________________
૨૨૪ .
ઉત્તરઝયણ-૧૯૭૧૩ સુખાવહ અનન્ત સુખ આપનાર અનુત્તર ધર્મ ધુરાને ધારણ કરો! - એમ હું કહું છું. | અધ્યયન-૧૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
(અધ્યયન-૨મ્મહાનિર્ગથીય) [૭૧૩] સિદ્ધ તેમજ સંયમીજનોને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું અર્થ-મોક્ષ અને ધર્મના સ્વરૂપનું જ્ઞાન કરાવનારા તથ્યપૂર્ણ શિક્ષણનું કથન કરું છું. તે સાંભળો -
| [૭૧૪-૭૧૮) હાથી-ઘોડા તેમજ હીરા-માણેક વગેરે અઢળક વૈભવથી સમૃદ્ધ મગધનો રાજા શ્રેણિક મંડીકલી ચેત્ય-બાગમાં વિહાર માટે ગયો. તે બાગમાં જાત જાતના વૃક્ષો-લત્તાઓ અને અનેક પ્રકારના પક્ષીઓ હતાં. વિવિધ પ્રકારના ફૂલોથી સુગન્ધિત જાણે નન્દન વન જ જોઈ લો. રાજાએ ત્યાં વૃક્ષ નીચે સમાધિસ્થ-સુકુમારયુવાન સાધુને બેઠેલા જોયા. તેમની કાયા સુખોપભોગને યોગ્ય હતી. સાધુનું અનુપમ રૂપ જોઈ રાજાને અત્યન્ત આશ્ચર્ય થયું. અહો ! શું રૂપ છે! શું આકૃતિ છે! અહો! આર્યની કેવી સૌમ્યપ્રભા છે! શાન્તિ છે! કેટલી નિલભતા છે! કેવી અનાસક્તિ છે!
૦િ૧૯-૭૨૦] મુનિના ચરણોમાં વંદના કરી, પ્રદક્ષિણા કરી યોગ્ય સ્થળે, બહુ પાસે નહિ તેમ બહુ દૂર નહિ એમ ઊભા રહી હાથ જોડી રાજાએ મુનિને પૂછ્યું. હે આર્ય! તમે હજી યુવાન છો. છતાં હે સંયત ! તમે ભોગકાળે દીક્ષિત થયા છો, શ્રામમાં ઉપસ્થિત થયા છો, તેનું કારણ કૃપા કરી કહો, હું જાણવા માગું છું.
[૭૨૧] મહારાજ, હું અનાથ છું. મારું કોઈ નથી, અભિભાવક કે સંરક્ષક નથી. મારા તરફ અનુકમ્મા દેખાડનાર કોઈ મિત્ર નથી.
૭૨૨-૦૨૩ આ સાંભળી મગધાધિપ શ્રેણિક હસી પડ્યો અને કહ્યું, દેખાવે તો તમે સમૃદ્ધ અને ભાગ્યશાળી લાગો છો છતાં તમારું કોઈ નાથ કેમ નથી? ભદન્ત! હું તમારો નાથ થાઉં છું. હે સંયત ! મિત્ર અને સ્વજનો સાથે ભોગ ભોગવો. આ માનવજીવન ઘણું દુર્લભ છે.
[૭૪] શ્રેણિક! તું પોતે અનાથ છે. મગધાધિપ, તું પોતે જ અનાથ છે તો કોઇનો નાથ શી રીતે બનશે?
[૭૨પ-૭૨૭] રાજા પહેલેથી જ વિસ્મત હતો, પણ મુનિમુખે અશ્રુત પૂર્વ અનાથ શબ્દ સાંભળીને તો અત્યંત ભ્રમિત થયો. સંશયમાં પડ્યો, આશ્ચર્ય પામ્યો. મારી પાસે ઘોડા છે, હાથી છે, નગર છે, અંતઃપુર છે. હું માનવજીવનમાં બધાં સુખ ભોગવી રહ્યો છું. મારી પાસે સત્તા, ઐશ્વર્ય તથા પ્રભુત્વ પણ છે. આમ બધી જ શ્રેષ્ઠ સમ્પત્તિ. કામનાઓ પૂર્ણ કરી શકે તે મારી પાસે છે. આ સ્થિતિમાં હું અનાથ કેવી રીતે? ભદન્ત ! તમે ખોટું ન બોલો.
[૭૨૮-૦૨] પૃથ્વીપતિ નરેશ! તમે અનાથનો અર્થ-પરમ અર્થ નથી જાણતા કે માણસ અનાથ અને સનાથ ક્યારે કહેવાય છે. મહારાજ ! નાની ઉમ્મરમાં મારી આંખમાં અત્યંત દર્દ થઈ આવ્યું. રાજનું! તેથી મારા આખા શરીરે બળતરા થતી હતી. કોઈ ગુસ્સે થયેલ શત્રુ મર્મસ્થળે તેજ છરીનો ઘા કરે તેવી ભયંકર વેદના મારી આંખોમાં થતી હતી. ઈન્દ્રના વજપ્રહારથી જેવી ભયંકર વેદના થાય છે તેવી જ મારી કમ્મરમાં, દ્ભયમાં અને માથામાં પણ અત્યંત દારુણ વેદના થતી હતી. અનેક મંત્ર જાણનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org