Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ ૧૮/૬/૨૩૪ ૫ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અધ્યવસાયરૂપ જવાલાને શાંત કરવી. તેમ કરીને કર્મક્ષયરૂપ ફલક અથવા ફલક એટલે પાટીયું, તેની માફક - x - છોલીને કુલગાયવઠ્ઠી બને. અથવા દુર્વચન વડે છોલાવા છતાં કષાય અભાવે ફલક માફક રહે. • x - આવો સાધુ પ્રતિદિન સાકાર ભક્ત પ્રત્યાખ્યાયી, બળવાન, રોગ આવે મરણમાં ઉધમી બની, શરીર સંતાપરહિત બની, વૈયદિથી યુક્ત મહાપુરુષે આચરેલ માર્ગે ઇંગિતમરણ સ્વીકારે. વાર્થ • સૂત્ર-૨૩૫ - ઉકત મુનિએ ગામ, નગર, ખેડ, કસબો, મર્ડબ, પાટણ, બંદર, આકર, આશ્રમ, સંનિવેશ, નિગમ કે રાજધાનીમાં પ્રવેશ કરીને ઘાસની યાચના કરવી, ઘાસ લઈને એકાંત સ્થાને જવું. ત્યાં ઇંડા, પાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીના દર લીલફૂગ, ભીની માટી, કરોળિયાના જાળા આદિથી રહિત જમીનનું વારંવાર પડિલેહણ અને પ્રમાર્જન કરે. ઘાસની શય્યા બનાવે. ત્યાં ઇંગિતમરણ સ્વીકારે. તે સત્ય છે, તે સત્યવાદી, પરાક્રમી, સંસારથી તરેલા સમાન, ‘કેમ કરીશ’ એવા ડર અને નિરાશાથી રહિત, સારી રીતે વસ્તુના સ્વરૂપને જણનાર, સાંસારિક બંધનોથી મુકત, શરીરમમત્વ ત્યાગીને અનેક પરીષહ ઉપસનિી અવગણના કરી, તથા સર્વજ્ઞપણીત આગમમાં શ્રદ્ધા કરી આ ઘોર અનશનનું અનુપાલન કરે. આવું મરણ કાલપર્યાયની સમાન છે, • યાવત્ અનુગામિક છે એમ હું કહું છું. • વિવેચન : બુદ્ધિ આદિ ગુણોનો પ્રસે અથવા અઢાર કરો જ્યાં લેવાય, તે ગામ. જ્યાં કર ન હોય તે ન-કર નિગર). ધૂળના ઢગલાથી કોટ બનાવ્યો હોય તે ખેટ. નાના કોટથી વીટાયેલું તે કર્બટ. અઢી ગાઉને આંતરે ગામ હોય તે મડંબ. પાટણ બે પ્રકારે-જેમકે જલ પત્તન તે કાનાદ્વીપ, સ્થળ પતન તે મયુસ. દ્રોણમુખ તે જળ-સ્થળ નિગમ પ્રવેશ જેમકે ભરૂચ. સોના ચાંદીની ખાણ છે આકર. તાપસ આદિનો મઠ તે આશ્રમ, યાત્રાર્થે મળેલા માણસોનો આવાસ તે સંનિવેશ. ઘણા વેપારીનો આવાસ છે તૈગમ. રાજાને રહેવાનું સ્થાન તે રાજધાની. - આ ગામ આદિ કોઈપણ સ્થાને જઈને ઘાસની યાચના કરે. શા માટે ? સંથારો કરવા માટે પ્રાસુક દર્ભ, વીરણ આદિ કોઈ ગામ આદિમાં જઈને તેના માલિકની આજ્ઞા લઈને સુકું ઘાસ લે, તે લઈને એકાંત ગિરિગુફામાં જઈ પાસુક સ્પંડિત ભૂમિ શોધે. કઈ રીતે ? તે કહે છે. જ્યાં કીડી આદિના ઇંડા ન હોય, બેઇન્દ્રિય જીવો ન હોય, નીવાર આદિ બીજો ન હોય, લીલું ઘાસ દુવ આદિ ન હોય, તથા ઉપર કે અંદર ઠારતું પાણી પડેલું ન હોય, વરસાદનું કે નીચેનું પાણી ત્યાં પડેલું ન હોય, કીડીયારું-સેવાળતુર્તની પાણીથી પલાળેલી માટી - કરોળીયાનાં જાળાં રહિત નિર્દોષ જગ્યા હોય તેવી સ્પંડિત ભૂમિમાં ઘાસ પાથરે. કેવી રીતે ? તે ભૂમિને આંખ વડે બરોબર જોઈને જોહરણ આદિ વડે પ્રમાઈને સંથારો પાથરે. પછી મળ-મૂત્ર માટેની ભૂમિને બરોબર જોઈને સંચારામાં પૂર્વાભિમુખ બેસીને હાથમાં જોહરણ લઈ લલાટે સ્પર્શીને સિદ્ધને નમસ્કાર કરી, પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી - x • પાદપોપગમત અપેક્ષાથી - x • ઇંગિતમરણ આદરે. જિનકભી આદિ મુનિને બીજા કાળમાં પણ સાકાર પ્રત્યાખ્યાનનો સંભવ નથી, તો પ્રત્યાખ્યાન જેવા અંતિમ વખતે સાકારનો સંભવ ક્યાંથી હોય ? ઇવરકથિત પ્રત્યાખ્યાન રોગી શ્રાવક કરે. જેમકે - જો હું આ રોગથી પાંચ દિનમાં મૂકાઈશ તો ભોજન કરીશ, અન્યથા નહીં. તે આ ઇવર છે પણ ઇંગિત મરણ તો ધૈર્ય આદિ બળવાળો પોતાની મેળે જ પડખું ફેરવવું આદિ ક્રિયા કરનાર માવજીવ ચારે આહારનો ત્યાગ કરે છે. કહ્યું છે કે, ચારે આહારનું ગુરુ પાસે નિયમથી પ્રત્યાખ્યાન કરે, ઇંગિત ભાગમાં ચેષ્ટા પણ નિયમથી કરે. પડખું બદલે, કાયિક આદિ ક્રિયા પણ જાતે કરે, તે વૈદિવાળો બીજા પાસે ન કરાવે. પ્રશ્ન - તે ઇંગિત મરણ કેવું છે ? અને કોણ કરે ? તે કહે છે– ઇંગિત મરણ સત્ પુરુષોનું હિત કરે છે, સત્ય છે - સદ્ગતિમાં જવામાં તે અવિસંવાદપણે હોવાથી તથા સર્વજ્ઞના ઉપદેશથી સત્ય-તથ્ય છે. તથા પોતે પણ સત્ય બોલનાર હોવાથી સત્યવાદી છે. ચાવજીવ ચોક્ત અનુષ્ઠાનાદિ યથા આરોપિત પ્રતિજ્ઞાનો ભાર ઉપાડવા સમર્થ હોવાથી સત્યવાદી છે. રાગદ્વેષરહિત છે. સંસાર સાગરને તર્યા છે. • x - સણ આદિની વિકથા કોઈ રીતે ન કરવાનું નક્કી કરવાથી છિન્ન કર્થક છે. અથવા ઇંગિત મરણ પ્રતિજ્ઞા કેવી રીતે પાર ઉતારીશ ? એવી કથા છેદી નાંખવાથી છિન્ન કયંકચ છે. - ૪ - તેણે અતિશયથી જીવાદિ પદાર્થોને જાણી લીધા છે માટે તે અતીતાર્થ કે આદવાર્ય છે. અથવા સમસ્તપણે અર્યો અતિકાંત કર્યા છે -x• તે ઉપરત વ્યાપારવાળો છે. * * * * તે અનાતીત છે. તેણે સંસાર અનાત કર્યો છે - તે સંસાર સમુદ્રનો પારગામી છે. આવો સાધુ ઇંગિત મરણ સ્વીકારે. પ્રતિક્ષણે ક્ષય પામતા બિંદુર શરીરનો મોહ છોડીને કર્મ સંબંધથી આવેલ ઔદારિક શરીરનો ત્યાગ કરે. તથા વિવિધ પરીષહ-ઉપસર્ગોને સહન કરે. તેમ કરીને આ સર્વજ્ઞપ્રણીત આગમમાં વિશ્વાસ રાખીને અવિસંવાદના અધ્યવસાયપણાથી કાયર પુરષોથી વિચારી પણ ન શકાય તેવું ભયાનક અનુષ્ઠાનરૂપ ઇંગિતમરણ પોતે સ્વીકાર્યું છે. જો કે તે તેણે રોગના કારણે સ્વીકાર્યું છે, તો પણ તેનો લાભ કાલપર્યાય આપત તુલ્ય જ છે. તે બતાવે છે - રોગ પીડાના કારણે મરણ સ્વીકાર્યું છતાં તેનો લાભ લાંબા કાળ જેટલો જ છે. તે કાલજ્ઞ સાધુને આ જ કાલપર્યાય છે. કર્મનો ક્ષય બંનેમાં સમાન જ છે. • x • x • ઇત્યાદિ પૂર્વવતું. અધ્યયન-૮ “વિમોક્ષ' ઉદ્દેશો-૬ “એકત્વભાવના-ઇંગિતમરણ”નો. | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120