________________
અધ્યયન - ૨૯
[૧૧૨૮] પ્રભુ ! કાળની પ્રતિલેખનાથી જીવને શું મળે છે ? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.
૨૪૫
[૧૧૨૯] ભન્તે ! પ્રાયશ્ચિત્તથી જીવને શું મળે ? પ્રાયશ્ચિત્તથી જીવ પાપ કર્મ દૂર કરે છે, અને ધર્મસાધનાને નિરતિચાર બનાવે છે. સારી રીતે પ્રાયશ્ચિત્ત કરનાર સાધક માર્ગ (સમ્યકત્વ) અને માર્ગ ફળ (જ્ઞાન)ને નિર્મળ કરે છે. આચાર અને આચાર ફળ (મુક્તિ)ની આરાધના કરે છે.
[૧૧૩૦] ભત્તે ! ક્ષમાપના કરવાથી જીવને શું મળે છે ? ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્લાદભાવ પામે છે. પ્રહલાદભાવયુક્ત સાધક બધા પ્રાણ, ભૂત, જીવ અને સત્વો સાથે મૈત્રીભાવ પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય બને છે.
[૧૧૩૧-] ભત્તે ! સ્વાધ્યાયથી જીવને શું મળે છે ? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.
[૧૧૩૨] ભગવન્ત ! વાચનાથી જીવને શું મળે છે ? વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર થવાથી તીર્થ ધર્મનું અવલંબન કરે છે. ગણધરોની જેમ જિજ્ઞાસુ શિષ્યોને શ્રુત આપે છે. તીર્થ ધર્મનું અવલંબન લઇને કર્મોની મહાનિર્જરા કરે છે. અને મહાપર્યવસાન (સંસા૨નો અંત) કરે છે.
[૧૧૩૩] ભત્તે ! પ્રતિપૃછનાથી જીવને શું મળે છે ? પ્રતિપ્રચ્છના થી જીવ સૂત્ર, અર્થ અને તે બંને સંબંધી કાંક્ષામોહનીયનું નિરાકરણ કરે છે.
[૧૧૩૪] હે પ્રભુ ! પરાવર્તનાથી જીવને શું મળે છે ? પરાવર્તનાથી વ્યંજન (શબ્દપાઠ) સ્થિર થાય છે અને જીવ પદાનુસારિતા વગેરે વ્યંજન-લબ્ધિ પામે છે.
[૧૧૩૫] ભત્તે ! અનુપ્રેક્ષાથી જીવને શું મળે છે ? અનુપ્રેક્ષાથી-જીવ આયુષ્યકર્મ છોડીને શેષ જ્ઞાનાવરણાદિ સાતકર્મોની પ્રકૃતિના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. દીર્ઘકાલીનને અલ્પકાલીન કરેછે. તીવ્ર રસાનુભાવને મંદ કરેછે. બહુકર્મ પ્રદેશને અલ્પ કર્મપ્રદેશ કરેછે. આયુષ્ય કર્મનું બંધ કદાચિત કરે છે, કદાચિત્ નથી કરતો. અસાતાવેદનીય કર્મનો ફરી ફરી ઉપચય નથી કરતો. જે સંસાર અટવી અનાદિ અનંત છે, દીર્ઘમાર્ગી છે, જેમાં નરકાદિ ગતિરૂપ ચાર અન્ત છે, તેને જલદી પાર કરે છે.
[૧૧૩૬] ભગવન્ત ! ધર્મકથાથી જીવને શું મળે છે ? ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા કરે છે અને પ્રવચન (શાસન તેમજ સિદ્ધાન્ત)ની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના ક૨ના૨ જીવ ભવિષ્યમાં શુભ ફળ આપનાર કર્મોનો બંધ કરે છે.
[૧૧૩૭] ભત્તે ! શ્રુતની આરાધનાથી જીવને શું મળે છે ? શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાન દૂર કરે છે. અને ક્લેશ પામતો નથી.
[૧૧૩૮] ભત્તે ! મનને એકાગ્રતામાં સંનિવેશ ક૨વાથી જીવને શું મળે ? મનને એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય છે.
[૧૧૩૯] ભન્તે ! સંયમથી જીવને શું મળે છે ? સંયમથી આશ્રવ નિરોધ થાય છે. [૧૧૪૦] ભત્તે ! તપથી જીવને શું મળે છે ? તપથી જીવ પૂર્વસંચિત કર્મોનોક્ષય કરીને વ્યવદાન-વિશુદ્ધ બને છે.
[૧૧૪૧] ભત્તે ! વ્યવદાનથી જીવને શું મળે છે ? વ્યવદાનથી જીવને અક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org