશેષને કહે છે• સૂત્ર-339 : સાધુ-સાધ્વી યાવત્ જે ઔષધિ [અનાજ) ના વિષયમાં એમ જાણે કે શાલિ આદિની પલંબ (ધાણી-મમરા] ઘણાં ફોતરાવાળી વસ્તુ કે અધપત્ત કે ચૂર્ણ કે ચોખાન્ચોખાના લોટ એકવાર આગમાં રોકાયેલો કે આઈ કાચો છે તો તેને આપાસુક અને અષણીય માની મળે તો લે. પણ જો તેને બે-ત્રણ વખત સેકાયેલ અને પાસુક તથા એષણીય જાણે તો ગ્રહણ કરે. • વિવેચન : તે ભાવભિક્ષુ ગૃહસ્થને ઘેર પ્રવેશીને ઇત્યાદિ...પૃથફ શાલી કે ઘઉંને સેકીને ધાણી બનાવે, તેમાં તુષ વગેરેની બહુ જ હોય, ઘઉં વગેરે અર્ધપકવ બ્જેલા હોય, એક તરફ સેકાયેલ તલ-ઘઉં વગેરે કે ઘઉંનું ચૂર્ણ શક્ય હોય અથવા શાલી-વીહીને ચૂર્ણ કરેલ હોય કે કણકી આદિ હોય; આવું કોઈ પણ અનાજ એકવાર થોડું સેક્યું હોય, બીજા શસ્ત્ર વડે કુટેલું હોય પણ જો તે અપાસુક અને અનેષણીય માનતો હોય તો પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે. તેથી વિપરીત હોય તો ગ્રહણ કરે. એટલે અગ્નિ આદિથી વારંવાર સેક્યુ હોય કે પૂરેપૂરું કર્યું હોય, દુષ્પવાદિ દોષરહિત હોય અને તેને પ્રાસુક જણે તો પ્રાપ્ત થતા ગ્રહણ કરે. ગૃહસ્થને ત્યાં જવાની વિધિ • સૂઝ-33૮ - સાધુ કે સાળી ગૃહસ્થના ઘર પ્રવેશવા ઇચ્છતા હોય ત્યારે અન્યતીર્થિકો કે ગૃહસ્થ સાથે અથવા પારિહારિક અપારિહારિક સાથે ભિક્ષાને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ ન કરે કે ન નીકળે. એ જ રીતે બહાર વિચારભૂમિ કે વિહારભૂમિમાં પ્રવેશતા કે નીકળતા અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે અથવા રિહારિક પરિહારિક સાથે વિચારભૂમિ કે વિહાર ભૂમિમાં ન પ્રવેશે કે ન નીકળે. - x • એ જ રીતે એક ગામથી બીજે ગામ ન જાય. • વિવેચન : તે સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવા ઇચ્છે તો આ કહેવાનારા સાથે પ્રવેશ ન કરે, જે પ્રવેશ્યો હોય તેમની સાથે ન નીકળે. - x • તેમના નામ બતાવે છે :અન્યતીથિંક લાલ કપડા કે જવાળા બાવા વગેરે, ગૃહસ્થ-ભીખ ઉપર જીવનારા, બ્રાહ્મણ આદિ. તેમની સાથે પ્રવેશતા આ દોષો થાય છે. જેમકે તેઓ આગળ ચાલે અને સાધુ પાછળ જાય તો તેઓના કરેલ ઇર્યા પ્રત્યયનો કર્મબંધ લાગે અને પ્રવચનની લઘુતા થાય તથા તેઓને પોતાની જાતિનો અહંકાર થાય. જો સાધુ આગળ ચાલે તો તેઓને દ્વેષ ઉત્પન્ન થાય, જો દેનાર અભદ્રક હોય તો વસ્તુ વહેંચીને આપે. તેથી દુકાળ આદિમાં પૂરો આહાર ન મળતા નિવહ ન થાય. તે જ પ્રમાણે પરિહરણ તે પરિહાર. તે પરિવાર સહિત ચાલે તે પારિવારિક, એટલે પિંડદોષ ત્યાગથી ઉધતવિહારી અર્થાત્ સાધુ. તેના ગુણવાળા સાધુઓ પાસસ્થા, અવસ, કુશીલ, સંસક્ત, યથાવૃંદ સાથે ગોચરી ન જવું. તેમની સાથે જતાં અનેષણીય ભિક્ષા ગ્રહણ-અણહણ દોષ લાગે. જેમકે-અનેષણીય લે તો તેઓની પ્રવૃત્તિનો અનુજ્ઞાતા થાય ન લે તો તેમની સાથે અસંખડ આદિ દોષ લાગે. આ દોષો જાણી સાધુ ગૃહસ્થના ઘેર ગૌચરી માટે તેમની સાથે ન પ્રવેશે, ન નીકળે. તેમની સાથે બીજે જવાનો પણ નિષેધ કરે છે - તે સાધુને બહાર ને ચંડિલ [વિચાર] ભૂમિ તથા સ્વાધ્યાય [વિહાર] ભૂમિ જવું હોય તો અન્યતીચિંક આદિ સાથે દોષનો સંભવ હોવાથી ન જવું. જેમકે - ચંડિલ સાથે જતાં પાસુક જળ સ્વચ્છ, અસ્વચ્છ, ઘણું, થોડું હોય તેનાથી શુદ્ધિ કરતા ઉપઘાત સંભવે છે. સાથે સ્વાધ્યાય કરતા તેમને સિદ્ધાંત આલાપક ન રૂચે તો વિકથન કરે. - X • ફ્લેશનો સંભવ થાય માટે તેવા સાથે સાધુએ જવું-આવવું નહીં. તથા તે સાધુએ ગામ, નગરાદિમાં વિહાર કરતા અન્યતીથિંક સાથે જતા દોષનો સંભવ હોવાથી ન જવું. કેમકે માત્ર, ચંડિલ રોકતાં આત્મવિરાધના થાય અને વ્યસર્ગમાં પ્રાસુક-અપાસુકના ગ્રહણથી ઉપઘાત અને સંયમ વિરાધના થાય. એ પ્રમાણે ભોજનમાં પણ દોષ સંભવે છે. શિષ્યને કુમાર્ગે દોરે ઇત્યાદિ દોષ લાગે છે. હવે તેમના દાનનો નિષેધ કરે છે• સૂત્ર-336 - તે સાધુ કે સાદdી ગૃહરથના ઘેર પ્રવેશીને અન્યતીર્થિક કે ગૃહસ્થને તથા ઉણવિહારી સાધુ શિથિલાચારીને અરાન, પાન, ખાદિમ, વાદિમ આહાર ન પોતે આપે કે ન બીજ પાસે અપાવે. • વિવેચન : તે સાધુ ગૃહસ્થના ઘેર પ્રવેશેલ હોય કે ઉપાશ્રયમાં રહેલ હોય તો દોષનો સંભવ હોવાથી અન્યતીર્થિ આદિને અશનાદિ પોતે ન આપે કે બીજા ગૃહસ્થ પાસે અપાવે નહીં. કેમકે તેમને આપતા જોઈને લોકો એવું માને કે આ સાધુઓ આવા અન્યદર્શનીની દાક્ષિણ્યતા રાખનારા છે. વળી તેમને ટેકો આપવાથી અસંયમ પ્રવર્તાનાદિ દોષો જન્મે છે. પિંડાધિકારથી ‘અષણીય’ દોષ સંબંધી નિષેધ કહે છે– • સૂત્ર-૩૪૦ - સાધુ કે સાદdી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જાણે કે આ અનાદિ “આ સાધુ નિધન" છે એમ વિચારીને કોઈ એક સાઘર્મિક સાધુ માટે પ્રાણી-ભૂ-જીવન્સવનો આરંભ કરીને તૈયાર કર્યો છે, ઉદ્દિષ્ટ છે, ખરીધો છે, ઉધાર લીધો છે, છીનવેલો છે, બધાં સ્વામીની અનાજ્ઞા વિના આપેલ છે, સામો લાવે છે; તો તેવા પ્રકારના શાશનાદિ ચાહે તે ગૃહસ્થ બીજા પુરુષને આધિન કરેલ હોય કે પોતે જ આપી રહ્યો હોય, ઘરથી બહાર લાવ્યો હોય કે અંદર

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120