________________
સુત્ર- ૨૫૬
૩૪૯ પ્રમાણથી પરિજ્ઞાન થાય છે. આ રીતે અવમાન પ્રમાણનું સ્વરૂપ જાણવું.
ગણિમ પ્રમાણ શું છે? જે ગણવામાં આવે છે અથવા જે વડે ગણવામાં આવે તે ગણિમ.એક, દસ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કોડ વગેરે. ગણિમપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ ગણિમપ્રમાણથી કામ કરનાર નોકરાદિની વૃત્તિ, ભોજન, વેતન સંબંધી આય વ્યયથી સંબંધિત દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે, ગણિમપ્રમાણનું આ સ્વરૂપ છે. પ્રતિમાનપ્રમાણ શું છે ? સુવણદિવ્ય જેના વડે માપવામાં આવે અથવા જેનું વજન કરવામાં આવે તે પ્રતિમાન છે. સુવણદિદ્રવ્ય ગુંજારત્તિ કાકણી, નિષ્પાવ કર્મમાષક, મંડલક, સ્વર્ણ વગેરેથી જોખવામાં આવે છે. સવા ચણોઠીથી એક કાકણી અને પોણા બે ચણોઠીથી એક નિષ્પાવ થાય છે. ૪ કાકણી અથવા ત્રણ નિષ્પાવોથી એક કર્મમાષક, ૪ કાકણીથી નિષ્પન્ન એવા ૧૮ કર્મમાશકોનું એક મંડળ થાય છે. આ રીતે ૪૮ કાકણીઓ બરાબર એક મંડલક હોય છે. ૧૬ કર્મમાષક બરાબર એક સુવર્ણ અથવા ૬૪ કાકણી બરાબર ૧ સુવર્ણ હોય છે. આ પ્રતિમાનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ પ્રતિમાનપ્રમાણથી સુવર્ણ, રજત, મણિ, મૌક્તિક, શંખ, પ્રવાલ વગેરે દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણના પાંચે ભેદોનું સ્વરૂવર્ણન પૂર્ણ પ્રદેશનષ્પન્નના નિરૂપણ થી દ્રવ્યપ્રમાણનું પણ નિરૂપણ થઈ ગયું.
[૨પ૭-૨૫૮] ક્ષેત્રપ્રમાણ શું છે? ક્ષેત્રપ્રમાણ બે પ્રકારનું છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગ-નિષ્પન્ન. પ્રદેશનિષ્પન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રનો નિર્વિભાગે જે ભાગ તે પ્રદેશ કહેવાય છે. એવા પ્રદેશથી જે પ્રમાણ નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ, યથા-એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ, ત્રણ પ્રદેશાવગાઢ યાવતું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ, જે ક્ષેત્રરૂપ પ્રમાણ છે તે પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે, પ્રદેશોથી નિષ્પન્ન થવું તેજ એનું સ્વરૂપ છે. વિભાગનિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે? વિભાગ-ભંગથી નિષ્પન થાય તે વિભાગનિષ્પન અથતિ અંગુલ, વૈત, રત્નિ (હાથ), કુક્ષિ, ધનુષ, ગાઉ, યોજન, શ્રેણિ, પ્રતર, લોક, અલોકરૂપ વિભાગવડે જે ક્ષેત્ર જાણવામાં આવે તે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે.
[૨૫૯-૨૬૩]અંગુલ એટલે શું? અંગુલ ત્રણ પ્રકારના આત્માંગુલ, ઉત્સધાંગુલ, અને પ્રમાણાંગુલ.આત્માગુલ શું છે ? જે કાળમાં જે પુરૂષો હોય તેમના અંગુલને આત્માગુલ કહે છે. ૧૨ આત્માગુલનું એક મુખ, નવમુખ પ્રમાણવાળો એટલે ૧૦૮ આત્માગુલની ઊંચાઈવાળો પુરુષ પ્રમાણયુક્ત કહેવાય છે. કોણિક પુરુષ માનયુક્ત હોય છે અથતુ દ્રોણી-જળથી પરિપૂર્ણ મોટી જળકુંડીમાં પુરુષ પ્રવેશ તેના પ્રવેશવાથી દ્રોણ જલ બહાર નીકળી જાય તો તે પુરુષ માનયુક્ત માનવામાં આવે છે. અદ્ધભાર પ્રમાણ તુલિત પુરુષ ઉન્માનયુક્ત હોય છે. ચક્રવર્તી આદિ ઉત્તમપુરુષો ઉન્માન પ્રમાણ યુક્ત, શંખ, સ્વસ્તિક વગેરે લક્ષણો, મષા, તિલક, તલાદિ વ્યંજનો અને ઔદાર્યાદિ ગુણોથી સંપન્ન હોય અને ઉગ્રકુલ આદિ ઉત્તમકુલોમાં જન્મ પ્રાપ્ત કરે છે. ઉત્તમપુરુષ પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ, અધમ પુરુષ ૯૬ અંગુલ અને મધ્યમપુરુષ ૧૦૪ અંગુલ ઊંચા હોય છે. આ હીન તથા મધ્યમ પુરુષોની વાણી જનોપાદેય અને ધીર, ગંભીર નથી હોતી, તે માનસિક સ્થિતિથી હીન હોય છે અને શુભપુદ્ગલોના ઉપચયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org