Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ ૧/૬/૪/ર૦૧ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ત્યાગ કરી લેશમાત્ર જ્ઞાનથી અહંકારી બની કઠોરતા ગ્રહણ કરે છે. તેઓ પરસ્પર ગુણનિકાય કે મીમાંસામાં એકબીજાને કહે છે જે તેં કહ્યું, તે આ શબ્દનો અર્થ નથી, તેથી તું જાણતો નથી. મારા જેવો શબ્દનો અર્થનિર્ણય કરવામાં કોઈક જ સમર્થ છે. બઘા નહીં. કહ્યું છે, ગરઓને પૂછેલ અને જાતે પણ નિશ્ચય કરેલ છે • x • વાદી અને મલમાં મુખ્ય મારા જેવો કોઈક જ બીજે હો. બીજે સાધુ કહે છે પણ અમારા આચાર્ય તો આ પ્રમાણે કહે છે, ત્યારે પે'લા ફરી બોલે છે કે, તે આચાર્ય બોલવામાં કુંઠ અને બુદ્ધિહીન શું જાણે ? તું પણ પોપટ માફક ભણાવેલો, વિચાર કર્યા વિનાનો છે. આ પ્રમાણે તે દુષ્ટબુદ્ધિ ગૃહિત અલાડાની બીજું પણ બોલે છે. મહા ઉપશમનું કારણ જે જ્ઞાન છે, તે તેને વિપરીત પરિણમતા આવું બોલે છે– બીજાઓએ ઇચ્છાનુસાર ચેલા કોઈપણ અર્થને શ્રમથી જાણીને પોતે સંપૂર્ણ સિદ્ધાંત પારગામી હોય તેમ અહંકારથી બીજાનું અપમાન કરે છે. શ્રીમંતોની ક્રીડા સમાન વસ્તુને કુકડાના લાવક સમાન બનીને શાસ્ત્રોને પણ હાસ્ય કથા બનાવી ધ્રુવ સાધુ લઘુતા પમાડે છે અથવા પાઠાંતર મુજબ-ઉપશમ છોડેલા કેટલાંક બહુશ્રુતો [બધા નહી કઠોરતા સ્વીકારે છે, તેમને બોલાવતા કે પૂછતાં મૌન રહે છે કે હુંકાર કરે છે. વળી કેટલાંક બ્રહ્મચર્ય-સંયમમાં રહીને અથવા બ્રહ્મચર્ય-આચાર મ અનુસાર અનુષ્ઠાન કરવા છતાં તેનો તિરસ્કાર કરીને જિનાજ્ઞાને કંઈક માને-કંઈક ન માને પણ સાતા ગૌસ્વથી શરીર બકુશ થાય છે. અથવા અપવાદને લંબીને વર્તતા ઉત્સર્ગ માર્ગના ઉપદેશ આપતાં તેઓ એકાંત પકડી કહે છે કે, આ માર્ગ જિનોકd નથી. હવે અપવાદ કહે છે, નિરોગી સાધુ શ્વાનની સમાધિ માટે વૈયાવચ્ચ કરે, કારણે તેને આધાકમદિ આહાર પણ લાવી આપે. કુશીલ સાધુને ઘણી આશાતનાવી દીધસંસાર થાય તે કેમ ન કહ્યું ? શરીર કુશીલને કટુ વિપાકાદિ બતાવનાર ગુરુ પ્રત્યે જ તેઓ કઠોર વચન કહે છે. તેઓ સમનોજ્ઞ બની માન મેળવી અને જીવન વીતાવશું એવા હેતુથી સિદ્ધાંતને ભણે છે અથવા આ ઉપાય વડે લોક સંમત થઈ અમે જીવીશું એમ માની દીક્ષા લઈ કુશીલ બને છે. અથવા દીક્ષા લેતા તે વિચારે કે અમે ઉધતવિહારી બનીશું. પણ દીક્ષા લઈને મોહોદયથી બરાબર ચાસ્ત્રિ ન પાળે. તેઓ ગૌરવત્રિકમાંના કોઈ કારણે જ્ઞાનાદિ મોક્ષ માર્ગે સારી રીતે વર્તતા નથી. આજ્ઞામાં ન વર્તતા તે કામમૃદ્ધ ચિતથી બળતા અને ગૌસ્વઝિકમાં ક્ત બની ઇન્દ્રિય પ્રણિધાનરૂપ તીર્થકર કથિત મહાવતોને બરાબર ન પાળીને સ્વયં પંડિત માનીને આચાર્યાદિએ શાસ્ત્ર મુજબ પ્રેરણા કર્યા છતાં ગુરૂને કઠોર વચન કહે છે. બોલે છે કે આ વિષયમાં આપ કંઈ જાણતા નથી - x- સૂત્રના