Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ ૧/૮/૨/૨૧૪ છે. તે સંબંધનું પહેલું સૂત્ર– - સૂત્ર-૨૧૫ : તે ભિક્ષુ શ્મશાનમાં, શૂન્યગૃહમાં, પર્વત ગુફામાં, વૃક્ષમૂળમાં કે કુંભારના ખાલી ઘરમાં ફરતો હોય, ઉભો હોય, બેઠો હોય, સુતો હોય કે બીજે ક્યાંય વિચરતો હોય તે સમયે કોઈ ગૃહસ્થ તેની પાસે આવીને કહે કે, હે આયુષ્માન્ શ્રમણ ! હું આપના માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ, પ્રાણ, ભૂત, જીવ અને સત્વોનો સમારંભ કરી આપને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને, છીનવીને, બીજાની વસ્તુ તેની આજ્ઞા વિના લાવીને, સન્મુખ લાવીને કે ઘેરથી લાવીને આપને આપું છું અથવા આપના માટે આવાસ બનાવી આપું છું કે, સમારકામ કરાવી આપું છું. તમે તેને ભોગવો ત્યાં રહો. ЧЕ હે આયુષ્યમાન શ્રમણો ! તે સાધુ તે સુમનસ્ અને સુવયસ ગૃહપતિને આ પ્રમાણે કહે કે, હે આયુષ્યમાન ગૃહપતિ! હું આપના વચનનો આદર કે સ્વીકાર કરતો નથી. જે તમે મારા માટે અશનાદિ અને વસ્ત્રાદિને પણ આદિની હિંસા કરી મને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને - યાવત્ - ઘેથી લાવીને મને આપવા ઇચ્છો છો કે મારા માટે આવાસ બનાવવા ઇચ્છો છો. હે આયુષ્યમાન ગૃહપતિ ! હું આવા કાર્યોથી દૂર રહેવા જ વિત-ત્યાગી બન્યો છું. [માટે તે ન સ્વીકારી શકું.] • વિવેચન : સામાયિક ઉચ્ચરેલ સાધુ સર્વ સાવધ ન કરીને પ્રતિજ્ઞારૂપ મેરુ પર્વત ચડેલ ભિક્ષણશીલ ભિક્ષુ ભિક્ષા કે અન્ય કાર્યોંર્થે વિહાર કરે, ધ્યાન વ્યગ્ર થઈ ઉભો રહે, ભણવા-ભણાવવા, સાંભળવા-સંભળાવવા બેસે કે માર્ગમાં થાકતા આડે પડખે થાય. આ બધું ક્યાં કરે ? મડદાં રહે તે શ્મશાન-મસાણમાં. જો કે ત્યાં સુવાનું ન સંભવે. તેથી યથાયોગ્ય જ્યાં જે ઘટે તે લેવું. આ રીતે ગચ્છવાસીઓને ત્યાં સ્થાન આદિ કલ્પતા નથી. કેમકે ત્યાં પ્રમાદ યતા વ્યંતરાદિ ઉપદ્રવ થાય. તથા જિનકલ્યાર્થે સત્વ ભાવના ભાવનારને પણ મસાણમાં નિવાસ કરવાની અનુજ્ઞા નથી. પણ પ્રતિમાધારી મુનિને તો જ્યાં સૂર્ય અસ્ત થાય તે સ્થાને જ રહેવાનું છે. તેને અને જિનકલ્પીને આશ્રીને શ્મશાનસૂત્ર છે. આ પ્રમાણે બીજે પણ યથાસંભવ યોજવું. શૂન્યગૃહ કે પર્વતની ગુફામાં અથવા અન્યત્ર ગામની બહાર સાધુ કોઈ સ્થાને વિહાર કરે, તેને ગૃહપતિ ત્યાં જઈને જે બોલે તે બતાવે છે - શ્મશાન આદિમાં પસ્ક્રિમણ ક્રિયા કરતા સાધુ પાસે કોઈ ત્યાં પૂર્વે રહેલ સ્વભાવથી ભદ્રક કે સમ્યકત્વધારી ગૃહસ્થ હોય, સાધુના આચારથી તે અજાણ હોય; તે સાધુને ઉદ્દેશીને કહે, આ આપેલો આહાર ખાનારા છે, આરંભ ત્યાગી છે, અનુકંપા યોગ્ય છે, સત્ય શુચિવાળા છે તેને આપેલું અ-ક્ષય છે, માટે હું તેમને દાન આપીશ. એમ વિચારી સાધુ પાસે આવીને કહે, હે આયુષ્યમાન્ શ્રમણ ! હું સંસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળો તમારે