________________
અધ્યયજ્ઞ- ૧૩
૨૦૯ [૪૩૭-૪૩૯ રાજનું! સમય વીતતો જાય છે. રાત દોડતી આવે છે. મનુષ્યના ભોગ શાશ્વત નથી. કામ-ભોગ ક્ષીણ પુણ્યવાળા માણસને, ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે તેમ છોડી દે છે. રાજનું! તું કામભોગ છોડવા અસમર્થ હોય તો આર્ય કર્મ જ કર. ધર્મમાં રત રહીને બધા જીવ તરફ દયા રાખ. જેથી તું ભવિષ્યમાં વૈક્રિય શરીરધારી દેવ બની શકે. ભોગ છોડવાની તારી ઇચ્છા નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ તારી સાથે આટલી વાત કરી -રાજનું! હું જાઉં છું.
[૪૦] પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત મુનિના વચન પાળી ન શક્યો, તેથી અનુત્તર ભોગ ભોગવી અનુત્તર સપ્તમ નરકમાં ગયો.
ન [૪૧] કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રવાળો, તપસ્વી મહર્ષિ ચિત્ર અનુત્તર સંયમ પાળીને અનુત્તર સિદ્ધગતિ પામ્યો.
- - એમ હું કહું છું અધ્યયન-૧૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણા
(અધ્યયન ૧૪ ઈષકારીય) [૪૪૨-૪૪૫] દેવપુરી જેવું સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધ ઈષકાર નામનું નગર હતું. તેમાં પૂર્વ જન્મમાં એક જ વિમાનવાસી કેટલાક જીવો દેવતાનું આયુષ્ય પૂરું કરીને અવતર્યા. પૂર્વભવમાં કરેલા પોતાના બાકી કર્મોને કારણે તે દેવ ઊંચા કુળોમાં ઉત્પન્ન થયા અને ઉદ્વિગ્ન થઈને કામભોગનો ત્યાગ કરી જિનેન્દ્રના માર્ગે વળ્યા. પુરુષત્વ પામેલા બંને પુરોહિતકુમાર, પુરોહિત, તેની પત્ની યશા, વિશાળ કીર્તિવાળો ઈષકુમાર રાજા અને તેની રાણી કમળાવતી આ છએ વ્યક્તિ હતી. જન્મ, જરા અને મરણના ભયથી અભિભૂત કુમારોનું મન મુનિદર્શનથી બહિવિહાર અર્થાતુ મોક્ષ તરફ વળ્યું, પરિણામે સંસારચક્રથી મુક્તિ મેળવવા તેઓ કામગુણોથી વિરક્ત થયા.
[૪૬-૪૪૮] યજ્ઞ- કર્મમાં સંલગ્ન બ્રાહ્મણના આ બંને પ્રિય પુત્ર પુર્વજન્મ તેમજ તત્કાલીન સુચીર્ણતપ સંયમને યાદ કરી વિરક્ત થયા. મનુષ્ય તેમજ દેવ સંબંધી કામભોગમાં અનાસક્ત, મોક્ષાભિલાષી શ્રદ્ધાળુ તે બંને પુત્રોએ પિતાને કહ્યું. જીવનની ક્ષણિકતા અમે ઓળખી છે. જીવન વિદ્ગોથી પૂર્ણ છે. આયુષ્ય અલ્પ છે. તેથી ઘરમાં અમને આનંદ આવતો નથી. માટે મુનિધર્મના આચરણની આપ અમને રજા આપો.
[૪૪૯-૫૨] આ સાંભળી તે મુનિઓ-કુમારોની તપસ્યામાં વિઘ્ન ઉત્પન્ન કરનારી આ વાત તેમણે કરી હે પુત્રો ! વેદજ્ઞો આમ કહે છે કે જેમને પુત્ર નથી હોતા. તેમની ગતિ થતી નથી. તેથી, પુત્રો ! તમે પહેલાં વેદ ભણો. બ્રાહ્મણોને ભોજન આપો અને લગ્ન કરી સ્ત્રીઓ સાથે ભોગ ભોગવો. ત્યાર પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરણ્યવાસી શ્રેષ્ઠ મુનિ બનજો. પોતાના રાગાદિ ગુણ રૂપ ઈધનથી પ્રદીપ્ત તેમજ મોહરૂપ પવનથી પ્રજ્વલિત શોકાગ્નિને લીધે જેમનું અન્તઃકરણ દુઃખી થયું છે અને જેઓ મોહગ્રસ્ત બની અનેક પ્રકારના દીનહીન વચન બોલે છે. જે એક પછી એક, વારંવાર અનુનય કરે છે, ધન અને ક્રમે મળતા કામભોગ માટે આમંત્રી રહ્યો છે એવા પોતાના પિતા પુરોહિતને કુમારોએ વિચારપૂર્વક આમ કહ્યું.
[૪૫૩-૫૬] વેદોથી રક્ષણ થતું નથી. યજ્ઞયાગાદિમાં પશુહિંસાનો ઉપદેશ દેનારા બ્રાહ્મણો પણ ભોજન કરાવવા છતાં પણ અન્ધકારમાં ઘસડી જાય છે. ઔરસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org