Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ ૧/૯/-Iભૂમિકા આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ જૈનેતરનું શ્રત તે દ્રવ્યશ્રત અને ભાવકૃત તે અંગ ઉપાંગમાં રહેલા શ્રતમાં ઉપયોગ હોવો તે. હવે નામ સ્થાપનાને છોડીને દ્રવ્યાદિ ઉપધાન બતાવે છે– [નિ.૨૮રી સમીપમાં રહીને કરાય તે ઉપધાન. દ્રવ્યસંબંધી હોય તે દ્રવ્ય ઉપધાન. જેમકે પથારીમાં સુખે સુવા માટે ટેકા લેવાનું ઓશીકું તે દ્રવ્ય ઉપધાન છે. ભાવ ઉપધાન તે જ્ઞાન, દર્શન, ચામિ કે બાહ્ય અત્યંતર તપ છે. કેમકે તેના વડે ચારિત્ર પરિણત ભાવવાળાને ઉપસ્તંભન કરાય છે. તેથી અહીં જ્ઞાનાદિ ચારેનો અધિકાર છે. ચારિત્રના આધાર માટે તપનું ભાવ ઉપધાન શા માટે કહે છે ? [નિ.૨૮૩ - X - જેમ મેલું વસ્ત્ર પાણી વગેરેથી શુદ્ધ કરાય છે, તેમ જીવને પણ ભાવ ઉપધાનરૂપ બાહ્ય અત્યંતર તપ વડે આઠે કર્મચી શુદ્ધ કરાય છે. અહીં કર્મક્ષાયના હેતુ માટે ઉપધાન શ્રુતત્વથી તપતું ગ્રહણ કરેલ છે. તેના પર્યાયો જણાવે છે અથવા તપ અનુષ્ઠાન વડે અવધૂનનાદિ કર્મ ઓછા થવાના ઉપાય વિશેષને કહે છે [નિ.૨૮૪] તેમાં ‘અવધૂનન’ તે અપૂર્વકરણ વડે કર્મગ્રંથિના ભેદનું ઉપાદાના જાણવું. તે તપના કોઈપણ ભેદના સામર્થ્યથી આ ક્રિયા થાય છે. • x • ‘ધૂનન' તે ભિન્ન ગ્રંથિવાળાને અનિવૃત્તિકરણ વડે સમ્યકત્વમાં રહેવું. ‘નાશન' એટલે તિબુક સંક્રમણ વડે એક કર્મપ્રકૃતિનું બીજી પ્રકૃતિમાં સંક્રમણ થવું. ‘વિનાશન' એટલે શૈલેશી અવસ્થામાં સમસ્તપણે કર્મનો અભાવ કરવો. ‘ધ્યાપન' એટલે ઉપશમ શ્રેણિમાં કર્મનું ઉદયમાં ન આવવું. “પણ” તે અપ્રત્યાખ્યાનાદિ ક્રમ વડે ક્ષપકશ્રેણિમાં મોહાદિનો અભાવ કરવો. ‘શુદ્ધિ કર'. તે અનંતાનુબંધીના ક્ષય વડે ક્ષાયિક સમ્યકત્વ મેળવવું. | ‘છેદન' તે ઉત્તરોત્તર શુભ અધ્યવસાયમાં ચડીને ‘સ્થિતિ' ઘટાડવી. ‘ભેદન’ તે બાદર સંપરાય અવસ્થામાં સંજવલન લોભના ખંડ ખંડ કરવા. ‘ડણ’-તે ચોઠાણીયા રસવાળી અશુભ પ્રકૃતિને ત્રણ સવાળી આદિ બનાવવી. ‘દહન'-તે કેવલી સમુદ્ઘાત રૂપ ધ્યાન અગ્નિ વડે વેદનીય કર્મને ભસ્મ કરવું અને બાકીના કર્મને દોરડા માફક બનાવવું. ‘ધાવન” તે શુભ અધ્યવસાયચી મિથ્યાવા પુદ્ગલોને સમ્યકત્વભાવે બનાવવા. આ બધી કર્મ અવસ્થાઓ પ્રાયઃ ઉપશમ-ક્ષપક શ્રેણિ, કેવલિ સમુદ્યાત આદિના પ્રગટ કરવાથી પ્રગટ થાય છે. તે માટે તેનો આરંભ થાય છે. તેમાં ઉપશમશ્રેણિમાં પ્રથમ જ અનંતાનુબંધીની ઉપશમના કહેવાય છે. • x • તેમાં દર્શન સપ્તક એક વડે ઉપશમાય છે, તે કહે છે [આ અને હવેનું વર્ણન કમiણ આધારિત હોઈ અહીં સંરૂપમાં કહેલ છે, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોઈ, તેને વિશેષ જ્ઞાતા પાસેથી સમજવું.) ઉપરની ત્રણ લેશ્યા વિશુદ્ધ હોવાથી સાકાર ઉપયોગવાળો • x • અશુભ પ્રકૃતિને ઘટાડે છે અને શુભ પ્રકૃતિની વૃદ્ધિ કરે છે. પ્રત્યેક અંતમુહૂર્તના એવા ત્રણ કરણ કરે છે - યથાપતૃતકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. • x - યથા પ્રવૃત્તકરણમાં દરેક સમયે અનંતગુણ વૃદ્ધિવાળી, વિશુદ્ધિને અનુભવે છે. •x• અપૂર્વકરણમાં અપૂર્વ ક્રિયાને મેળવે છે. તેમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, સ્થિતિબંધ એ પાંચે અધિકાર પૂર્વે ન હતા તે હવે છે, માટે પૂર્વકરણ કહેવાય. પછી અનિવૃત્તિકરણ કરે. આ ત્રણ કરણ વડે અનંતાનુબંધી કષાયોને ઉપશમાવે. ઉપશમ - અનિવૃત્તિકરણ વડે કર્મરાજ શાંત થઈ જાય તે ઉપશમ, તે વખતે ઉદય, ઉદીરણા, સંક્રમ, નિuત, નિકાસનારૂપ કરણ થતા નથી. તેમાં પ્રથમ સમયે થોડાં કર્મદલિકો ઉપશાંત થાય, પછી અંતર્મુહર્તમાં વધતા ક્રમે બધું ઉપશાંત થાય. બીજા આચાર્યો આ વિષયમાં અનંતાનુબંધીની વિસંયોજના બતાવે છે. જેિ મૂળ વૃત્તિથી જાણવી.] હવે દર્શનગિકની ઉપશમના કહે છે, તેમાં મિથ્યાત્વનો ઉપશમક મિથ્યાષ્ટિ છે અથવા વેદક સમ્યગુËષ્ટિ છે. પણ સમ્યક્ત્વ કે સમ્યગ મિથ્યાત્વનો વેદક તે જ ઉપશમક છે. મિથ્યાત્વનો ઉપશમ કરતો ઉપશાંત મિથ્યાત્વી અને ઉપશમ સમ્યગુર્દષ્ટિ થાય છે ઇત્યાદિ. * * * * * [હવે વૃત્તિમાં કરાયેલ સંપૂર્ણ વર્ણન કર્મjણ કે કર્મપ્રકૃતિના અભયાસી પાસે સમજવું સલાહભર્યું છે. માત્ર ગુજરાતી અનુવાદથી પતિ સાથે નહીં સમજાય માટે તે સમગ્ર અનુવાદ અહીં નોધેલ વણી.] - x - એ રીતે અનુક્રમે ઉપરાંત વીતરાગ થયા છે. - x • ત્યાંથી તે પડે છે. એ રીતે • x • ઉપશમ શ્રેણિનું વર્ણન કર્યું. હવે ક્ષપકશ્રેણિને કહે છે. ક્ષપકશ્રેણિ આરંભક પહેલા ત્રણ કરણપૂર્વક અનંતાનુબંધી કષાયોને દૂર કરે છે. પછી મિથ્યાત્વને અને સમ્યગુ મિથ્યાવને પણ ખપાવે છે. એ રીતે અનુક્રમે - X - ક્ષાયિક સમ્યર્દષ્ટિ થાય છે. અપમત્તગુણસ્થાન સુધી આ સાત પ્રકૃતિ અપાવે છે. પછી જેને આયુષ્યનો બંધ થયો નથી તે કષાય અષ્ટકને ખપાવવા ત્રણ કરણ આરંભે છે. • x • આઠે કષાયોનો ક્ષય થાય છે. જો કે અહીં બે આચાર્યોના ભિન્ન ભિન્ન મત છે.] મોહનીય કર્મપ્રકૃત્તિ ખપાવ્યા બાદ જ્ઞાનવરણીયની, દર્શનાવરણીયની તથા યશકીર્તિ, ઉચ્ચગોત્ર મળી ૧૬ પ્રકૃત્તિનો બંધ વવચ્છેદ કરે છે. પછી ક્ષીણ મોહી બનીને અંતમુહૂર્તના અંતના છેલ્લા સમયમાં બાકી પ્રકૃતિ ખપાવીને • x • કેવળી બને છે. માત્ર સાતાવેદનીય કર્મને સયોગી ગુણસ્થાન સુધી બાંધે છે. જ્યારે અંતર્મુહd આય બાકી રહે ત્યારે કેવલી ભગવંતો વેદનીય કર્મ ઘણું વધુ બાકી છે તેમ જાણે તો તે બંનેની સ્થિતિ સમાન કરવા કેવલીસમુઠ્ઠાત કરે છે. કેવળી સમુદ્ધાતનું વર્ણન (સંક્ષેપમાં] - પહેલા સમયે ઉંચે-નીચે (આત્મપદેશને) દંડ આકારે ફેલાવે. બીજા સમયે તીર્જી દિશામાં લોકાંત પુરવા માટે કપાટ બનાવે. ત્રીજા સમયે ખૂણાઓ પૂરવા મન્થાન બનાવે, ચોથા સમયે તા પુરવા નિકુટ બનાવે. પછી ચાર સમયમાં ઉલટા ક્રમે આ યોગવેપારને સંકલે. પછી યોગ નિરોધ કરે. યોગ નિરોધનું વર્ણન [સંક્ષેપમાં] - પહેલા બાદર મનોયોગને રોકે, પછી

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120