Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ ૧૮/૮/૧૪૩ ૮૨ કરે. જીવન કે મરણ બે માંથી એકેમાં આસકત ન થાય. • વિવેચન : વળી સંલેખનામાં રહેલ મુનિ પ્રાણ ધારણરૂપ જીવિતને ન ચાહે તથા ભૂખની વેદનાથી કંટાળીને મરણની પ્રાર્થના ન કરે. જીવન કે મરણમાં સંગ (ધ્યાન ન રાખે. તે સાધુ કેવા હોય ? કહે છે– • સૂત્ર-૨૪૪ થી ૨૪૭ : [૨૪] તે મધ્યસ્થ અને નિર્જરપેક્ષી મુનિ સમાધિનું પાલન કરે. અભ્યતર અને બાહ્ય ઉપધિનો ત્યાગ કરી શુદ્ધ આધ્યાત્મ એષણા કરે. રિ૪] તે પોતાના આયુષ્યના ક્ષેમમાં જરાપણ ઉપક્રમ જાણે તો સંલેખનાના મધ્યમાં જ પંડિત ભિક્ષુ જલ્દી પંડિત મરણને સ્વીકારે. રિ૪] તે સાદક ગામ કે નિર્જન ભૂમિમાં જઈને ડિલ ભૂમિની પડિલેહણા કરે, તેને જીવ-જંતુ રહિત જાણીને તૃણ સંથારો બિછાવે. [૨૪] ત્યાં આહારનો ત્યાગ કરી, તેના પર સૂવે. આવનાર પરીષહઉપસીને સહન કરે. મનુષ્યકૃત ઉપસર્ગોમાં પણ મર્યાદા ન ઓળંગે. • વિવેચન-૨૪૪ થી ૨૪૭ : [૨૪૪] રાગ-દ્વેષની મથે રહે તે મધ્યસ્થ. અથવા જીવિત-મરણની આકાંક્ષા રહિત તે મધ્યસ્થ. નિર્જરાની અપેક્ષા રાખે તે નિર્જરાપેક્ષી. આવો મધ્યસ્થ, નિર્જરા પ્રેક્ષી સાધુ જીવનમરણની આશંસા સહિત મરણસમાધિની અનુપાલના કરે થતું કાલપર્યાય વડે આવેલા મરણ વખતે સમાધિસ્થ રહી પાલન કરે. અંદરના કષાયો તથા બહારના શરીર ઉપકરણાદિ ત્યાગી અંત:કરણ શુદ્ધ કરે. રાગદ્વેષ રહિત થાય. [૪૫] વળી ઉપક્રમણ તે ઉપાય. તેવા કોઈ ઉપાયને જાણે. કોનો ઉપક્રમ ? આયુષ્યનું સભ્યપાલન, તેનો. તે આયુ કોના સંબંધી છે ? તે આત્માનું. અર્થાત આત્મા પોતાના આયુષ્યનો ક્ષેમથી પ્રતિપાલન માટે જે ઉપાયને જાણે તે તેને શીઘા શીખવે. • x • તે સંલેખનીકાળમાં અર્ધ સંલેખનામાં જ શરીરમાં વાયુ આદિ કારણે શીઘ જીવલેણ રોગ ઉત્પન્ન થાય તો સમાધિમરણને વાંછતો તેના ઉપશમના ઉપાયને એષણીય વિધિએ અવૃંગાદિ કરે. ફરી સંલેખના કરે. અથવા આત્માના આયુને જે કંઈ ઉપક્રમણ - X • ઉપસ્થિત થયું જાણે તો તે સંલેખના કાળ મળે અવ્યાકુળ મતિવાળો બનીને શીઘ જ ભક્ત પરિજ્ઞાદિ બુદ્ધિમાન સાધુ આદરે. [૨૪૬] સંલેખના વડે શુદ્ધકાય બનીને મરણકાળ આવેલો જાણી શું કરે ? તે કહે છે, ગ્રામ શબ્દથી અહીં ઉપાશ્રય-વસતિ અર્થ લેવો. વસતિ જ સ્પંડિલ ભૂમિ છે, તેનું પડિલેહણ કરે અથવા ઉપાશ્રય બહાર ઉધાન, ગિરિગુફા કે અરણ્યમાં સંથારાની ભૂમિ જોઈને તે પ્રાણિરહિત જાણી, ગામ વગેરેથી યાચિત પાસુક દર્ભ આદિ સુકા ઘાસમાં યથોચિત કાળને જાણનાર સાધુ સંથારો કરે. [૨૪] ઘાસ પાથરીને શું કરે ? તે કહે છે - આહાર રહિત એવો અણાહારી 2િ/6] આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર બને, યથાશક્તિ, યથા-સમાધિ ત્રણ કે ચાર આહારનું પ્રત્યાખ્યાન કરી, પંચ મહાવત કરી આરોપે. પ્રાણી સમૂહને ખમાવે, સુખદુ:ખમાં સમભાવ રાખે. પૂર્વે