Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૮/૭/૨૩૬
૬ અધ્યયન-૮ ઉદ્દેશો-૭ “પાદપોપગમન” ૬
o છઠ્ઠો ઉદ્દેશો કહ્યો. હવે સાતમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશા૬ માં એકqભાવના ભાવનાર પ્રતિ આદિ યુકતનું ઇંગિતમરણ બતાવ્યું. અહીં તે જ એકવ ભાવના પ્રતિમાઓ વડે બતાવે છે - X • તથા વિશિષ્ટતર સંઘયણવાળા પાદપોપગમન પણ કરે. એ સંબંધથી આવેલ ઉદ્દેશકનું પહેલું સૂત્ર કહે છે
• સૂત્ર-૨૩૬ -
જે ભિક્ષુ અલકલામાં સ્થિત છે, તેને એવો વિચાર હોય છે કે, હું તૃણ સ્પર્શ, શીત સ્પર્શ, ઉણ સ્પર્શ, ડાંસ-મચ્છર સ્પર્શ સહન કરી શકું છું. એક કે અનેક પ્રકારની વિવિધરૂપ વેદનાને સહન કરી શકું છું. પણ લજાના કારણે વસ્ત્રાનો ત્યાગ કરવા અસમર્થ છું. એવા સાધુને કટિવસ્ત્ર (ચોલપર5) ધારણ કરવું કહ્યું છે.
• વિવેચન :
જે સાધ પ્રતિમાધારી હોય અને અભિગ્રહ વિશેષથી અોલપણે સંયમમાં રહેલ હોય, તે ભિક્ષને આવો અભિપ્રાય થાય કે હું ધૃતિ આદિ યુક્ત હોવાથી વૈરાગ્ય ભાવનાથી ભાવિત અંત:કરણવાળો છું અને આગમ વડે પ્રત્યક્ષીકૃત નાટક, તિર્યંચ વેદના અનુભવ છે અને મોક્ષ રૂપ મોટું ફળ લેવું છે તેથી તૃણ સ્પર્શ તો મને કંઈજ દુ:ખ દેનાર લાગતો નથી. તથા શીત, ઉષ્ણ, ડાંસ, મશક પરીષહ સહેવાં પણ હું સમર્થ છું. એક કે અનેક જાતના અનુકૂળ-પ્રતિકૂળ વિવિધ સ્પર્શે પણ હું સહન કરી શકું છું. પરંતુ લજ્જાને કારણે ગુઘપ્રદેશ ઢાંકવાની જરૂર હોવાથી તે હું છોડવા ઇચ્છતો નથી.
આ સ્વાભાવિક લજ્જાથી અથવા સાધનના વિકૃત રૂપપણાથી તે સાધુને ચોળપટ્ટો પહેરવો કલો છે. તે પહોળાઈમાં એક હાથ ચાર આંગળ અને લંબાઈમાં કેડ પ્રમાણ હોય તેવો એક નિંગ રાખે. પણ જો તેવાં કારણો ન હોય તો અયેલપણે જ વિહાર કરે, અયેલપણે શીત આદિ સ્પર્શ સારી રીતે સહન કરે. તે બતાવે છે
• સૂત્ર-૨૩૭ :
અથa અલકવમાં વિચરનાર સાધુ જે તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષણસ્પર્શ, દંશમશગ સ્પર્શ અનભવે, એક યા અનેક પ્રકારે કષ્ટો આવે તેને સારી રીતે સહન કરે, અલક સાધુ લાઘવતા પ્રાપ્ત કરે - ચાવ4 • સમભાવ રાખે.
• વિવેચન :
એવું કારણ હોય તે સાધુ વસ્ત્ર ધારણ કરે. પોતે લજ્જા ન પામે તો અચેલ રહી સંયમ પાળે. સંયમમાં અ-ચેલપણે વિચરતા તેને તૃણસ્પર્શે દુ:ખ આપે, ઠંડીગરમી-ડાંસ-મશકના સ્પર્શે દુ:ખ દે. એક કે અનેક જાતના વિરૂપ સ્પર્શે ભોગવવા છતાં પોતે અચેત રહી લાઘવપણું માને ઇત્યાદિ અર્યો પૂર્વે કહ્યા છે - યાવત - સમ્યવને સારી રીતે જાણે. વળી પ્રતિમાધારી સાધુ જ વિશિષ્ટ અભિગ્રહ લે. તે આ
૩૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રમાણે - હું બીજા પ્રતિમાઘારી મુનિઓને કિંચિત્ આપીશ કે તેમના પાસેથી લઈશ. ઇત્યાદિ અભિગ્રહની ચઉભંગી કહે છે–
• સૂટ-૨૩૮ :
કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું બીલ મુનિઓને આશનાદિ લાવી આપીશ અને બીજ મુનિ દ્વારા લાવેલ આશનાદિ સ્વીકારીશ (૧).
કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી બીજ મુનિને આપીશ પણ તે મુનિ દ્વારા લાવેલ આશનાદિ રવીકારીશ નહીં (૨).
કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું આશનાદિ લાવી આપીશ નહીં પણ બીજા મુનિ લાવ્યા હશે તો તેનો સ્વીકાર કરીશ (3).
કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું આશનાદિ લાવી આપીશ નહીં કે બીજ મુનિએ લાવેલા સ્વીકારીશ પણ નહીં (૪).
પોતાના ઉપભોગ પછી વધેલા, વિધિપૂર્વક ગ્રહણ કરેલા, એષણીય આશનાદિ વડે પોતાના કર્મોની નિર્જર માટે સમાન આચારવાm સાધુની હું વૈયાવચ્ચ કરીશ અને બીજ મુનિઓના ઉપભોગ પછી વધેલા વિધિપૂર્વક લાવેલા એષણીય અશનાદિને તેઓએ નાની અભિલાષાથી આપેલ હશે તો ગ્રહણ કરીશ. આવી પ્રતિજ્ઞા કરનાર મુનિને લઘુતા આવે છે, તપની પ્રાપ્તિ થાય છે - ચાવતું. - મુનિ સમભાવ ધારણ કરે.
• વિવેચન :[આ સૂત્રની મૂર્ણિમાં વિરોષ પાઠ તથા પાઠાંતર બંને જોવા મળે છે.]
આ સૂત્રની વ્યાખ્યા પૂર્વે સૂટ-૨૩૦માં કરાયેલી જ છે. વૃત્તિકારશ્રી આરંભમાં સૂત્રનું સંસ્કૃત રૂપાંતર જ આપે છે. જે અંગે ગુજરાતીમાં અપાયેલ હોવાથી નોંધેલ નથી. પછીથી જે વિશેષ કથન છે, તે અહીં નોંધેલ છે.
ઉક્ત ચારમાંનો કોઈ એક અભિગ્રહ ધારણ કરે અથવા કોઈ પહેલા ત્રણ અભિગ્રહને એક પદ વડે જ ગ્રહણ કરે. તે કહે છે - જે સાધુને એવો અભિગ્રહ હોય કે હું બીજાના પરિભોગ કરતા અધિક આહારને લઈશ કેમકે તે પ્રતિમાધારીને તેવું જ એષણીય છે. તે આ પ્રમાણે - પાંચ પ્રાકૃતિકામાં ગ્રહ છે, બેનો અભિગ્રહ છે તથા પોતાના માટે લીધેલા આહારમાંથી સાધર્મિક સાધુની વૈયાવચ્ચ નિર્જરાને માટે કરે. જો કે તે પ્રતિમાધારી હોવાથી એક સાથે ભેગા થઈને ન ખાય. પણ તેમનો અભિગ્રહ સમાન હોવાથી સાંભોગિક કહેવાય છે. તેથી તેવા સાધુના ઉપકરણ માટે તેમની વૈયાવચ્ચ કરે, આવો અભિગ્રહ કોઈ લે. - ૪ -
અથવા તેમણે લાવેલ ગૌચરીમાંથી નિર્જરને ઉદ્દેશીને સાધર્મિકે કરેલવૈયાવચ્ચને સ્વીકારીશ. અથવા બીજાએ કરેલ બીજા સાધર્મિકની વૈયાવચ્ચની હું અનુમોદના કરીશ. • x - આ બધું શા માટે કરે ? કર્મની લઘુતા માટે. આ પ્રમાણે કોઈપણ અભિગ્રહ ધારણ કરેલ અયેલ કે સચેલ સાધુ શરીર પીડા હોય કે ન હોય પણ પોતાનું આયુષ્ય થોડું રહેલ જાણી ઉધતમરણ સ્વીકારે તે દશવિ છે