Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ ૧/૬/૧/૧૮૭ રર આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સ્થૂળાક, મહાકુટ, એકકુષ્ટ, ચર્મદળ, પરિસર્પ, વિસર્ષ, સિમ, વિચચિકા, કિટિભ, પામાં, શતારૂક. આ રીતે ૧૮ કોઢ છે, તે બધાં સંનિપાતજ છે. છતાં વાત આદિ ઉકટ દોષથી ભેટવાળા ગણાય છે. તથા ક્ષય રોગવાળો ક્ષયી છે, જે સંનિપાત જ ચાર કારણે થાય છે. કહ્યું છે - ત્રણ દોષવાળો ક્ષય વીર્યના વેગનો રોધ, વેગ, ક્ષય, સાહસ અને વિષમ ખોરાકથી એ ચાર કારણે થાય છે. અપસ્માર રોગ વાત, પિત્ત, કફ, સંનિપાતથી થાય. તે સારા માઠાના વિવેકથી રહિત હોય તથા ભ્રમ, મૂછિિદ અવસ્થાને તે રોગી અનુભવે છે. કહ્યું છે ભમરી, મુછ થવી, દ્વેષનો ઉછાળો, મૃતિ ભંશ એમ ચાર ભેદે આ ઘોર અપસ્માર રોગ જાણવો. તે સર્વ નેત્રમાં ભ્રમણ કરે છે. તથા કાણવ-અક્ષિરોગના બે ભેદ છે. ગર્ભમાં થાય કે જમ્યા પછી થાય. ગર્ભવાળાને દૃષ્ટિ ભાગ અપૂર્ણ હોય છે, તે જાત્યંધ હોય. તે પ્રમાણે એક આંખમાંથી તેજ જતાં કાણો બને. તથા રક્તપણાથી ક્તતા, પિતપણાથી પિંગાક્ષ, શ્લેષ્મતાથી શુક્લાક્ષ, વાતપણાથી વિકૃતાક્ષ બને છે. જમ્યા પછી જે થાય તે વાતાદિ જનિત આંખમાંથી પાણી ઝરે છે. કહ્યું છે વાત, પિત્ત, કફ, રક્ત એ ચાચી અભિäદ થાય. પ્રાયઃ તેથી જ આંખના બધા રોગોનો ઘોર સમૂહ થાય. તથા જાડ્યતા- સર્વ શરીરનું પરવશપણું છે. ગભધિાનના દોષથી એક પણ ટૂંકો કે હાથ ખોડવાળો હોય તે કુણિ રોગ છે. પીઠ વગેરેમાં કુબડાપણું તે કુજી છે. માતા-પિતાના લોહી-વીર્યના દોષથી કુજ, વામન વગેરે ખોડો શરીરમાં થાય, કહ્યું છે, ગર્ભમાં વાયુપ્રકોપથી કે દોહદ પુરા ન થવાથી કુબડો, કુણી, પંગુ, મુંગો કે મન્સન રોગી થાય. તેમાં મુંગો અને મમ્મન એ મુખ દોષ કહે છે • સૂત્ર-૧૮૮ : ૯. ઉદર રોગ, ૧૦. મુંગાપણું. ૧૧. સોજા આવવા, ૧૨ ભસ્મક રોગ, ૧૩. કંપવાત, ૧૪. પંગુતા, ૧૫. હાથીપગો, ૧૬. મધુમેહ.... • વિવેચન : વાત, પિતના કારણે ઉત્પન્ન ઉદરરોગ આઠ પ્રકારે છે. તે રોગવાળો ઉદરી છે. તેમાં જલોદર અસાધ્ય છે. બાકીના તુરંત ઉત્પન્ન થયેલા મટી શકે છે. તેના ભેદ આ રીતે - બધા વાયુ વગેરે પૃથક કે સમુદાયથી વાતોદર, પિતોદર, કફોદર, કઠોદર, ઉદરરોગ, બદ્ધગુદ, આગંતુક અને જલોદર એ આઠ પેટના રોગ છે. તથા હે શિષ્ય! તું મુંગા કે બોબડાને જો તે ગર્ભદોષથી કે જમ્યા પછી થાય. ૬૫ પ્રકારે મુખરોગ સાત સ્થાનમાં થાય છે. તે સ્થાન - બે હોઠ, દાંતનું મૂળ, દાંત, જીભ, તાળવું અને કંઠ છે. તેમાં બે હોઠના આઠ રોગ છે, દંતમૂળના-૧૫, દાંતના-૮, જીભના-૫, તાલુના-૯, કંઠમાં-૧૭, બધાંના સાથે મળીને-3. એમ કુલ-૬૫ રોગો છે. શૂન્યપણું એટલે સોજાનો રોગ વાત, પિત્ત, કફ, સંનિપાત, કત અને અભિઘાત એ છ પ્રકારે છે. કહ્યું