Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 40
________________ ૧૮/૧/૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ક અધ્યયન-૮ ઉદ્દેશો-૧ “અસમનોજ્ઞવિમોક્ષ” o હવે સૂકાનુગમ અખ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે– • સૂત્ર-૨૧૦ : હું કહું છું : સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સાધુને અશન, પાન, ખાદિમ, વાદિમ, વસ્ત્ર, પત્ર, કંબલ, પાદપોંછનક આદરપૂર્વક ન આપે, તે માટે નિમંત્રણ ન કરે, તેમની વેયાવચ્ચ ન કરે તેમ હું કહું છું. • વિવેચન : જે મેં ભગવંત પાસે જાણ્યું કે હું કહું છું, જે હવે કહીશ. સમનોજ્ઞ કે અસમનોજ્ઞ હોય. સમનોજ્ઞ એટલે દૈષ્ટિ અને લિંગથી સમ, પણ ભોજન આદિથી સમ નહીં, અસમનોજ્ઞ તેથી વિપરીત એવા શાક્યાદિ. જે ખવાય તે અશન-શાલિ ઓદન આદિ. પીવાય તે પાન - દ્રાક્ષ પાનક આદિ. ખવાય તે ખાદિમ - નાળિયેર આદિ. સ્વાદ કરાય તે સ્વાદિમ કપૂર, લવીંગ આદિ તથા વસ્ત્ર, પગ, કંબલ, જોહરણ પ્રાસક કે પાસુક ચાન્ય કુશીલના ઉપભોગને માટે ન આપે. દાન માટે નિમંત્રણ ન કરે. તેની વૈયાવચ્ચ ન કરે. • x - અતિ આદરવાળો બનીને તેઓને કંઈ પણ ન આપે, ન નિમંગે, ન થોડી ઘણી વૈયાવચ્ચ કરે. તેમ હું કહું છું. • સૂત્ર-૨૧૧ - [કદાચ તે કુશીલ કહે કે, હે મુનિઓ !] તમે નિશ્ચિત સમજો કે, તમને શન યાવત્ રજોહરણ મળે કે ન મળે, તમે ભોગવ્યું કે ન ભોગવ્યું હોય, માર્ગ સીધો હોય કે વક તો પણ અવશ્ય આવવું. - આ રીતે જુદા મિનિ પાળનારા આવતા કે જતા કંઈ આપે, આપવા નિમંત્રણ કરે કે, વૈયાવૃત્ય કરે તો મુનિ તે ન સ્વીકારે - તેમ હું કહું છું. • વિવેચન : તે શાક્યાદિ કુશીલો અશનાદિ બતાવીને એમ બોલે કે, આ નિશ્ચયે જાણો કે અમારા મઠમાં તમને ભોજન મળશે. આ ભોજન તમને બીજે મળે કે ન મળે, ખાઈને કે ખાધા વિના અમારી ખુશી માટે અવશ્ય આવવું. જો ન મળે તો લેવા અને મળે તો વધુ ખાવા કે વારંવાર ભોજન માટે અને ન ખાધું હોય તો પ્રમાલિકા [નવકારસી] માટે ગમે ત્યારે આવવું અથવા જ્યારે તમને જે કહો તેવું અમે આપશું. વળી અમારો મઠ તમારા માર્ગે જ છે. તમે બીજે રસ્તે જતા હો તો પણ થોડો ફેરો ખાઈને આવવું. - x - તેમાં ખેદ ન રાખવો. શાક્યાદિ કેવા હોય ? તે કહે છે, જુદા ધર્મને પાળતા હોય. તેઓ કદાચ ઉપાશ્રયે આવીને કે રસ્તે જતાં નિમંત્રણ કરે કે અશનાદિ આપે. અશનાદિ લેવા આવવા બોલાવે કે ભક્ત માફક વૈયાવચ્ચ કરે; મુનિને તે લેવું ન કલો, તેમની સાથે પશ્ચિય પણ ન કરે. પણ તેમના તરફ અનાદરવાનું રહે. તો જ દર્શનશુદ્ધિ રહે. અથવા હવે પછી કહે છે • સૂત્ર-૨૧૨ - આ મનુષ્યલોકમાં કેટલાક સાધુને