અર્યાદિને જે રીતે હું જાણું છું તે રીતે બીજો કોણ જાણે ? ધર્મોપદેશકને પણ કડવાં વચન કહે છે. આચાર્ય ઠપકો આપે તો કહે છે કે તીર્થકર અમારું ગળુ કાપવાથી વિશેષ બીજું શું કહેવાના છે ? ઇત્યાદિ - ૪ - તેઓ માત્ર આચાર્યને જ નહીં, બીજાને પણ કઠોર વચન કહે છે. • સૂત્ર-૨૦૨ : શીલવાનું, ઉપશાંત અને વિવેકથી વર્તતા મુનિને આશીલવાળા કહે છે, આ તે મૂખની બીજી અજ્ઞાનતા છે. • વિવેચન : શીલ ૧૮,૦૦૦ ભેદવાળું છે અથવા મહાવ્રત પાલન, પાંચ ઇન્દ્રિય જય, કષાયનિગ્રહ, ત્રણ ગુપ્તિએ ગુપ્ત એવું નિર્મળ શીલ પાળે તે શીલવંત છે તથા કપાયના ઉપશમથી ઉપશાંત છે. શીલવાનના ગ્રહણથી ઉપશાંત આવી જ જાય છતાં કષાય નિગ્રહનું પ્રાધાન્ય જણાવવા તેનું ગ્રહણ કર્યું. સમ્યક રીતે જેના વડે કહેવાય તે સંખ્યા કે પ્રજ્ઞા. તેના વડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા હોય તો પણ કોઈ મંદભાગ્યથી તેઓને ‘અશીલ' એમ કહી નિંદનાર - x • કે મિથ્યાષ્ટિ આદિ વડે બોલે કે તેઓ કુશીલ છે, એવું કહેનાર પાસત્યા આદિની તે બીજી મૂર્ખતા છે. એક તો પોતે ચારિહિત છે. બીજા ઉધુક્ત વિહારીને નિંદે તે બીજી મૂર્ખતા છે, અથવા શીલવંત તે ઉપશાંત છે એવું બીજાએ કહ્યાં છતાં તે કુસાધુ કહે છે - આ ઘણાં ઉપકરણવાળામાં કયા શીલ કે ઉપશાંતતા છે ? એમ બોલતા તે દુરાચારીની બીજી મુર્ખતા છે. બીજા કેટલાંક વીતરાયના ઉદયથી પોતે શીથીલ હોવા છતાં બીજા સાધુને પ્રશંસતા રહીને યથાવસ્થિત આચાર બતાવે છે. તે કહે છે • સુમ-૨૦૩ - કેટલાંક સંયમથી નિવૃત્ત હોવા છતાં આચાર-ગોચર બરાબર કહે છે. જ્ઞાનથી ભ્રષ્ટ સમ્યગ્દર્શન વિતંક થઈને..... • વિવેચન : કમના ઉદયથી સંયમ કે લિંગ વેશ મૂકી દે. અથવા ન મૂકે તો પણ સાધુના જેવા આચાર-ગોચર હોય તે બતાવે. સ્વનિંદા કરતા કહે કે અમે તેવો આચાર પાળવા સમર્થ નથી. આવું કહેનાને બીજી મૂર્ખતા નથી. તેઓ એવું નથી કહેતા કે અમે જે કરીએ છીએ. તેવો જ અમારો આચાર છે. એમ પણ ન કહે કે દુ:ષમ કાળમાં બળ ઓછું થવાથી મધ્યમ વર્તન જ કલ્યાણનું કારણ છે. હમણાં ઉત્સર્ગનો અવસર નથી. કહ્યું છે કે, સારો સારથી ઘોડાને જોરથી કે ધીમે ન હાંકે તથા ઘોડા પણ તેમ મધ્યમ ચાલે તો તે યોગ બધે માનનીય વાય. - X - X - [કુસાધુ શા માટે કુશીલનું સમર્થન કરે ? તે કહે છે, સતુ અસના વિવેકના જ્ઞાનથી તેઓ ભ્રષ્ટ છે. તથા સમ્યક્દર્શન વિધ્વંસક, અસતુ અનુષ્ઠાનથી પોતે નાશ પામેલા છે, બીજાને શંકાશીલ બનાવી સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે. બીજા બાહ્ય ક્રિયા કરવા છતાં આત્માનો નાશ કરે છે. તે • સૂત્ર-૨૦૪ - કેટલાંક “મનાર' હોવા છતાં સંયમ જીવનને દૂષિત કરે છે. કેટલાંક

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120