છે - શોફ (સોજો . નામે ઘોર રોગ છ પ્રકારે થાય છે. વાતાદિ દોષથી તેમાં શરીર ફૂલેલું દેખાય છે, તે લોહીના બગાડથી થાય અને ભસ્મક નામે રોગ વાત, પિતાના ઉકટપણાથી અને કફની ન્યૂનતા વડે ઉત્પન્ન થાય છે. ‘વેવાઈ' વાયુના કંપથી થાય. કહ્યું છે જે ઘણો કંપે છે, કંપતો ચાલે છે. તેને સંધિ નિબંધથી મૂકાયેલો ‘કલાપખંજ' રોગ જાણવો. તથા ગર્ભના દોષથી જીવ “પીઢ સર્ષિ''પણે ઉત્પન્ન થાય છે. અથવા જમ્યા પછી કર્મના દોષથી થાય છે. આ રોગીને હાથમાં પકડેલ લાકડું ખસી જાય છે, પગ વગેરેમાં કઠણપણું હોય છે. તે આ પ્રમાણે - વાત, પિત, કફના પ્રકોપથી છાતીમાં રોગ ઉત્પન્ન થઈ જંઘામાં સ્થિર થઈ કાલાન્તરે પગમાં સોજા ચડે છે. ઉક્ત “પ્લીપદ' રોગ જે ભૂમિમાં પાણી ભરાઈ રહેતું હોય, સર્વ બકતુ શીતલ રહેતી હોય તેવા દેશોમાં વિશેષ થાય છે. માણસોને આ રોગ હાથ-પગમાં થાય છે. કેટલાંક વિદ્વાનોના મતે કાન, નાક, હોઠમાં પણ આ રોગ થાય છે. તથા “મધુમેહ' તે બસ્તિરોગ છે. તે રોગી મધુમેહી કહેવાય. તેનું મૂત્ર મધ જેવું હોય તે પ્રમેહના ર૦ ભેદ છે જે અસાધ્ય ગણાય છે. બધાં પ્રમેહો પ્રાયઃ બધા દોષોથી થાય છે. વાતની ઉત્કટતા વડે ૨૦ ભેદ થાય છે. તેમાં કફથી ૧૦, પિત્તથી ૬, વાયુથી ૪ થાય છે. આ બધા અસાધ્ય અવસ્થામાં મધુમેહથી થાય. કહ્યું છે કે, બધા પ્રમેહ રોગો યોગ્ય સમયમાં પ્રતિકાર ન થવાથી મધુમેહપણું પામે છે ત્યારે તે અસાધ્ય બને છે. • સુખ-૧૮૯ - આ રીતે ક્રમશઃ સોળ મહારોગ કહ્યા છે. આ સિવાય અન્ય શૂલાદિ પીડા અને ઘાવ આદિ ભયંકર દર્દ થાય છે. • વિવેચન : આ પ્રમાણે ઉકત સોળ રોગો ક્રમશઃ કહ્યા. આ ોગ સંસારી જીવને થાય છે. ‘આતંક' એટલે શીઘ જીવલેણ રોગ. તથા ગાઢ પ્રહાર જનિત દુ:ખ દેનાર સ્પર્શી ક્રમથી નિમિત્તથી કે નિમિત વગર પણ આવે. તેને માત્ર આ રોગો જ નથી, બીજા પણ તે સંસારી જીવને દુ:ખ છે તે કહે છે તે કમભારથી ગૃહવાસમાં આસક્ત મનથી અસમંજસ રોગ વડે પીડા થતાં તે પ્રાણત્યાગ થાય છે તે વિચારીને અને પાછો તેમનો ઉપપાત તથા ચ્યવન કર્મોદયથી સંચિત થયો જાણી એવું કરવું જોઈએ કે જેથી ઉપરોક્ત ગંડાદિ રોગોનો, મરણ તથા જન્મનો સંપૂર્ણ અભાવ થાય. વળી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગથી મેળવેલ કર્મનો ‘અબાધા' કાળની મુદત પછી ઉદય થાય છે. ત્યારે તેનો પરિપાક થાય છે. તે વિચારીને જળ-મૂળથી કાઢવા પ્રયત્ન કરવો. તે દુ:ખી દીન સ્વરે રડે છે વગેરે સૂગ વડે ઉપપાત તથા ચ્યવન સુધી બતાવ્યા છતાં ફરી તેનું મોટાપણું બતાવવા જેના વડે પ્રાણીને સંસારમાં નિર્વેદ ઉત્પન્ન થાય તે માટે સૂત્રમાં બતાવે છે. સૂત્ર-૧૦ - તે મનુષ્યોના મૃત્યુનું પયલિોચન જ ઉપપાત અને અવનને જાણીને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120