________________
ગાથા - ૨૮૦ તેથી અધિકરણ આદિ દોષો લાગે બધા સાથે નીકળે, જેથી કોઈ સાધુને રસ્તો પૂછવા માટે અવાજ વગેરે કરવો ન પડે. સારી તિથિ, મુહૂર્ત, સારા શકુન જોઈને વિહાર કરે.
મલીન શરીરવાળો, ફાટેલા તૂટેલા કપડાવાળો, શરીરે તેલ ચોળેલો, કુબડો, વામન, કૂતરો, આઠ નવ મહિનાના ગર્ભવાળી સ્ત્રી, મોટી ઉંમરની કન્યા, લાકડાનો ભારો, બાવો, સંન્યાસી, લાંબી દાઢી મૂછોવાળો, લુહાર, પાંડુરોગવાળો, બૌદ્ધભિક્ષુ, દિગમ્બર ઈત્યાદિ. અપશુકન છે જ્યારે નંદી, વાજીંત્ર, પાણીથી ભરેલો ઘડો, શંખ, પડહનો શબ્દ, ઝારી, છત્ર, ચામર, ધ્વજા, પતાકા, શ્રમણ, સાધુ, જીતેન્દ્રિય, પુષ્પ ઈત્યાદિ. શુભ શુકનો છે.
[૨૮૧-૨૯૦] સંકેત - પ્રદેશ, (સંધ્યા) વખતે આચાર્ય બધા સાધુઓને ભેગા કરી કહે, કે અમુક સમયે નીકળશું. અમુક અમુક સ્થાને વિશ્રામ કરીશું, અમુક સ્થાને રોકાઈશું, અમુક ગામે ભિક્ષાએ જઈશું.' વગેરે કોઇ નિદ્રા/શઠ પ્રાયઃ સાથે આવવા તૈયાર ન થાય તો તેને માટે પણ અમુક સ્થાને ભેગા થવાનો સંકેત આપે. તે એકલો જો સુઈ જાય કે ગોકુલ વગેરેમાં ફરતો આવે તો પ્રમાદ દોષથી તેની ઉપધિ હણાય. ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો કેટલાક ગચ્છની આગળ, કેટલાક મધ્યમાં અને કેટલાક પાછળ ચાલે. રસ્તામાં અંડિલ, માત્રા આદિની જગ્યા બતાવે. કેમકે કોઈને અતિ શંકા થઈ હોય તો ટાળી શકે. રસ્તામાં ગામ આવે ત્યાં ભિક્ષા મળી શકે એવી હોય અને જે ગામમાં રોકાવાનું છે, તે ગામ નાનું હોય, તો તરૂણ સાધુને ગામમાં ભિક્ષા લેવા મોકલે અને તેમની ઉપાધિ આદિ બીજા સાધુ લઈ લે. કોઈ સાધુ અસહિષ્ણુ હોય તો ગોચરી માટે ત્યાં મૂકતાં જાય અને સાથે માર્ગને જાણનાર સાધુ મૂકે. જેથી જે ગામ જવાનું છે ત્યાં સુખપૂર્વક આવી શકે. જે ગામમાં મુકામ કરવાનો છે, તે ગામમાં કોઈ કારણસર ફેરફાર થઈ ગયો હોય. અથતુ તે ગામમાં રહી શકાય એમ ન હોય, તો પાછળ રહેલા સાધુ ભેગા થઈ શકે તે માટે ત્યાં બે સાધુને રોકતા જાય. બે સાધુ ન હોય તો એક સાધુને રોકે, અથવા ત્યાં કોઈ લુહાર આદિ માણસને કહે કે “અમે અમુક ગામ જઈએ છીએ. પાછળ અમારા સાધુ આવે છે, તેમને કહેવું કે તમારા સાધુ આ રસ્તે અમુક ગામ ગયા છે. તે ગામ જો શૂન્ય હોય તો જે રસ્તે જવાનું હોય તે રસ્તા ઉપર લાંબી રેખા કરવી. જેથી પાછળ આવતા સાધુઓને માર્ગની ખબર પડે. ગામમાં પ્રવેશ કરે તેમાં જો વસતિનો વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિની તપાસ કરીને ઉતરે. રસ્તામાં ભિક્ષા માટે રોકેલા સાધુ ભિક્ષા લઇને આવે, ત્યાં ખબર પડે કે “ગચ્છ તો આગળના ગામે ગયેલા છે.” તો જો તે ગામ બે ગાઉથી વધારે હોય, તો એક સાધુને ગચ્છ પાસે મોકલે, તે સાધુ ગચ્છમાં ખબર આપે કે "ભિક્ષા લાવીને વચમાં રોકાયા છીએ.' આ સાંભળી ગચ્છમાં રહેલા સાધુઓમાં ભૂખ્યા હોય તે સાધુઓ ભિક્ષા લઈને રોકાયા છે ત્યાં પાછા આવે. પછી ગોચરી વાપરીને તે ગામમાં જાય. ગામમાં રહેલા સાધુઓએ જો ગોચરી વાપરી લીધી હોય, તો કહેવડાવે કે “અમે વાપર્યું છે, તમે ત્યાં ગોચરી વાપરીને આવજો.”
[૨૯૧-૩૧૮] વસતિ ગ્રહણ- ગામમાં પ્રવેશ કરી ઉપાશ્રય પાસે આવે, પછી વૃષભ સાધુ વસતિમાં પ્રવેશ કરી કાજો લે પડદો બાંધે ત્યાં સુધી બીજા સાધુ ઉપાશ્રયની બહાર ઉભા રહે. કાજો લેવાઈ જાય એટલે બધા સાધુઓ વસતિમાં પ્રવેશ કરે. જો તે વખતે ગોચરી વેળા થઈ હોય, તો એક સંઘાટક કો લે અને બીજા ગોચરી માટે જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org