Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ ૧/૮/૩/રરર ૬૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે સાંભળી ભક્તિ અને કરુણાસભર ગૃહસ્થ કહે કે, તમે ઠંડીને દૂર કરનારા સુપજવલિત અગ્નિને કેમ સેવતા નથી ? ત્યારે મુનિ કહે કે, મને અગ્નિકાય સેવન, અગ્નિ સળગાવવો કે કોઈએ સળગાવેલ હોય ત્યાં થોડો તાપ લેવો પણ કાતો નથી. બીજાના વચનથી પણ તેમ કરવું મને ન કહો. • x • આવું સાંભળી ગૃહસ્થ કદાચ અગ્નિ સળગાવી ભડકો કરી મુનિની કાયાને થોડી-ઘણી તપાવે તો તે જોઈને મુનિ સ્વ બુદ્ધિથી કે તીર્થકર વચનથી કે બીજા પાસે તવ જાણીને તે ગૃહસ્થને સમજાવે કે અગ્નિ સેવવો મને કાતો નથી, પણ તમે ભક્તિ અને અનુકંપાથી પુણ્યનો સમૂહ ઉપાર્જન કર્યો છે, તેમ હું કહું છું. અધ્યયન-૮ ‘વિમોક્ષ' ઉદ્દેશો-૩ “અંગચેષ્ટાભાષિત'નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ શસ્ત્રના ખેદજ્ઞ છે; તે કાલજ્ઞ, બલજ્ઞ, માજ્ઞ, ક્ષણજ્ઞ, વિનયજ્ઞ, સમયજ્ઞ હોય છે. પરિગ્રહની મમતા છોડી યથાસમય ક્રિયા કરતા, આપતિજ્ઞ, રામહેનો નાશ કરી સંયમમાં આગળ વધે છે. • વિવેચન : એકલો રાગદ્વેષ રહિત થઈ ભૂખ-તરસ આદિ પરીષહમાં પણ દયા પાળે છે. પરીષહથી પીડાઈને દયા છોડતો નથી. દયા કોણ પાળે ? જે લઘુકમાં હોય છે, જેના વડે સમ્યક રીતે નારકાદિ ગતિમાં ખાય તે સંનિધાન કર્મ. તેના સ્વરૂપને જણાવનાર શાસ્ત્રમાં નિપૂણ છે અથવા સંનિધાન કર્મનું શઅ-સંયમ તેને સારી રીતે જાણનાર, સંયમ વિધિજ્ઞ છે. તે ભિક્ષુ ઉચિતાનુચિત અવસગ્નો જ્ઞાતા છે. આ બધાંનો અર્થ બીજા અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં કહ્યો છે. તથા બલજ્ઞ આદિ, પરિગ્રહના મમત્વનો ત્યાગી, કાલમાં ઉથાયી તથા પ્રતિજ્ઞા બનીને ઉભયથી છેદનારો એવો સંયમાનુષ્ઠાનમાં નિશ્ચયથી વર્તે. તેને સંયમ અનુષ્ઠાનમાં વર્તતા શું થાય ? તે કહે છે– • સૂત્ર-૨૨૩ - શીતસ્પર્શથી દૂજતા મુનિ પાસે જઈને કોઈ ગૃહસ્થ કહે કે, હે આયુષમાનું શ્રમણ ! આપને ઇન્દ્રિયવિષય તો પીડતા નથીને? ત્યારે ભિક્ષુ કહે, હે આયુષ્યમાન ગૃહપતિ મને કામ પીડા નથી પણ હું ઠંડી સહન નથી કરી શકતો. અનિ વારંવાર સળગાવીને શરીર વારંવાર તપાવવું કે તેમ બીજાને કહેવું મને ક૨તું નથી. - સાધુની આ વાત સાંભળીને કદાચ તે ગૃહસ્થ અનિ સળગાવી, પ્રજવલિત કરી મુનિના શરીરને તપાવવા પ્રયત્ન કરે તો સાધુ તેને કહી દે કે, મારે અગ્નિનું સેવન કલ્પતું નથી. તેમ હું કહું છું. • વિવેચન : અંત પ્રાંત આહારથી તેજરહિત બનેલા તિકિંચન તથા ભિક્ષાથી નિર્વાહ કરનારા સાધુને ઉખાવસ્થ યુવાની જતા ઠંડી