Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
૧/૬/ર/૧૯૯ માત્રને પીડાકારી પરીષહ ઉપસર્ગો સહાયકારી માનવાથી તેને મનની પીડા થતી નથી કહ્યું કે
બીજો માણસ આત્માને પીડા નથી જ આપતો પણ શરીરને દુ:ખ આપે છે. હદયથી તે દુ:ખ પોતાનું માન્યું છે, તે પારકાનું નથી જ આપેલું. શરીરની પીડા તો થાય છે જ તે બતાવે છે - શરીર સુકાય ત્યારે માંસ અને લોહી સુકાય, તેવા સાધુને લુખા તથા અલ આહારથી પ્રાયઃ ખલપણે આહાર પરિણમે છે, સપણે નહીં. કારણ અભાવે થોડું જ લોહી શરીરપણે હોવાથી માંસ પણ થોડું જ હોય છે, તેથી મેદ પણ થોડો હોય અથવા પ્રાય: લખુ તે વાયુ કરે છે. વાયુ પ્રધાનને લોહી માંસ ઓછા હોય અયેલતાથી તૃણાદિ સ્પર્શ થતાં શરીરમાં દુ:ખ થવાથી પણ માંસ અને લોહી ઓછા હોય છે.
સંસાર શ્રેણિ જે રાગદ્વેષરૂપ કષાયની સંતતિ છે તેને ક્ષાંતિ આદિ ગુણોથી તથા સમત્વ ભાવનાથી જાણીને વિશ્રેણિ [નષ્ટ કરે. જેમકે જિનકભી કોઈ એક કે કોઈ બે કે કોઈ ત્રણ કક્ષ ધારણ કરે. અથવા સ્થવિર કભી કોઈ માસક્ષમણ કે
ઈમાસક્ષમણ કરે, કોઈ વિકૃષ્ટ કે અવિકૃષ્ટ તપ કરે, કોઈ કૃણ માફક નિત્યભોજી હોય. આ બધા જિતવચનાનુસાર પરસ્પર નિંદા ન કરતા સમવદર્શી છે. કહ્યું છે કે
“જે બે, ત્રણ, એક અથવા વરરહિત નિભાવ કરે તે બધા જિનાજ્ઞાવર્તી હોવાથી પરસ્પર નિંદા ન કરે.” તથા જિનકલ્પી કે પ્રતિમાધારી કદાચ છ માસ સુધી ભિક્ષા ન મળે તો પણ - x • નિત્યભોજીને તેં ખાવા માટે જ દીક્ષા લીધી છે એવું ન કહે. આ રીતે સમત્વદેષ્ટિ પ્રજ્ઞા વડે ઉક્ત મુનિ સંસારસાગર તર્યો છે, તે જ સર્વ સંગથી મુક્ત અને સર્વ સાવધ અનુષ્ઠાનથી વિરત કહ્યો છે. તેમ હું કહું છું.
પ્રશ્ન - તે પ્રમાણે સંસાર શ્રેણીને ત્યાગી સંસાસાગર તરેલાને મુક્ત અને વિરત કહ્યા. તેવા સાધુને અરતિ પરાભવ કરે કે નહીં ?
(ઉત્તર) કર્મના અચિંત્ય સામર્થ્યથી પરાભવ કરે ? - તે કહે છે• સુત્ર-૨૦o :
અસંયમથી વિરd, આપશસ્ત ભાવથી નીકળી પ્રશસ્ત ભાવમાં મણ કરનાર, દીર્ધકાલના સંયમી મુનિને અરતિ પરાભવ કરે ?
તે સમુસ્થિત મુનિ શુભ પરિણામોની શ્રેણી ચઢતા જાય છે. જેમ અસંદીના દ્વીપ યાત્રિકોનું આશ્વાસન સ્થાન છે, તેમ તીર્થક્ય ઉપદિષ્ટ ધર્મ મુનિને આશ્રય સ્થાન છે. મુનિ ભોગેચ્છા તથા હિંસા ન કરવાના કારણે લોકપિય, મેધાવી અને પંડિત કહેવાય છે.
જે પ્રમાણે પણ પોતાના બચ્ચાનું પાલન-પોષણ કરી તેને સમર્થ બનાવે છે, તેમ ધર્મમાં અનુથિત શિષ્યને આચાર્ય દિન-રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે - એમ કહું છું..
• વિવેચન :
અસંયમથી બોલ, ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા પશસ્ત સ્થાનરૂપ અસંયમથી નીકળી, ગુણના ઉત્કર્ષથી ઉપર ઉપરના પ્રશસ્ત ગુણસ્થાનરૂપ સંયમમાં વર્તતા સાધુને [23]
શું અલાયમાન કરે ? અર્થાત્ તેવા સાધુને શું અરતિ મોક્ષમાં જતા અટકાવી શકે ? હા. દુર્બળ અને અવિનયવાળી ઇન્દ્રિયો છે, તેને અચિંત્ય મોહશક્તિ અને વિચિત્ર કર્મ પરિણતિ શું ન કરે ? કહ્યું છે કે, નિશે કર્મ ઘણાં ચીકણાં અને વધુ પ્રમાણમાં વસાર જેવા ભારે હોય તો જ્ઞાનથી ભૂષિત પુરુષને પણ કુમાર્ગે લઈ જાય.