ઉપાર્જિત પુણ્યથી મરણ વડે ન ડરે. સંથારામાં પડખાં ફેરવે. દેહ મમત્વ ત્યાગી હોવાથી પરીષહ-ઉપસર્ગ આવે તેને સમ્યકતયા સહપ્ત કરે. તેમાં મનુષ્યઋતુ અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ ઉપસર્ગ આવતા મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. પુત્ર શ્રી આદિ સંબંધી આર્તધ્યાનને વશ ન થાય. પ્રતિકુળ ઉપસર્ગો આવે તો ક્રોધથી હણાયેલો ન થાય - તે દર્શાવે છે. • સૂત્ર-૨૪૮ થી ૫૦ - [૨૪૮] તે સંથારા આરાધકનું કીડી આદિ ફરતા જંતુઓ, ગીધ આદિ ઉડતા પક્ષીઓ કે બિલમાં રહેનારા પાણી માંસ ખાય કે લોહી પીએ તો પણ તે મુનિ તેમની હિંસા ન કરે કે દૂર ન કરે. ર૪૯] [તે આરાધક મુનિ વિચારે કે આ પ્રાણીઓ મારા દેહની જ હિંસા કરે છે, જ્ઞાનાદિ ગુણોની નહીં. તે સ્થાનથી બીજે ક્યાંય ન જાય. આ સવોથી દૂર રહી તૃપ્તિ અનુભવતો તે વેદના સહન કરે. [૫૦] તે બાહ્ય અભ્યતર ગ્રંથિને છોડી આયુષ્ય કાળનો પારગામી બને. અહીં સુધી ભકતપરિજ્ઞાનું કથન કર્યું. હવે ઇંગિતમરણ કહે છે - આ ઇંગિતમરણ ગીતાર્થ સંયમી સાધકે ગ્રહણ કરવા યોગ્ય છે. • વિવેચન-૨૪૮ થી ૨૫૦ : રિ૪૮] સંસર્પત કરે તે કીડી, ક્રો વગેરે પ્રાણી છે. ઊંચે ઉડનાર ગીધ વગેરે છે. નીચે રહેનાર બિલવાસી સાપ વિગેરે છે. આ રીતે વિવિધ પ્રકારના પ્રાણી તથા સિંહ, વાઘ આદિ આવીને માંસ ભક્ષણ કરે, ડાંસ મચ્છર આદિ લોહી પીએ તે સમયે તે જીવોને આહારાર્થે આવી જાણીને ‘અવંતિસુકુમાર' માફક તેમને હણે નહીં, તેમ જોહરણાદિ વડે દૂર કરીને તે પ્રાણીને ખાવામાં અંતરાય ન કરે. | (ર૪૯] વળી આવેલા પ્રાણી મારા દેહને હણશે, માસ જ્ઞાન, દર્શન, ચારિત્રને નહીં; તેમ વિચારી કાયાનો મોહ છોડેલ હોવાથી. તેમને ખાતાં અંતરાયના ભયથી પોતે ન રોકે, ભયને કારણે તે સ્થાનથી બીજે ન ખસે. કેવો બનીને ? પ્રાણાતિપાતાદિ આશ્રવો કે વિષય-કપાયાદિ વડે પૃચમ્ થઈ શુભ અધ્યવસાયવાળો બનીને તેમનાથી ખવાવા છતાં અમૃત આદિ વડે તૃપ્ત થયેલાની માફક તેઓએ કરેલી વેદનાને સહે. [૫૦] વળી બાહ્ય અત્યંતર ગ્રંથ તથા શરીર રાગાદિથી પોતે દૂર રહી તથા અંગ ઉપાંગ વગેરે જૈન આગમથી આત્માને ભાવતો ધર્મશુલ ધ્યાનમાં રક્ત બનીને મૃત્યુ કાલનો પારગામી બને એટલે જ્યાં સુધી છેવટના શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી તેવી સમાધિ રાખે. • x • આ ભક્ત પ્રત્યાખ્યાન મરણથી મોક્ષ કે સ્વર્ગને પ્રાપ્ત કરે. ભકતપરિજ્ઞા કહી હવે શ્લોકાર્ધ વડે ઇંગિત મરણ કહે છે. જેમકે - પ્રકર્ષથી ગૃહિતાર તે પ્રગૃહીતતર છે. હવે કહેવાનાર ઇંગિતમરણ છે, તે ભકતપત્યાખ્યાન સદેશ નિયમથી જ ચાર આહારનું પ્રત્યાખ્યાન છે તથા ઇંગિત પ્રદેશમાં સંથારાની જગ્યામાં જ વિહાર લેવાથી વિશિષ્ટતર ધૃતિ આદિથી યુક્ત હોય તે જ પ્રકથિી,

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120