આચાર-ગોચનું યોગ્ય જ્ઞાન હોતું નથી. તેઓ આરાંભાર્થી થઈ અન્યમતીયનું અનુકરણ કરી “પાણીને મારો” એવું કહી બીજ પાસે હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના કરે છે. અદત્તને ગ્રહણ કરે છે અથવા અનેક પ્રકારના વચનો બોલે છે જેમકે, “લોક છે, લોક નથી, લોક નિત્ય છે, લોક અનિત્ય છે, લોક સાદિ છે, લોક અનાદિ છે, લોક અંતવાળો છે, લોક અનંત છે, સારું કર્યું, ખરાબ કર્યું કલ્યાણરૂપ છે, પરૂપ છે, સાધુ છે, અસાધુ છે, સિદ્ધિ છે, સિદ્ધિ નથી, નસ્ક છે, નસ્ક નથી” આ પ્રમાણે વાદીઓ જે વિવિધ પ્રકારે પરસ્પર વિરોધી વાતો કરે છે. પોત-પોતાના મતને જ સાચો બતાવે છે તેમનું તે કથન નિર્દેતુક છે. આ એકાંતવાદ સુ-આખ્યાત ધર્મ નથી, સુપાત ધર્મ નથી. • વિવેચન : આ મનુષ્યલોકમાં કેટલાંક પૂર્વે કરેલ અશુભકર્મના વિપાકવાળાને મોક્ષ માટે જે અનુષ્ઠાનરૂ૫ આચાર છે, તે સારી રીતે પરિચિત થયો નથી. તે અપરિણત આચારવાળા જેવા હોય તે બતાવે છે– - તે આચારનું સ્વરૂપ ન જાણનારા સ્વાનરહિત પસેવાના મેલથી કંટાળેલા સાધુ છે, તેમને સુખવિહારી થાક્યાદિ વડે પોતાના જેવા વિચારવાળા બનાવેલા છે. તેમના સંગથી સાધુ આ લોકમાં આરંભાર્થી બને છે. અથવા તે શાક્યાદિ કે અન્ય કુશીલો સાવધ આરંભાર્થી છે તથા મઠ, બગીચા, તળાવ, કુવા બનાવવા; શિક ભોજનાદિ કરનારા ધર્મને કહેતા બોલે છે કે, પ્રાણીને મારો, એ પ્રમાણે બીજા પાસે હિંસા કરાવતા અને હિંસા કરનારની અનુમોદના કરતા અથવા બીજાનું દ્રવ્ય લેવાથી થતા કટ ફલને વિસરીને જેના શુભ અધ્યવસાયો ઢંકાયેલા છે, તેઓ ચોરીનું દ્રવ્ય લે છે, વળી પહેલા અને ત્રીજા વ્રતમાં અાવક્તવ્યતા હોવાથી તેને પ્રથમ કહીને પછી બહુતર વકતવ્યતા વાળું બીજું વ્રત કહે છે. અથવા તે અદત લે છે કે વિવિધ યુક્તિઓ યોજે છે. તે આ રીતે - સ્થાવર જંગમરૂપ લોક છે, તેમાં નવખંડા પૃથ્વી કે સાત દ્વીપવાળી પૃથ્વી છે. બીજા બ્રહ્માના અંડમાં અંતવર્તી માને છે. કોઈ બ્રહ્માના અંડા જેવી પાણીમાં રહેલી કહે છે. તથા જેઓ સ્વકૃત કર્મફળ ભોક્તા છે, પરલોક છે, બંધ-મોક્ષ છે, પાંચ મહાભૂત છે ઇત્યાદિ મતો છે. ચાવકો કહે છે આ લોક જે દેખાય છે, તે માયા-ઈન્દ્રજાલ-રવMવતુ છે. તથા અવિચારીત રમણીપણે ભૂતનો સ્વીકાર કરવા છતાં પરલોકનો અનુયાયી જીવ પણ નથી, શુભાશુભ ફળ નથી પણ જેમ કિશુ આદિમાંથી જેમ નસો ઉત્પન્ન થાય છે, તેમ ભૂતમાંથી ચૈતન્ય થાય છે. આ બધું માયાકાર ગંધર્વનગર તુલ્ય છે. પુન્ય-પાપાદિ યુક્તિથી સિદ્ધ થતાં નથી. વળી કહે છે, જેમ જેમ અર્થો વિચારીએ તેનું વિવેચન કરીએ તેમ તેમ જ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120