Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 385
________________ ૩૮૨ અનુગદારાઈ- (૩૧૮) એક ન્યૂન કરવાથી જેસંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુકતાનંત છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ યુકતાનંત થાય છે. ભંતે ! જઘન્યઅનંતાનંતનું પ્રમાણ કેટલું હોય છે? જઘન્યયુકતાનંત સાથે અભવસિદ્ધિકને ગુણિત જે કરવાથી સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અનંતાનંતનુ પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુકતાનંત માં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્યઅનંતાનંત પછી બધાસ્થાનો મધ્યમ અનંતાનંતના હોયછે આ પ્રમાણે ગણનાસંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું. ભંતે! ભાવસંખ શું છે? આ જે જીવો શંખનામક બેઈન્દ્રિયનામકગતિનામ અને નીચગોત્ર કમને વેદી રહ્યા છે તે ભાવશંખ છે. આ રીતે સંખ્યા પ્રમાણ સમાપ્ત થયું. આની સમાપ્તિ થવાથી ભાવપ્રમાણ પણ સમાપ્ત થયેલ જાણવું. ] પૂર્વપ્રક્રમના ચતુર્થભેદ વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે? વક્તવ્યતા એટલે અધ્યયન આદિ સંબંધી એક-એક અવયવના પ્રતિનિયત અર્થનું યથાસંભવ કથન કરવું તેના ત્રણ પ્રકાર છે. સ્વસમયવકતવ્યતા, પરસમયવકતવ્યતા અને સ્વસમય પર સમય વકતવ્યતા. સ્વસમયવકતવ્યતા શું છે? સ્વસિદ્ધાંતનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવું તે સ્વસમયવકતવ્યતા છે. પરસ્મયવકતવ્યતા શું છે? જ્યાં પરસિદ્ધાંતો-નું કથન યાવતુ ઉપદર્શન કરવામાં આવે છે તે પરસ્મયવકતવ્યતા છે. સ્વસમય- પરસ્મયવકતવ્યતા શું છે ? જે વકતવ્યતામાં સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત બંનેનું કથન યાવતું ઉપદર્શન કરવામાં આવતું હોય તે સ્વસમય- પરસમયવકતવ્યતા છે. અનેકગમોમાં તત્પર એવો નૈગમનય, સવર્ણસંગ્રાહક એવો સંગ્રહનય અને લોક વ્યવહાર મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર એવો વ્યવહારનય ત્રણે વકતવ્યતાને સ્વીકારે છે. સૂત્રનય સ્વસમય અને પરસમય આ બે વક્તવ્યતાઓને માન્ય રાખે છે કેમકે જે સ્વસમય- પરસ્મયવકતવ્યતા છે તેમાંથી સ્વસમયવકતવ્યતા પ્રથમ ભેદમાં અને પરસ્મયવકતવ્યતા દ્વિતીયભેદમાં અન્તભૂત થઈ જાય છે. ત્રણે શબ્દનો એક સ્વસમયવકતવ્યતા ને જ માન્ય કરે છે. તેમના મતે પરસ્મયવકતવ્યતા નથી, કારણ કે પરસમય છે તે અનર્થ, અહેતુ, અસદ્દભાવ, અક્રિય, ઉન્માર્ગ, કુઉપદેશક, મિથ્યાદર્શનરૂપ છે માટે પરસ્મયવકતવ્યતા નથી. આ પ્રમાણે વકતવ્યતા વિષયક કથન છે. [૩૧૯૩૨૧-ઉપક્રમના પાંચમાં ભેદ અધિકારનું સ્વરૂપ કેવું છે ? આવશ્ય કસૂત્રના જે અધ્યયનનો જે અર્થ છે તે તેનો અધિકાર. પ્રથમ સામાયિકઅધ્યયનનો અર્થ સાવદ્યયોગ વિરતિનો, ચતુર્વિશતિસ્તવનામના બીજા અધ્યયનનો અર્થ સ્તુતિ કરવું વંદના નામના ત્રીજા અધ્યયનનો અર્થ ગુણવાનું પુરૂષોનું સન્માન કરવું તે છે. પ્રતિક્રમણ અધ્યયનમાં આચારથી થયેલ ખુલનાની નિંદા કરવાનો અધિકાર છે. કાયોત્સર્ગ અધ્યયનમાં વણચિકિત્સા નામનો અધિકાર છે. પ્રત્યાખ્યાન અધ્યયનનો ગુણધારણ કરવારૂપ અધિકાર છે. [૩૨૨-૩૨૪] ભંતે ! ઉપક્રમના છઠ્ઠા પ્રકાર સમવતારનું સ્વરૂપ કેવું છે ? વસ્તુઓનો સ્વમાં, પરમાં તેમજ બંનેમાં અન્તર્ભાવ વિષયક વિચાર કરવો તે સમવતાર, તેના છ પ્રકારો છે. નામસમવતાર સ્થાપનાસમવતાર દ્રવ્યસમાવતાર ક્ષેત્રસમવતાર. કાળ સમવતાર ભાવસમવતાર આ છમાંથી નામ અને સ્થાપનનાનું વર્ણન તો જેવી રીતે આવશ્યકમાં કહ્યું તેમજ જાણવું યાવતુ જ્ઞાયકશરીરભવ્ય શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396