Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ ૧/૬/૪/૨૦૬ મા, બાપ, જ્ઞાતિજન, ધન-ધાન્યાદિ પરિગ્રહને છોડવામાં વીર માફક આચરણ કરનારા બનીને સમ્યક સંયમાનુષ્ઠાનમાં તત્પર થઈને હિંસા ત્યાગી, શોભન વ્રત ધારણ કરી, ઇન્દ્રિયો દમીને એ રીતે સમુસ્થિત થયા હોય છે. નાગાર્જુનીયા પણ કહે છે, અમે અણગાર, અકિંચન, પુત્ર, અપસૂત, અહિંસક, સુવતી, દાંત, પરદત્તભોજી એવા શ્રમણ થઈશું. પાપકર્મ કરીશું નહીં. એમ જાણીને દીક્ષા લે છે. આ પ્રમાણએ દીક્ષા લઈને પછી શીયાળપણે વિચરનારા બની તજેલ ભોગોને - x • પાછા ગ્રહણ કરી પતિત થયેલાને તું જો. તેઓ કેમ દીત થાય છે તે કહે છે, ઇન્દ્રિય વિષય, કસાયથી પરવશ થયેલા તે કર્મનો બંધ કરે છે. તે કહે છે, શ્રોબેન્દ્રિય વશ જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? હે ગૌતમ ! આયુને છોડીને સાત. - X - ભગવન્! ક્રોધને વશ થઈને કેટલી ? સાત. આ પ્રમાણે માન આદિમાં પણ સમજવું. વળી તેઓ પરીષહ ઉપસર્ગ આવતા કે વિષયલોલુપ થઈ કાતર [બીકણ બને છે. તેઓ કોણ છે ? અને શું કરે છે ? તેઓ ભગ્ન બનીને વ્રતોના વિવંસક બને છે. આવું ૧૮,૦૦૦ શીલાંગને કોણ ધારી શકે ? એમ વિચારી દ્રવ્ય કે ભાવ લિંગ તજીને જીવોના વિરાધક બને છે તે લિંગ તજેલાનું પછી શું થાય ? તે કહે છે, કેટલાંક વ્રત લઈને ભાંગે છે - X - તેમને અંતર્મુહૂર્તમાં પણ મરણ આવે છે. કેટલાકની પાપરૂપ નિંદા થાય છે. સ્વ કે પપક્ષમાં તેની ઘણી અપકીર્તિ થાય છે. જેમકે જુઓ, આ મસાણીયો ભોગાભિલાષી દીક્ષા લઈને મૂકી દીધેલ, તેનો વિશ્વાસ ન કરવો. - x • કહ્યું છે કે, “પરલોક વિરુદ્ધ આચરનાને દૂરથી તજવો. જે આત્માને સ્થિર ન રાખે તે બીજાનું શું હિત કરે ?” અથવા સણ વડે તેની અશ્લાઘા બતાવે છે - તેઓ સાધુ બનીને વિવિધ રીતે ભમતો સાધુપણાથી ભ્રષ્ટ થયેલો છે. વીણા વડે અત્યંત ગુપ્તા બતાવે છે. વળી હે શિષ્યો ! તમે કર્મનું સામર્થ્ય જુઓ. કેટલાંક અભાગીયા ઉત્તમ સાધુ સાથે રહેવા છતાં શિથિલ વિહારી બને છે. સંયમાનુષ્ઠાન વડે વિનયી બનેલા સાથે રહીને નિર્ગુણતાથી સાવધ અનુષ્ઠાયી બને છે. વિરત મધ્ય અવિરત, દ્રવ્યભૂત મધ્યે દ્રવ્યભૂત થઈ, પાપ કલંકવાળા થવાથી ઉત્તમ સાધુ સાથે વસવા છતાં સુધરતા નથી. આવા શિથિલ સાધુને જાણીને શું કરવું ? હે સાધુ ! તું જ્ઞાત શેય છે, મર્યાદામાં રહેલ છે, વિષયસુખ વૃણારહિત છે, તું કર્મ વિદારણ સમર્થ થઈને સર્વજ્ઞ પ્રણીત ઉપદેશ મુજબ સર્વદા સંયમમાં પરાક્રમ કર. તેમ હું કહું છું. અધ્યયન-૬ “ધૂત' ઉદ્દેશો-૪ *ગવત્રિક