Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 59
________________ ૧/૯/-/ભૂમિકા ૧ બાદર વચનયોગ, પછી બાદર કાયયોગને રોકે. પછી સૂક્ષ્મ મનોયોગ અને સૂક્ષ્મ વચનયોગને રોકે. પછી સૂક્ષ્મકાય યોગને રોકતો અપ્રતિપાતિ નામક શુક્લધ્યાનના ત્રીજા ભેદને આરોહે અને એ રીતે છેલ્લે અનિવૃત્તિ નામના શુક્લધ્યાનના ચોથા પાયાને આરોહે, એ રીતે અયોગી કેવલી ભાવને પામે. ક્રમશઃ શેષ કર્મપ્રકૃતિઓને ખપાવે. [ઈ કર્મપ્રકૃતિ ક્યા ક્રમે ખપાવે તે જાણવા વૃત્તિ જોવી અને વૃત્તિના અર્થને પ્રકૃતિના જાણકાર પાસે સમજવો હિતાવહ છે]. એ રીતે સંપૂર્ણ કર્મ ક્ષય કર્યા પછી શીઘ્રતાથી અસ્પર્શ ગતિએ એકાંતિક, આત્યંતિક, અનાબાધ લક્ષણવાળા સુખને અનુભવતો સિદ્ધિ સ્થાનમાં પહોંચે. હવે ઉપસંહાર કરતા - x - બીજા જીવોને બતાવે છે કે– [નિ.૨૮૪] આ પ્રમાણે ઉક્ત વિધિએ જ્ઞાનાદિ ભાવઉપધાન કે તપને વીર વર્ધમાનસ્વામીએ સ્વયં આદર્યો છે, તે બીજા પણ મુમુક્ષુ આદરે. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. ૐ અધ્યયન-૯ ઉદ્દેશો-૧ ‘ચર્ચા' • હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે— • સૂત્ર-૨૬૫ ઃ જે રીતે શ્રમણ ભગવન્ કર્મક્ષય માટે તૈયાર થયા. વસ્તુ સ્વરૂપ જાણી હેમંતઋતુમાં દીક્ષા લઈ તત્કાળ વિહાર કર્યો; એ સર્વ વૃત્તાંત મેં જેવું સાંભળેલ છે, તે તમને કહીશ. • વિવેચન : જંબુસ્વામીએ પૂછતા આર્ય સુધર્માસ્વામી કહે છે, શ્રુત કે સૂત્ર મુજબ હું કહીશ. તે આ પ્રમાણે – તે શ્રમણ ભગવંત વીર વર્ધમાન સ્વામી ઉધત વિહાર સ્વીકારી, સર્વ અલંકાર ત્યાગ કરી, પંચમુષ્ટી લોચ કરી, ઇન્દ્રે મૂકેલ એક દેવદૂષ્ય ધારણ કરી, સામાયિકની પ્રતિજ્ઞા કરી, મન:પર્યવજ્ઞાની થઈ આઠ પ્રકારના કર્મ ખપાવવા અને તીર્થ પ્રવર્તાવવા માટે તૈયાર થઈને; તત્વ જાણીને હેમંતઋતુમાં માગસર વદ-૧૦ના પશ્ચિમ દિશામાં સૂર્ય જતા [પાછલા પ્રહરે] દીક્ષા લઈને વિહાર કર્યો. કુંડગ્રામથી અન્તર્મુહૂર્વ શેષ દિવસ રહેતા કર્મારગામે ભગવંત આવ્યા. પછી– અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરીને ઘોર પરીષહ-ઉપસર્ગ રાહત કરીને મહાસત્વપણે મ્લેચ્છોને પણ શાંતિ પમાડતા બાર વર્ષથી કંઈક વધુ છાસ્થપણે મૌનવ્રતી થઈ તપ આદર્યો. - અહીં સામાયિક વ્રત ઉચ્ચરતા જ ઇન્દ્રે ભગવંત ઉપર દેવષ્ય મૂક્યું. તેથી ભગવંતે પણ નિઃસંગ અભિપ્રાય વડે જ ધર્મોપકરણ વિના બીજા મુમુક્ષુથી ધર્મ થવો અશક્ય છે એ કારણે મધ્યસ્થવૃત્તિથી તે વસ્ત્ર ધારણ કર્યું. પણ તેના ઉપભોગની ઇચ્છાથી નહીં. આ જ વાત બતાવવા કહે છે— • સૂત્ર-૨૬૬ થી ૨૬૮ : [૨૬૬-] ભગવંતે એવું ન વિચાર્યું કે, હું હેમંતઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ. કેમકે ભગવંત જીવનપર્યંત પરીષહોને સહન કરનારા