Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ૧/૬/૨/૧૯૬ જે અલાવી કે જિનકભી સંયમમાં ઉધત વિહરનારો અંત પ્રાંત ભોજી, ઉણોદરી તપ કરે, ઉણોદરી કરતા કદાય પ્રત્યુનીકતા વડે ગ્રામ કંટકથી પીડાય તો ? તે દર્શાવવા કહે છે - તે મુનિ વાણીથી આકૃષ્ટ, દંડ વડે માતો, વાળ ખેંચવાથી દુ:ખી થાય ત્યારે પૂર્વક કર્મચી જ આ ઉદયમાં આવ્યું છે, તેમ માની સમ્યક પ્રકારે સહન કરતો વિચરે તથા આવી ભાવના ભાવે - પૂર્વે જે દુષ્ટકૃત્યોનું આચરણ કર્યું તેને તપ વડે કે ભોગવીને જ દૂર કરવા પડે, તે સિવાય ન છૂટે. વચન વડે આકોશ કઈ રીતે કરે ? તે સાધુએ પૂર્વે વણકર આદિ નીચ કૃત્ય કર્યા હોય તે યાદ કરીને નિંદે. જેમકે - હૈ કોલિક ! તું મારી સામે બોલે છે ઇત્યાદિ કે ગાળો આપે. જુઠા કલંકના શબ્દોથી તિરસ્કાર કરી “તું ચોર છે.” “તું લંપટ છે' તેવું કહે. આવા શબ્દો સાંભળીને કે હાથ-પગ છેદાય. ત્યારે આ મારા જ દુકૃત્યનું ફળ છે તેમ ચિંતવે અને તેને સહન કરતો વિચરે. - ૪ - પાંચ સ્થાનમાં છદ્મસ્થ સાધુ ઉત્પન્ન ઉપસર્ગોને સહે, ખમે, ક્રોધ ન કરે, શાંતિ રાખે અને વિચારે કે, (૧) આ પુરુષ-ચક્ષાવિષ્ટ છે, (૨) ઉન્માદ પ્રાપ્ત છે, (3) અહંકારી છે, (૪) મારે તે ભવે વેચવાનો કર્મો ઉદીર્ણ થયા છે કે જેથી આ પુર આક્રોશ કરે છે, બાંધે છે, તેપે છે, પીટે છે, સંતાપે છે, (૫) પણ મને તે સારી રીતે સહન કરવાથી એકાંતે કર્મનિર્જરા થશે. કેવલી ભગવંત આ પાંચ સ્થાને આવેલા પરીષહ ઉપસર્ગ સહન કરે છે. તે રીતે છાસ્ય શ્રમણ નિથિો પણ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગોને સહન કરે. આ પરીષહો. અનુકૂળ-પ્રતિકૂળ બે રીતે છે - x - તે બંનેમાં રાગદ્વેષ કર્યા વિના શાંતિ રાખી વિચરે, અથવા પરીષહ બે પ્રકારે છે - મનને ઇષ્ટ એવા સત્કાર-પુરસ્કાર પ્રતિકૂળતાથી મનને અનિષ્ટ અથવા લારૂપ યાચના, અસેલાદિ અને લજ્જારહિત એવા શીત, તાપ વગેરે. આ પરીષહો સમ્યક્ પ્રકારે સહન કરતા વિચરે – વળી - • સૂઝ-૧૯૩ - સર્વ વિસૌતિકાને છોડીને સમ્યગ દર્શની મુનિ દુ:ખ સ્પર્શાન સમભાવે સહે. હે મુનિઓ ! જે ગૃહવાસ છોડીને ફરી તેમાં ન જાય તે જ સાચા મુનિ છે. “આજ્ઞામાં મારો ધર્મ છે.” એ મનુષ્યો માટે ઉત્તમ વિધાન છે. વિષયોથી ઉપરd સાધક જ સંયમલીન બની કર્મો ખપાવે છે. તે કર્મોના સ્વરૂપને જાણી સાધુપચયિ દ્વારા કર્મોને દૂર કરે. અહીં કોઈ કોઈ સાધુ એકાકી ચય કરે છે. આવા સાધુ વિભિન્ન કુળોમાંથી શુદ્ધ એષણા દ્વારા નિર્દોષ આહાર લઈ સંયમનું પાલન કરે છે. સુગંધી કે દુગધી આહાર ગ્રહણ કરે છે. એકાકી અવસ્થામાં જંગલી પશ દ્વારા થતા ઉપદ્રવને ધૈર્યથી સહન કરે છે, એમ હું કહું છું. • વિવેચન : બધાં પરીષહોથી થતી વેદના સહન કરી દુઃખ અનુભવવા છતાં શાંતિ રાખે. કેવો બનીને ? - x • સમ્યમ્ દષ્ટિ બનીને. તે પરીષહ સહન કરનાર નિકંચન, નિન્જ, ભાવનગ્ન કહ્યા છે, આ મનુષ્યલોકમાં આગમન ઘર્મરહિત છે. ગ્રહણ કરેલ 30 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ મહાવતના ભારને વહન કરતા ફરી ઘેર જવાની ઇચ્છા કરતા નથી. પણ જિનવચનને જ ધર્મ માની સખ્ય પાલન કરે. -> • ધર્મ અનુષ્ઠાન કરતા વિચારે કે ધર્મ જ મારે સાર છે, બાકી બધું પારકું છે આ ઉત્કૃષ્ટ વાદ જ મનુષ્યોને કહેલો છે. વળી આ કર્મ દૂર કરવાના ઉપાયરૂપ સંયમમાં લીન થઈ આઠ પ્રકારના કર્મોને ખપાવતો ધર્મ પાળે. x - કર્મોને જાણીને મૂળ-ઉત્તર પ્રકૃતિ ભેદથી જાણે. શ્રામાણ્ય પર્યાય થકી તેનો ક્ષય કરે. સંપૂર્ણ કર્મ દૂર કરવામાં અસમર્થ જે બાહ્યતા છે તેને આશ્રીને કહે છે - આ જૈન પ્રવચનમાં લઘુકમને એકાકી વિહાર પ્રતિમા છે, તેમાં વિવિધ અભિગ્રહો તપ તથા ચાસ્ત્રિ સંબંધી હોય છે - x • તે એકાકી વિચરણમાં સામાન્ય સાધથી વિશેષપણે અંત પ્રાંત કુલોમાં દશ પ્રકારના એષણા દોષરહિત આહારદિથી તથા આહારાદિ સંબંધી ઉશ્ચમ ઉત્પાદન ગ્રાષણ સંબંધી પરિશુદ્ધ વિધિએ સંયમમાં વર્તે છે, બહુપણામાં એક દેશપણાને કહે છે, તે મેધાવી સંયમમાં વર્તે. વળી તેવા બીજા કુલોમાં આહાર સુગંધી કે દુર્ગધી હોય તેમાં રા-દ્વેષ ન કરે. વળી ત્યાં એકલવિહાર કરતાં શ્મશાનમાં પ્રતિમામાં રહેતા કોઈએ કરેલા શબ્દો ભયકારક લાગે કે બીભત્સ પ્રાણીઓ - x • બીજા જીવોને સંતાપે અને તને પણ સંતાપે તો તેને ધૈર્યથી સહન કર. અધ્યયન-૬ “ધૂત” ઉદ્દેશક-૨ “કર્મવિધૂનન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૬ ઉદ્દેશો-૩ “ઉપકરણ-શરીર વિઘનન ક o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશમાં ‘કર્મવિધૂનન’ કહ્યું. તે ઉપકરણ શરીરના વિધૂનન વિના ન થાય. તે માટે ઉપકરણાદિના વિધૂનન માટે કહે છે. આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહેવું જોઈએ, તે આ પ્રમાણે છે • સૂત્ર-૧૯૮ - સદા સુખ્યાત ધર્મવાળા વિધુતકલ્પી તે મુનિ “આદાનનો ત્યાગ કરે. જે મુનિ અચેલક રહે છે, તેને એવી ચિંતા હોતી નથી કે મારું વસ્ત્ર જીર્ણ થયું છે, હું વરુની યાચના કરીશ, સીવવા માટે સોય-દોરા લાવીશ. વા સાંધીશસીવીશ, બીજું વસ્ત્ર જેડીશ, આ વસ્ત્રને નાનું કરીશ. પછી પહેરીશ કે શરીર ઢાંકીશ. સંયમમાં પરાક્રમ કરનાર નિર્વસ્ત્ર મુનિને તૃણસ્પર્શનું દુઃખ, ઠંડી-ગરમી, ડાંસ, મસક આદિ દુઃખ પ્રાપ્ત થાય છે. તેને વઅરહિત સાધક કમની લાગવતાનું કારણ જાણી સહન કરે. તો મુનિને તપની પ્રાપ્તિ થાય છે. ભગવંતે જે રીતે ફરમાવેલ છે, તેને સત્ય જાણી સર્વ પ્રકારે અને પૂર્ણરૂપે સમ્યકવાનુકૂળ જ આચરણ કરવું જોઈએ. આ રીતે પૂર્વે કેટલાંક મહાવીર પુરષોએ લાંબા સમય સુધી, પૂ સુધી સંયમનું પાલન કરી જે પરીષહો સહન કર્યાં છે, તેને તું છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120