વિધૂનન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ક અધ્યયન-૬ ઉદ્દેશો-૫ “ઉપસર્ગ સન્માન વિધૂનન” ન ૦ ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશાપ-માં કર્મ દૂર કરવા ત્રણ ગૌરવ છોડવાનું બતાવ્યું. તે કર્મ વિધૂનન ઉપસર્ગ વિધૂનના વિના સંપૂર્ણ ન બને. તથા સત્કાર પુરસ્કારરૂપ સભાન વિધૂનન વિના ગૌરવગિક વિધૂનન સંપૂર્ણતા ન પામે. એથી ઉપસર્ગ સન્માનને વિધૂનન કરવા આ ઉદ્દેશો કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે તે અખલિતાદિ ગુણ વડે ઉચ્ચારવું • સૂગ-૨ - તે જમણ ઘરોમાં, ગૃહોતરોમાં, ગામોમાં, ગ્રામતરોમાં, નગરોમાં, નગરોતરોમાં, જનપદોમાં, જનપદાંતરોમાં, ગામ-નગરાંતરોમાં, ગામ-જનપદtતરોમાં અથવા નગર-જનપદાંતરોમાં [વિચરતા કે કાયોત્સર્ગ સ્થિત મુનિને જોઈને કેટલાક લોકો qસક [હિંસક) બની જાય છે. તેઓ ઉપસર્ણ કરે છે. ત્યારે તેનો સ્પર્શ થવા છતાં વીર મુનિ તેને સમભાવે સહન કરે. તે સમËષ્ટિ હોય. આગમ જ્ઞાતા મુનિ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશામાં સ્થિત જીવોને અનુકંપા બુદ્ધિએ ધમપદેશ આપે. ધર્મના ભેદ-પ્રભેદોને સમજાવે અને ધર્મનો મહિમા બતાવે. તે મુનિ ઘમશ્રવણની ઇચ્છાવાળ કે સેવાસુશ્રુષા કરનાર મુનિઓ ગૃહસ્થોને શાંતિ, વિરતિ, ઉપશમ, નિવણિ, શૌચ, આર્જવતા, માતા, લાઘવતાનો યથાર્થ બોધ આપે છે. તે ભિક્ષુ સર્વ ઘણી, સર્વ ભૂત, સર્વ સત્વ, સર્વ જીવોને ધર્મનું વ્યાખ્યાન કરે • વિવેચન : તે પંડિત, મેઘાવી, નિષ્ઠિતાર્ય, વીર સાધુ સદા સર્વજ્ઞાણિત ઉપદેશ મુજબ વર્તનારો ત્રણ ગારવણી આપતિબદ્ધ, નિર્મમ, નિકિંચન, આશારહિત, એકાકી વિહારથી ગામ ગામ વિચરતો દ્ર-તિચિ, મનુષ્ય, દેવે કરેલા ઉપસર્ગ પરિષહોથી દુ:ખ સ્પર્શીને નિર્જરાર્થી બનીને સમ્યક્ રીતે સહન કરે. કયા સ્થાને તેને પરીષહો ઉપસર્ગો થાય તે કહે છે, આહારાદિ અર્થે ઉંચનીય ઘરોમાં જતા કે ઘરોની વચ્ચે જતા, ગામ કે ગામાંતરમાં, નગર કે તેના મળે, લોકોને રહેવાના જનપદને અવંતિ આદિ સાધુને વિચરણ યોગ્ય સાડા પચીશ દેશો કે તેના મધ્ય અથવા ગામ-નગરના મધ્યમાં કે ગામ-જનપદના મધ્યમાં કે નગરજનપદના મધ્યમાં અથવા ઉધાન કે ઉધાનના મધ્યમાં વિચરતા કે જતા-આવતાં અથવા તે ભિક્ષને ગામ આદિમાં કાયોત્સર્ગ આદિ કરતા કેટલાક મલિનતવાળા હિંસક લોકો તે સાધુને દુ:ખ દે છે. સાધુને નારકી દુ:ખ દેવા અશક્ત છે, તિર્યંચ અને દેવોના ઉપસર્ગ કોઈ વાર જ થાય, તેથી મનુષ્યો દ્વારા ઉપસર્ગ થાય તેમ કહ્યું. અથવા જેઓ જન્મે તે જન.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120