Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
હ૫૦
અનુગદારાઈ -(૨૩) ઉત્પન્ન થનાર શારીરિકશક્તિથી રહિત હોય છે. તે અશુભ કર્મોદયના પ્રભાવથી ઉત્તમપુરૂષોના દાસત્વને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત છ અંગુલનો એક પાદ હોય છે. બે પાદની એક વિતતિ હોય છે. બે વિતસ્તિની એક રત્નિ, બે રાત્નિની એક કુક્ષિ' હોય છે. દડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મુસલ બે કૃષિ પ્રમાણ હોય છે. બે હજાર ધનુષનો એક ગભૂત (કોષ) અને ચાર ગબૂત બરાબર એક યોજન હોય છે. આત્માંગુપ્રિમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? જે કાળમાં જે મનુષ્ય જન્મે છે તે સમય પ્રમાણેના તેમના અંગુલથી અવટકુઓ, તડાગ-હદ-જળાશય, વાપીચારખૂણાવાળી વાવ જેમાં ઉતરવા પગથીયાઓ હોય છે, પુષ્કરિણી-દર્વિકા– ગુંજાલિકા-વક્રાકાર વાવ, સર-પોતાની મેળે તૈયાર થયેલ જળાશય, સરપંક્તિ શ્રેણિ રૂપમાં વ્યવસ્થિત જળાશય, સરસરપંક્તિ-સરપંક્તિઓમાં નાલિકાવડે એકથી બીજા ને ત્રીજા જળાશયમાં પાણી વહેતું હોય તે, બિલપંક્તિ-જે કૂવાઓના મુખ દરની જેમ સંકીર્ણ હોય તે, ઉદ્યાન-કોનન-વન વનખંડ-દેવકુલ-સભા પ્રપા (પરબ) સ્તૂપ, ખાતિકા-ઉપર-નીચે સરખી ખોદેલી હોય, પરિખા-નીચે સાંકડી અને ઉપર પહોળી હોય તે, પ્રાકાર-કોટ, અષ્ટલક-પ્રાકાર ઉપરનો આશ્રય વિશેષ ચા રેકા-ઘર અને પ્રકારની વચ્ચેનો આઠ હાથનો માર્ગ દ્વાર, ગોપુર-મુખ્યદ્વાર, પ્રાસાદ-મહેલ, ગૃહ, આપણ-હાટ, શૃંગાટકત્રિકણમાર્ગ, ચતુષ્કચાર રસ્તા એકત્રિત થતાં હોય, ચત્વર-જ્યાં ચાર અથવા છે માર્ગ એકત્રિત થતાં હોય, ચતુર્મુખ ચારે બાજૂ બારણાવાળા દેવાલય આદિ, મહાપથરાજમાર્ગ, પથ-સામાન્ય માર્ગ, ગાડું, યાન-૨થ, યુગ્ય-
વિશેષ પ્રકારની પાલખી, ગિલ્લિ, થિલ્લિ-વિશેષ પ્રકારની સવારી, શિબિકા-સામાન્ય પાલખી, ચન્દમાનિકા-પુરૂષ પ્રમાણ લાંબયાન લોહી-લોખંડની નાની કડાઇ, લોહકટાહ મધ્યમ પ્રમાણવાળી કડાઈ, કટિલ્લક-ઘણી મોટી કડાઈ, ભાંડ-માટીના પાત્રો, અમત્ર-કાંસાના પાત્રો, ઉપકરણ-આ સર્વનું માપ કરવામાં આવે છે. તે આત્માગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારમાં વિભક્ત થાય છે. સૂઅંગુલ પ્રતરાંગુલ અને ધનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશપ્રમાણે પહોળી , આકાશપ્રદેશોની શ્રેણીનું નામ સૂટ્યગુલ છે. આ સૂટ્યગુલ પરિમિત સ્થાનમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. તે સૂચી આકારે ગોઠવાયેલ હોય છે. સૂચીને સૂચીથી ગુણતાં પ્રતરાંગુલ બને છે. અસતું કલ્પનાથી સૂચીના ત્રણ પ્રદેશ માનવામાં આવે તો ૩ ને ૩ થી ગુણતાં ગુણનફલરૂપ ૯ પ્રદેશ પ્રતરાંગગુલરૂપ જાણવા. તેની સ્થાપના સૂચી સાથે પ્રતરને ગુણતાં ધનાંગુલ થાય છે. કલ્પના પ્રમાણે ૩ અને ૯ ના ગુણનફળરૂપ ર૭ પ્રદેશ ધનાંગુલ થાય છે. સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલ, આ ત્રણમાં કોણ કોનાથી અલ્પ, બરાબર અથવા વિશેષાધિક છે? આ સર્વેમાં સૂટ્યગુલ સૌથી અલ્પ છે. તેનાથી અસંખ્યાતગુણ પ્રતરાંગુલ છે. તેનાથી અસંખ્યાતગુણ ધનાંગુલ છે. આ પ્રમાણે આત્માંગુલનું સ્વરૂપ જાણવું.
[૨૪-૨૫ ઉત્સધ એટલે ઊંચાઈથી જે અંગુલ મનાય તે ઉત્સધાંગુલ તે આ પ્રમાણે-પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, બાલાઝ, શિક્ષા, યૂકા, યવ તે બધાને ક્રમથી આઠઆઠ ગણા જાણવા જોઇએ. પરમાણુ શું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મપરમાણુ અને વ્યવહારિક પરમાણું, આમાં સૂક્ષ્મ પરમાણુ પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અવ્યાખ્યય છે. વ્યાવહારિક પરમાણુ છે તે અનંતાનંત સૂક્ષ્મપરમાણુઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396