રોકવા યોગ્ય વા જોઈએ તે ન મળતા ઠંડીથી કંપતા શરીરવાળાને ગૃહસ્થ નજીક આવે ત્યારે શું થાય તે કહે છે– તે ગૃહસ્થ ઐશ્ચર્યની ઉમાવાળો છે. કસ્તુરી અને કેસર આદિથી લિપ્ત દેહવાળા છે. યુવાન સુંદરીના સંદોહથી વીંટાયેલો છે, શીત સ્પર્શનો અનુભવ જેને નાશ પામેલ છે તેવો ધનિક કંપતા મુનિને જોઈને વિચારે છે કે, આ મારી રૂપસંપન્ન સુંદરીને જોઈને કંપે છે કે ઠંડીથી ? તે સંશયથી બોલે છે કે, હે શ્રમણ ! - ૪ - આપને શું ઇન્દ્રિય વિષયો દુ:ખ દે છે ? આવું પૂછનાર ગૃહસ્થને સાધુએ કહેવું કે આ ગૃહસ્થને આત્મીય અનુભવથી ખોટી શંકા થઈ છે. એમ વિચારી સાધુ બોલે કે, હે આયુષ્યમાન્ ગૃહસ્થ ! મને ઇન્દ્રિય વિષયો પીડતા નથી. તમે મારું કંપતું શરીર જોયું તે ફક્ત ઠંડીના કારણે જ છે. મનના વિકાક્ય નથી. શીતસ્પરિને સહન કરવા હું સમર્થ નથી. 2િ/5] - અધ્યયન-૮ ઉદ્દેશો-૪ “વહાસનાદિમરણ” ક o ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે ઉદ્દેશા3 માં ગોચરી ગયેલા સાધુને ઠંડીથી શરીર કંપતા ગૃહસ્થને ખોટી શંકા થાય તો દૂર કરે, પણ યુવાન સ્ત્રીને ખોટી શંકા થાય અને ઉપસર્ગ કરે તો વેહાસનાદિ મરણ સ્વીકારવું. જો કોઈ કારણ ન હોય તો આપઘાત ન કરવો. તે બતાવવા આ ઉદ્દેશાનું સૂત્ર કહે છે– • સૂત્ર-૨૨૪ - જે ભિા ત્રણ વરસ અને એક પત્ર રાખવાની પ્રતિજ્ઞા કરે છે. તેને જોવો વિચાર નથી હોતો કે હું ચોથું વસ્ત્ર ધાર્યું. તે જરૂર હોય તો એષણીય વાની યાચના કરે અને જેનું વસ્ત્ર મળે તેવું ધારણ કરે. તે વસ્ત્ર ધુવે નહીં, ન રંગે. કે ન ધોયેલ-રંગેલ વસ્ત્ર ધારણ કરે. એવાં હલકા વો રાખે કે જેથી ગામજતાં રસ્તામાં સંતાડવા ન પડે. આ નિશ્ચિતરૂપે વસ્ત્રાધારીની સામગ્રી છે.. • વિવેચન : અહીં પ્રતિમાધારી કે જિનકભીને “અછિદ્રપાણિ' મુનિ જાણવા. તેને જ પાત્રનિયોંગ યુક્ત પત્ર તથા ત્રણ વસ્ત્રની ઓઘ ઉપધિ હોય છે. તેને ઔપગ્રહિક ઉપધિ હોતી નથી. તેમાં ઠંડીમાં અઢી હાથ લાંબા, એક હાથ પહોળા સુતરાઉ બે વઓ અને ત્રીજે ઉનનું હોય છે. તેવા મુનિ ઠંડીમાં પણ બીજું વસ્ત્ર ન ઇચ્છે. જે ભિક્ષ ત્રણ વસ્ત્રની મર્યાદાવાળા છે, તેઓ ઠંડી લાગે તો એક વસ્ત્ર ઓઢે, તો પણ ઠંડી સહન ન થાય તો બીજું વસ્ત્ર ઓઢે, છતાં સહન ન થાય તો બે સુતી વા પર ઉની વસ્ત્ર ઓઢે. ઉનનું વસ્ત્ર સર્વથા બહારના ભાગે રાખે. ત્રણ વસ્ત્રો કેવા છે ? પડતા આહાને ન પડવા દે તે પાત્ર. તેના ગ્રહણથી સાત પ્રકારનો પાગનિયોંગ પણ લીધો. તેના વિના પણ ન લેવાય. તે આ પ્રમાણે - પણ, પગબંધ, પાકિસ્થાપન,

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120