________________
[૪૫]
नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ
૪૨ દસવેયાલિયં
ત્રીજું મૂળસૂત્ર- ગુર્જર છાયા
અધ્યયનઃ ૧-૬મપુષ્પિકા
[૧]અહિંસા, સંયમ અને તપરૂપ જે ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન ધર્મમાં સદા સંલગ્ન છે, તે ધર્માત્માને દેવો તથા અન્ય ચક્રવન્ત્યાર્દિ પણ નમસ્કાર કરે છે.
[૨-૩]જેમ ભ્રમર, વૃક્ષના ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા સિવાય અને રસને પરિમાણ પૂર્વક પીએ છે અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે. તેમ આરંભાદિ ક્રિયાથી મુક્ત બનેલા જે શ્રમણો-સાધુઓ આ લોકમાં છે તેઓ ફૂલોમાં ભ્રમર ગણની જેમ ગૃહસ્થે આપેલા નિર્દોષ આહારાદિ માં અર્થાત્ તેના દ્વારા સંયમ જીવનમાં અનુરક્ત રહે છે.
[૪]જેમ ભ્રમર (બીજા માટે ઉદય પામેલા વૃક્ષોના ) ફૂલોમાંથી રસ લેતાં કોઈને સતાવતા નથી. તેમ "શ્રમણ સાધકો કહે છે કે” અમે અમારી ભિક્ષા એવી રીતે પ્રાપ્ત કરશું કે જેમાં કોઈ જીવનની વિરાધના ન થાય.
[૫]જેઓ તત્વના જાણનારા છે. ભ્રમરની સમાન કુલાદિના પ્રતિબંધથી રહિત છે અને થોડો થોડો પ્રાસુક આહાર અનેક ઘરોથી એકત્રિત કરીને પોતાની ઉદરપૂર્તિ કરનારા છે, તથા ઈન્દ્રિયાદિનું દમન કરવામાં જે સમર્થ છે તેજ સાધુ કહેવાય છે, અર્થાત્ આ ગુણોના કારણે જ તેઓ સાધુ કહેવાને યોગ્ય થાય છે.- એ પ્રમાણે હું (તમને) કહું છું.
પ્રથમ અધ્યનની મુનિ દીપ રત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ અધ્યયન બીજું -શ્રામધ્યપૂર્વક
Jain Education International
[૬] જે પુરુષ કામભોગનું નિવારણ કરતો નથી, તે પગલે પગલે સંકલ્પવિકલ્પોથી વિષાદ પામે છે. વિષાદગ્રસ્ત આત્મા સંયમ ભાવનું પાલન કઇ રીતે કરે ?
[૭-૮]જે પુરુષ. વસ્ત્રો, ગંઘ, આભૂષણો, સ્ત્રિયો તથા શય્યાઓ આદિને વિવશતાથી- પરાધીનતાથી ભોગવતો નથી તેથી તે વાસ્તવમાં 'ત્યાગી' કહેવાતો નથી, જે પુરુષ, પ્રિય અને મનોહર ભોગો મળી જવા પર પણ તે ભોગો તરફથી પીઠ ફેરવે છે. તથા સ્વાધીન ભોગો ત્યાગી દે છે, વાસ્તવમાં તેજ પુરુષ ’ત્યાગી’ છે એમ કહેવાય છે.
10
For Private & Personal Use Only
www.jainelibrary.org