હતા. ૯૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભગવંતનું [વસ્ત્ર ધારણ કરવું] તે તેમની અનુધર્મિતા જ હતી. [૨૬૭-] દીક્ષા અવસરે ભગવંતને શરીરે લગાડાયેલ સુગંધી દ્રવ્યોને કારણે ભ્રમર આદિ આવીને તેમના શરીર પર ચઢી જતાં, ફરતા અને ડંખ મારતા હતા. આ ક્રમ ચાર માસ કરતા વધુ સમય ચાલ્યો. [૨૬૮-] એક વર્ષ અને સાધિક એક માસ ભગવંતે વસ્ત્રનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્ર છોડીને તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. • વિવેચન-૨૬૬ થી ૨૬૮ : [૨૬૬-] ભગવંતે વિચારેલ કે, ઇન્દ્રે આપેલ આ વસ્ત્ર વડે મારા શરીરને ઢાંકીશ નહીં, શિયાળામાં તે વસ્ત્ર વડે શરીરનું રક્ષણ નહીં કરું કે લજ્જા માટે વસ્ત્ર ધારણ નહીં કરું. તે ભગવંત કેવા છે ? તે કહે છે— તે ભગવંત પ્રતિજ્ઞાને પૂરી કરે છે અથવા પરીષહો કે સંસારનો પાર પામે છે. કેટલો કાળ ? જીવનપર્યન્ત. વસ્ત્ર શા માટે રાખે છે ? તે વસ્ત્ર ધારણ કરવાથી એમ બતાવ્યું કે - તે અનુધર્મીપણું છે. બીજા તીર્થંકરોએ તે આચરણા કરી છે. આગમમાં પણ કહ્યું છે કે— પૂર્વે જે અનંતા તીર્થંકરો થયા, જેઓ હાલ છે અને ભાવિમાં થશે તે દીક્ષા લઈને ઉપધિવાળો ધર્મ શિષ્યને બતાવવો એ ધર્મનો માર્ગ છે એમ જાણી એક દેવદૃષ્ય સ્વીકારી દીક્ષા લેતા, દીક્ષા લે છે, દીક્ષા લેશે. વળી કહ્યું છે કે, વસ્ત્રસહિત ધર્મના વિશેષપણાથી બીજા તીર્થંકરોએ શિષ્યના વિશ્વાસ માટે વસ્ત્ર ધારણ કર્યું છે, લજ્જાને માટે નહીં. ભગવંતે દીક્ષા લીધી ત્યારે દેવતાએ સુગંધીનું વિલેપન કરેલું. તેની સુગંધથી ખેંચાઈને આવેલા ભમરાદિ જે પીડા આપી તે કહે છે– [૨૬૭-] ચાર મારાથી પણ અધિક સમય ભમરા આદિ ઘણાં પ્રાણીઓ આવીને શરીર પર ચડી ડંખ મારતા હતા અને માંસ લોહીના અર્થી બનીને કરડીને આમતેમ દુઃખ દેતા હતા. તે દેવદૂ ક્યાં સુધી રહ્યું ? [૨૬૮-] ઇન્દ્રે આપેલ વસ્ત્ર તેર માસથી વધુ સમય ભગવંત તે વસ્ત્ર યુક્ત રહ્યા. તેનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્રનો ત્યાગ કરી, વોસિરાવીને તે અણગાર ભગવંત અચેલક રહ્યા. તે સુવર્ણવાલુકા નદીના પૂરમાં આવેલ કાંટામાં ભરાયુ અને બ્રાહ્મણે ગ્રહણ કર્યું. વળી− સૂત્ર-૨૬૯ થી ૨૭૧ : [૨૬૯-] ભગવંત પૌરુષી અર્થાત્ આત્મ પ્રમાણથી તિર્થંગ ભિત્તિએ માર્ગન ઉપયોગપૂર્વક જોતા ચાલતા હતા. આ રીતે તેમને ગમન કરતા જોઈને ભયભીત બનેલા બાળકો મારો મારો કહી કોલાહલ કરતા. [૨૭૦-] ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહ્વળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી, પણ ભગવંત તેને કલ્યાણ માર્ગમાં વિઘ્ન કરનાર જાણી, મૈથુન સેવન ન કરતા. આત્મામાં લીન બની ધ્યાન કરતા.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120