માટે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ તથા વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ બનાવી ૬૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ લાવું. એમ કહીને તે શું કરે ? શ્વાસોચ્છ્વાસ યુક્ત પંરોન્દ્રિય તે પ્રાણી, ત્રણે કાળમાં થયા છે - થાય છે અને થશે તે ભૂત, જીવતા હતા, જીવે છે અને જીવશે તે જીવો તથા સુખ-દુઃખમાં સત છે તે સત્વો. આ પ્રાણી, ભૂત, જીવ, સત્વનો આરંભ કરીને લાવે. તેમાં અશનાદિના આરંભમાં જીવ હિંસા અવશ્ય થાય. તેમાંથી બધું કે થોડું કોઈ સાધુ સ્વીકારી લે, તેથી અવિશુદ્ધિ કોટિ લીધી - આધાકર્મી – ઔદ્દેશિક, મિશ્ર, બાદર, પ્રાકૃતિક, પૂતિ, અધ્યવયૂક આ છ ભેદો અવિશુદ્ધિ કોટિ છે. હવે વિશુદ્ધિ કોટિ બતાવે છે - મૂલ્યથી ખરીદેલું, ઉધાર લીધેલું, છીનવી લીધેલું, - ૪ - બીજા સાથે બદલીને લાવેલ આવું દાન કોઈ સાધુને આપવા માટે કરે તથા પોતાની ઘેરથી સામેથી લાવીને આપે તે વિશુદ્ધ કોટી છે. આ પ્રમાણે સાધુને અશનાદિ આપવા માટે કોઈ બોલે તથા હું તમારા માટે ઉપાશ્રય બનાવીશ કે સમરાવીશ. આ પ્રમાણે ગૃહસ્થ હાથ જોડી કે અંજલિ કરીને આહાર આદિ માટે નિમંત્રણા કરે કે આ ભોજન વાપરો, મેં સુધરાવેલ વસતિમાં રહો ત્યારે સૂત્રાર્થ વિશારદ સાધુ દીનતા લાવ્યા વિના તેને ના પાડે. [શિષ્યને ગુરુ કહે છે] હે આયુષ્યમાન્ શ્રમણ ભિક્ષુ ! તે ગૃહસ્થ ભદ્રહૃદય કે મિત્ર કે અન્ય કોઈપણ હોય; તેને સાધુએ કહેવું કે, હે આયુષ્યમાન ગૃહપતિ ! તમારા એ વચનને હું સ્વીકારતો નથી. - x - તમારા એ વચનને હું આસેવન પરિજ્ઞાનથી અવધારી શકું નહીં. કેમકે તું મારા માટે જીવહિંસા વડે બનાવેલ ભોજન આપે કે ઉપાશ્રય બનાવે; તે મને ન કો. હે આયુષ્યમાનૢ ગૃહપતિ ! તેવા આરંભ કરાવવા રૂપ અનુષ્ઠાનથી હું મુક્ત થયેલો છું. - ૪ - માટે હું સ્વીકારતો નથી. આ પ્રમાણે ભોજનાદિ સંસ્કારનો સાધુ નિષેધ કરે. પણ જો કોઈ ગૃહસ્થ છાનું જ તેવું ભોજનાદિ કરી સાધુને આપે, તો સાધુ કઈ રીતે તેનો નિષેધ કરે તે કહે છે– - સૂત્ર-૨૧૬ : તે મુનિ શ્મશાનાદિમાં ફરતા હોય અથવા અન્ય ક્યાંય વિચરતા હોય, તેની પાસે આવીને કોઈ ગૃહસ્થ પોતાના આત્મગત ભાવોને પ્રગટ કર્યા વિના મુનિના માટે આરંભ કરી અશન આદિ, વસ્ત્રાદિ આપે કે મકાન બનાવે; એ વાત મુનિ સ્વ બુદ્ધિએ, બીજાના કહેવાથી કે કોઈ પાસે સાંભળીને જાણી લે કે આ ગૃહસ્થે મારા માટે આહાર, વસ્ત્ર યાવત્ મકાન બનાવેલ છે; તો એવું જાણી તે મુનિ ગૃહસ્થને સ્પષ્ટ સૂચના કરે કે હું મારા નિમિત્તે તૈયાર કરેલ આ બધું વાપરી શકતો નથી. તેમ હું કહું છું. • વિવેચન : તે ભિક્ષુ કોઈ સ્મશાનાદિમાં વિચરતા હોય અને કોઈ ગૃહસ્થ પાસે આવી, હાથ જોડે, વંદન કરે. તે પ્રકૃતિભદ્ર હોય; તે મનમાં વિચારે કે હું આ સાધુને ગુપ્ત રીતે આરંભ કરીને અશનાદિ આપીશ, રહેવા મકાન આપીશ. કેમકે - x - તે સાધુ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120