અથવા તેવા ઉત્તમ સાધુને અરતિ કંઈ ન કરી શકે કેમકે તેઓ ક્ષણે ક્ષણે વિશુદ્ધતર ચાસ્ત્રિ પરિણામની મોહના ઉદયને રોકેલા હોવાથી લઘુકર્મી થાય છે. તેથી તેને અરતિ પરાભવ ન કરી શકે - તે કહે છે - ક્ષણે ક્ષણે વિના વિલંબે સંયમ સ્થાનમાં ચડતા ચડતા કંટકને ધારણ કરતો સમ્યગુ ઉસ્થિત અથવા ઉત્તરોત્તર ગુણસ્થાને પહોંચતો થયાખ્યાત ચાસ્ત્રિ અભિમુખ જતો હોવાથી અરતિ તેને કઈ રીતે અટકાવે ?
આવા સાધુ ફક્ત પોતાને જ અરતિથી રક્ષે છે, તેમ નહીં પણ તે બીજાને પણ અરતિથી દૂર કરવાથી રક્ષક છે, તે બતાવે છે - દ્વીપ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. * * * દ્રવ્ય દ્વીપમાં આશ્વાસ લે છે તેથી તે - x • આશ્વાસદ્વીપ છે • x - તેમાં નદી-સમદ્રના બહુ મધ્યભાગમાં કોઈ કાણે વહાણ ભાંગે ત્યારે ડૂબતા માણસો આશ્રય લે છે. આ દ્વીપ બે પ્રકારે છે. જે પખવાડીયે કે મહિને પાણીથી ભરાય તે સંદીન અને તેથી વિપરીત તે અસંદીન. જેમકે સિંહલદ્વીપ આદિ. વહાણવાળા આ અસંદીનદ્વીપનો આશ્રય લે છે - x - તે જ રીતે ભાવસંધાનને માટે ઉસ્થિત સાધુનો પણ બીજા પ્રાણી આશ્રય લે છે.
( અથવા દ્વીપને બદલે દીપ લઈએ તો તે પ્રકાશને માટે હોવાથી પ્રકાશદીપ છે. તે આદિત્ય, ચંદ્ર, મણિ આદિ અસંદીત છે અને વિધુત, ઉલ્કા વગેરે સંદીન છે. અથવા પ્રચુર ઇંધનથી વિવક્ષિત કાળમાં સ્થાયી અગ્નિ અiદીન છે, તેથી વિપરીત ઘાસના ભડકા જેવો સંદીન છે. - X - X - X - તે પ્રમાણે જ્ઞાન મેળવવા ઉધત થયેલ પરીષહ ઉપસર્ગમાં દીનતા ન લાવવાથી અiદીન છે. તે સાધુ વિશેષ પ્રકારે બોધ આપતા હોવાથી બીજા જીવોને માટે ઉપકારી થાય છે.
- બીજા આચાયોં ભાવહીપ કે ભાવદીપને બીજી રીતે કહે છે, જેમકે ભાવદ્વીપ તે સમ્યકત્વ છે. તેમાં પ્રતિપાતિ હોવાથી ઔપશમિક, ક્ષાયોપથમિક એ સંદીન ભાવદ્વીપ છે અને ક્ષાયિક અiદીન છે. તે પ્રાપ્ત થતા પરીત સંસાર થવાથી પ્રાણિને આશ્વાસન મળે છે. સંદીના ભાવદીપ તે શ્રુતજ્ઞાન છે અને અસંદીન તે કેવલજ્ઞાન છે. તે મેળવીને પ્રાણી અવશ્ય ધૈર્ય પામે છે. અથવા ધમને સારી રીતે ધારણ કરી ચાગ્નિ પાળતો છતાં અરતિને તે સાધુ વશ થતો નથી એમ કહેતા કોઈ પ્રશ્ન કરે છે કે
કેવા ધર્મને માટે આ સાધુ ઉચિંત થયો છે ? આચાર્ય કહે છે
જેમ અiદીન દ્વીપ પાણીથી ન ભીંજાયેલો ઘણા જીવોને શરણ આપવાથી વિશ્રાંતિ યોગ્ય છે, તેમ તીર્થંકરપ્રણીત ધર્મ કપ, તાપ, છેદ અને નિર્ઘટિત હોવાથી અસંદીન છે. અથવા કુતર્કથી ગભરાતો નથી, પણ યોગ્ય ઉત્તર આપવાથી પ્રાણીઓના રક્ષણ માટે આશ્ચાસ્ય ભૂમિ છે.