Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ ૧/૯/૧/૨૮૧ ત્યાગ કરનાર ભગવંત પરમાર્થદર્શી છે. મૂળગુણ બતાવી હવે ઉત્તરગુણ કહે છે– • સૂત્ર-૨૮૨ : આધાકર્મી આહારને કર્મબંધનું કારણ જાણી ભગવંત તેનું સેવન કરતા ન હતા. તે સંબંધી કોઈપણ પાપકર્મનું આચરણ ન કરતા ભગવંત પ્રાસુક 69 આહાર જ ગ્રહણ કરતા હતા. • વિવેચન : કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને કે પૂછ્યા વિના આધાકર્માદિ કંઈ કર્યું હોય તો ભગવંત લેતા નહીં. કેમકે તે લેવાથી સર્વ પ્રકારે આઠ જાતના કર્મો બંધાય તે તેમણે જોયું છે. તે પ્રકારના બીજા દોષ પણ સેવતા નથી તે બતાવે છે – જે કંઈ પાપોનું ઉપાદાન કારણ છે તે ભગવંત ન કરતા પણ પ્રાસુક-નિર્દોષનો જ ઉપભોગ કરતા હતા. વળી— • સૂત્ર-૨૮૩ ઃ ભગવંત બીજાના વસ્ત્રો વાપરતા ન હતા અને બીજાના પાત્રમાં ભોજન કરતાં ન હતા [કેમકે ચેલક અને કરપાત્રી હતા.] તેઓ અપમાનનો વિચાર કર્યા વિના દૈત્યરહિત થઈ ભોજનસ્થાનમાં ભિક્ષાર્થે જતા. • વિવેચન : ભગવંત પ્રધાન કે બીજાનું વસ્ત્ર વાપરતા નહીં, તથા બીજાના પાત્રમાં પણ ખાતા નહીં. તથા અપમાનને અવગણીને આહારને માટે - ૪ - આહારપાક સ્થાનોમાં કોઈનું શરણ લીધા વિના-દીનતારહિત થઈ આ મારો કલ્પ છે એમ જાણી પરીપહો જીતવા માટે જતા. • સૂત્ર-૨૮૪ : ભગવંત અશન-પાનના પરિમાણને જાણતા હતા. રસ લોલુપ ન હતા. તે માટે પ્રતિજ્ઞા પણ ન કરતાં. આંખમાં રજ પડે તો પ્રમાર્જના ન કરતા. ચળ આવે તો શરીર ખંજવાળા નહીં. • વિવેચન : ભગવંત આહારની માત્રા જાણતા હોવાથી માત્રાજ્ઞ છે. કયો આહાર ? ભાત વગેરે ખવાય તે ‘અશન', દ્રાક્ષપાનક આદિ પીવાય તે ‘પાન’. તેમાં લોલુપ ન હતા. વિગઈમાં આસક્ત ન હતા. ગૃહસ્થપણામાં પણ તેમને રસલોલુપતા ન હતી. - x - તથા રસના વિષયમાં પ્રતિજ્ઞા ન કરતા. જેમકે આજે સિંહકેસરા લાડુ જ લેવા. પણ અડદના બાકુળા લેવા તેવી પ્રતિજ્ઞા કરનારા. તથા આંખમાં પડેલ રજકણ આદિ દૂર કરવા આંખ પણ સાફ ન કરતા. ચળ આવે તો શરીરને કાષ્ઠાદિ વડે ખણતા નહીં. • સૂત્ર-૨૮૫,૨૮૬ ઃ [૨૮૫-] ભગવંત ચાલતી વખતે તિઈ કે પીઠ પાછળ જોતા ન હતા. કોઈ બોલાવે તો બોલતા નહીં, જયણાપૂર્વક માર્ગને જોતા ચાલતા. [૨૮૬-] દેવદુષ્ય-વસ્ત્ર છોડ્યા પછી શિશિર ઋતુમાં ભગવંત બંને બાહુ 2/7 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ફેલાવીને ચાલતા પણ સંકોચીને ખભા પર રાખતા ન હતા. • વિવેચન-૨૮૫,૨૮૬ : [૨૮૫-] અહીં ‘અલ્પ' શબ્દ અભાવ અર્થમાં છે. ભગવંત વિહારમાં તીરછી દિશામાં કે પીઠ પાછળ જોતા નથી. માર્ગે ચાલતા કોઈ પૂછે તો પણ બોલતા નથી. મૌન જ ચાલે છે. રસ્તે ચાલતાં પગ નીચે જીવોને પીડા ન થાય, તેની જ જ્યણા ૯૮ રાખતા હતા. [૨૮૬-] વળી દેવદૂષ્ય વસ્ત્ર છોડ્યા બાદ શિયાળામાં માર્ગે ચાલતા ભગવંત બંને બાહુ ફેલાવીને ચાલતા. પણ ઠંડીથી પીડાઈને હાથને સંકોચતા ન હતા કે પોતાના ખભે હાથ મૂકીને ઉભા ન રહેતા. હવે ઉપસંહાર કરતા કહે છે– • સૂત્ર-૨૮૭ : મતિમાન માહણ ભગવંત મહાવીરે આકાંક્ષા રહિત, નિષ્કામભાવે આ વિધિ અનુસરી, મુમુક્ષુઓ પણ તેને અનુસરે, તેમ હું કહું છું. • વિવેચન : આ વિહારનો વિધિ બતાવ્યો. તે વર્ધમાનસ્વામી તત્વજ્ઞાતા છે. કોઈ નિયાણું કર્યું નથી. ઐશ્વર્યાદિ ગુણયુક્ત છે. આ માર્ગ તેમણે આચર્યો છે. અન્ય મોક્ષાભિલાષી સાધુઓ સંપૂર્ણ કર્મક્ષય માટે આચરે છે. - ૪ - અધ્યયન-૯ ‘ઉપધાનશ્રુત' ઉદ્દેશો-૧ ‘“સ''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૯ ઉદ્દેશો-૨ “શય્યા” ૦ પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશમાં ભગવંતની ‘ચર્ચા' કહી. તે માટે અવશ્ય કોઈ શય્યા-વસતિમાં રહેવું પડે. તે બતાવવા આ ઉદ્દેશો છે. તેનું સૂત્ર કહે છે– સૂત્ર-૨૮૮ : [હે ભંતે!] ચર્ચા'ની સાથે આપે એક વખત આસન અને શયન બતાવેલા. આપ મને તે શયન-આસન કહો જેનું સેવન ભગવંત મહાવીરે કરેલું. • વિવેચન : ચર્યામાં જે જે શય્યા, આસન વગેરે જરૂરના હોય તે શય્યા, ફલક આદિ વિશે જંબુસ્વામીએ પૂછતા સુધર્માસ્વામીએ ભગવંતે સેવેલા શય્યા-આસન વર્ણવ્યા. • સૂત્ર-૨૮૯ થી ૨૯૧ : [૨૮૯-] ભગવંત કયારેક ખાલી ઘરોમાં, ધર્મશાળામાં કે પાણીની પરબોમાં, તો ક્યારેક દુકાનોમાં, લુહારની કોઢમાં કે ઘાસના બનાવેલા મંચોની નીચે રહેતા હતા.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120