________________
૨૧૮
ઉત્તરઝયણ - ૧૮પ૭૬ નશ્વર છે. તું પરલોકનું હિત જાણતો નથી. સ્ત્રીઓ પુત્ર, મિત્ર તેમજ બધુજન જીવિત વ્યક્તિ સાથે જ જીવે છે. કોઈ પણ મૃત વ્યક્તિ પાછળ જતું નથી. અત્યન્ત દુઃખથી પુત્ર પોતાના મા બાપને ઘરમાંથી કાઢી સ્મશાન તરફ લઈ જાય છે. તેવી જ રીતે પિતા પુત્રને બધું બન્યુને પણ કરે છે. તેથી હે રાજનું! તું તપ કર ! મૃત્યુ પછી તે મૃત વ્યક્તિ દ્વારા મેળવેલ ધન તથા સુરક્ષિત સ્ત્રીઓનો ઉપભોગ હુષ્ટપૃષ્ટ અને અલંકત બીજા લોકો કરે છે. જે સુખ-દુઃખનાં કર્મ, જેણે કયાં છે, તે વ્યક્તિ પોતાના કર્મો સાથે જ પરભવમાં જાય છે.
[પ૭૭-૫૭૮] અનગાર પાસેથી મહાનુ ધર્મ સાંભળીને મોક્ષનો અભિલાષી રાજા સંસારથી વિમુખ બન્યો. રાજ્ય છોડીને તે સંજય રાજા ભગવાન ગર્દભાલિ અનગારની પાસે જિન શાસનમાં દીક્ષિત થયો.
[પ૭૯] રાજ્ય છોડી પ્રવ્રુજિત થયેલા ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું તમારું આ રૂપ જેવું પ્રસન્ન છે તેવું જ તમારું અન્તર્મન પણ પ્રસન્ન છે. એમ લાગે છે.
[૫૮૦-૫૮૧] તમારું નામ શું? તમારું ગોત્ર કયું? તમે શા માટે મહામુનિ બન્યા?આચાર્યોની સેવા કેવી રીતે કરો છો ? વિનીત કેવી રીતે છો? મારું નામ સંજય છે. હું ગૌતમ ગોત્રનો છું. વિદ્યા અને ચરણના પારગામી ગઈભાલિ મારા આચાર્ય છે.
પિ૮૨-૫૮૬] ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન, આ ચાર સ્થાન દ્વારા કેટલાક એકાન્તવાદી તત્ત્વવેત્તા અસત્ય તત્ત્વની પ્રરૂપણા કરે છે. બુદ્ધતત્વવેત્તા, સત્યવાદી, સત્ય પરાક્રમી જ્ઞાતવંશીય ભગવાન મહાવીરે સાક્ષાત્ આમ કહ્યું છે. જે માણસો પાપ કરે છે તેઓ ઘોર નરકમાં જાય છે અને જે આર્ય ધર્મનું આચરણ કરે છે તેઓ દિવ્ય ગતિ પામે છે. આ ક્રિયાવાદી આદિ એકાન્તવાદીના કથન માયાયુક્ત છે. તેથી મિથ્યા છે. નિરર્થક છે. હું આ માયાપૂર્ણ વચનથી બચીને રહું છું, બચીને ચાલું છું. જેઓ મિથ્યાદ્રષ્ટિ અને અનાર્ય છે તેમને હું ઓળખું છું, હું પરલોકમાં રહેનાર પોતાને સારી રીતે જાણું છું.
[૫૮૭-૫૮૮] પહેલાં હું મહાપ્રાણ નામના વિમાનમાં વર્ષશતોપમ આયુવાળો દેવ હતો. જેમ આંહી સો વર્ષનું આયુષ્ય પૂરું માનવામાં આવે છે, તેમ ત્યાં પાલીપલ્યોપમ તથા મહાપાલી-સાગરોપમનું દિવ્ય આયપૂર્ણ છે. બ્રહ્મલોકનું આયુપૂર્ણ કરીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું જેમ મારા આયુષ્યને જાણું છું તેમજ બીજાના આયુને પણ જાણું છું.
[૫૮૯-૫૯૧] નાના પ્રકારની રૂચિ વિકલ્પો તથા સર્વ પ્રકારના અનર્થક વિકલ્પો તથા વ્યાપારોનો સંયમી આત્માએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ તત્વજ્ઞાન રૂપી વિદ્યાનું લક્ષ રાખીને સંયમ પંથ પર સંચરવું જોઈએ. હું શુભાશુભ સૂચક પ્રશ્નો તથા ગૃહસ્થોની મંત્રણાઓથી દૂર રહું છું તથા રાત્રિ-દિવસ ધમચિરણમાં પ્રયત્નશીલ રહું છું. તેથી તમે પણ તપનું આચરણ કરો. કાળના વિષયમાં, સમ્યક તથા શુદ્ધ ચિત્તથી તમે મને પૂછો છો. તે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. વળી તે જિનશાસનમાં વિદ્યમાન છે.
[પ૯૨-૬૦૨] ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે છે તથા અક્રિયાનો ત્યાગ કરે છે. સમ્યક દ્રષ્ટિ વડે વિવેક પ્રાપ્ત કરીને એવા ધર્મનું આચરણ કરો. અર્થ અને ધર્મથી ગર્ભિત એવાં શિક્ષા વચનોને સાંભળીને ભરત-ચક્રવર્તી રાજા, સમસ્ત ભારત તથા તેના કામભોગોનો ત્યાગ કરીને સંયમી બન્યા હતા. નરાધિપ સગર ચક્રવર્તી સાગરની હદ સુધી આખા ભારતનું રાજ્ય તથા તેનો ઉપભોગ છોડીને સંયમની સાધના વડે નિવણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org