Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 343
________________ ૩૪૦ અનુગદારાઈ -(૨૩) સોળ વર્ષની તરુણી સ્ત્રી સુદ્રઘંટિકાઓથી મુખરિત હોવાથી મધુર, કામયુક્ત ચેષ્ટાઓથી મનોહર તથા યુવકોના હૃદયને ઉન્મત્ત કરનાર, પોતાના કટિસૂત્રને દેખાડે છે. ઉપરોક્ત સ્વરૂપવાળા શૃંગારને ધિક્કાર છે, ધિક્કાર છે. આ રસ મુનિઓ માટે ત્યાજ્યા કહેવામાં આવ્યો છે. મોક્ષરૂપ ઘરની અર્ગલા છે, તેથી મુનિ આ રસનું સેવન ન કરે. પૂર્વે કોઈ દિવસ ન અનુભવેલ અથવા તો અનુભવેલ એવા કોઈ અભુત પદાર્થને જોઇ આશ્ચર્ય થાય, તે અભુત રસ છે. હર્ષ અને વિષાદ અદ્દભુત રસના લક્ષણો છે. જેમકે-આ સંસારમાં એનાથી વધારે અદ્ભુત શું થઈ શકે કે જિનવચનથી ત્રિકાળ સંબંધી સમસ્ત-સૂક્ષ્મ અમૂર્ત, અતીન્દ્રિય આદિ પદાર્થો જાણી લેવાય છે. પિશાચ તથા શત્રુઆદિના ભયોત્પાદક રૂપ અને શબ્દ તથા અંધકારના ચિત્તનથી, કથાથી, દર્શનથી જે ઉત્પન્ન થાય છે તેમજ વિવેક રહિતપણારૂપ સંમોહ, વ્યાકુલતારૂપ સંભ્રમ, શોકરૂપ વિષાદ અને પ્રાણ વિસર્જનરૂપ મરણલક્ષણવાળો રૌદ્રરસ હોય છે. જેમકે-ભૂકુટીઓથી તારું મુખ વિકરાલ બની ગયું છે, ક્રોધાદિના આવેગથી તારા દાંત અધરોષ્ઠોને ભીંસી રહ્યા છે, તારું શરીર લોહીથી ખરડાઈ રહ્યાં છે, ભયોત્પાદક વચન બોલનાર તું અસર જેવો થઈ ગયો છે અને પશુની હત્યા કરી રહ્યો છે. તેથી અતિશય રૌદ્રરૂપધારી તું સાક્ષાત્ રૌદ્રરસરૂપ છે. વિનય કરવા યોગ્ય માતાપિતાદિનો અવિનય કરવાથી, મિત્રાદિનું રહસ્ય પ્રગટ કરવાથી, ગુરુપત્ની આદિ સાથેની મર્યાદાનું અતિક્રમણ કરવાથી બ્રીડનક રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થવી એ આ રસના લક્ષણો છે. જેમકે કોઈ વધૂ કહે છે. આ લૌકિક-વ્યવહારી વધારે કંઈ લજ્જાસ્પદ વાત થઈ શકે ? મને તો એનાથી બહુ લજ્જા આવે છે. મને તો એનાથી બહુ શરમ આવે છે. વર-વધૂના પ્રથમ સમાગમ પછી ગુરુજનો વગેરે વધૂએ પહેરેલા વસ્ત્રના વખાણ કરે છે. અશુચિ-મળ મૂત્રાદિ, કુણપ-શબ દુદર્શન-લાળ આદિથી યુક્ત ધૃણિત શરીરને વારંવાર જોવારૂપ અભ્યાસથી અને કરી તે દુર્ગન્ધથી બીભત્સરસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ-ઉદ્વેગ ને અવિહિંસા (જીવઘાતથી નિવૃત્તિ) એ બીભત્સરસના લક્ષણો છે. બીભત્સરસ આ પ્રકારે જણાય છે. જેમકે- અપવિત્ર મળોથી પૂર્ણ ઈદ્રિયોના વિકારરૂપ ઝરાઓ જેમાં છે, જે સદા સર્વ કાળમાં સ્વભાવથી જ દુર્ગધયુક્ત છે તે શરીર સર્વ કલહોનું મૂળ છે, એમ જાણી ભાગ્યશાળી વ્યક્તિઓ તેની મૂચ્છનો ત્યાગ કરી પોતાની જાતને ધન્ય બનાવે છે. રૂપ, વય, વેષ અને ભાષાના વિપરીતપણાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરનાર છે. પ્રકાશ-મુખનું વિકસિત થવું, પેટ ધ્રુજવું, અટ્ટહાસ વગેરે તેના લક્ષણો છે. હાસ્યરસ આ રીતે જણાય છે, જેમકે-રાત્રે સુઈને ઉઠેલ દિયરના મુખપર થયેલી કાજળની લીટીને જોઈ કોઈ યુવતી-ભ્રાતૃપત્ની, સ્તનભારથી જેનો મધ્યમભાગ લળી રહ્યો હતો તે, હી...હી...કરતી હસી. પ્રિયની વિયોગથી, બંધથી, વધતાડનથી, વ્યાધિ વિનિપાત-સ્વજનના મરણથી અને પરચક્રના ભયથી કરૂણ રસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, મુખશુષ્કતા, રુદન, વગેરે કરુણરસના લક્ષણો છે. કરુણરસ આ પ્રમાણે હે પુત્રીકે ! પતિના વિયોગમાં, પ્રિયતમની ચિન્તાથી તારૂં મુખ કલાન્ત-શુષ્ક અને વારંવાર આંખમાંથી અશ્રુ વહેવાને કારણે. કૃશ થઈ ગયું છે. હિંસાદિ દોષોથી રહિત મનની સ્વસ્થતાથી અને પ્રશાન્તભાવથી જે રસ ઉત્પન્ન થાય છે તે પ્રશાન્તરસ છે. જેમકે જુઓ, સ્વભાવથી નિર્વિકાર, વિષયદર્શનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396