________________
૨૧૦
ઉત્તરાયણ - ૧૪/૪૫૭
પુત્ર પણ રક્ષણ કરી શકતા નથી. તેથી તમારા કથનનું અનુમોદન કોણ કરશે ? આ કામભોગ ક્ષણિક સુખ આપે છે અને લાંબા ગાળા સુધી દુઃખ આપે છે. વધુ દુઃખ અને થોડું સુખ આપે છે અને સંસારમાંથી મુક્ત થવામાં વિઘ્નરૂપ છે. અનર્થોની ખાણ છે. જે કામનાથી મુક્ત નથી તે અતૃપ્તિનું કષ્ટ ભોગવતો માણસ રાતદિન ભટકતો રહે છે. અને બીજા માટે પ્રમાદાચરણ કરનાર તે ધનની શોધમાં રત એક દિવસે વૃદ્ધ બની મૃત્યુ પામે છે. આ મારી પાસે છે. આ મારી પાસે નથી. આ મારે કરવું છે. આ નથી કરવું.આમ વ્યર્થ બકનાર વ્યક્તિને મૃત્યુ ઉપાડે છે, આમ બને છે, છતાં પ્રમાદ કેવો ?
[૪૫૭] જેની પ્રાપ્તિ માટે લોક તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજન અને ઇન્દ્રિયોને ગમતા વિષયભોગ-તમને અહીં જ મળે છે. તો પરલોકના આ સુખો માટે ભિક્ષુ શા માટે બનો છો ?
[૪૫૮] જેમને ધર્મધુરાનો ભાર ઉપાડવાનો અધિકાર છે તેને ધન, સ્વજન તથા ઇન્દ્રિયસુખનું શું કામ ? અમે તો ગુણસમૂહ ધારણ કરનાર, અપ્રતિબદ્ધવિહારી, શુદ્ધ ભિક્ષા લેનારા શ્રમણ બનશે.
[૪૫૯] પુત્રો ! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ, અવિદ્યમાન હોય છે તેવી જ રીતે શરીરમાં જીવ પણ અવિદ્યમાન છે. જન્મે છે. અને નષ્ટ થાયછે. શરીરનો નાશ થતાં જીવનું કાંઇ અસ્તિત્વ રહેતું નથી.
[૪૬૦-૪૬૨] -આત્મા અમૂર્ત છે. તેથી ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી- જે અમૂર્ત હોય છે તે નિત્ય હોય છે. આત્માના આન્તરિક રાગાદિ ભાવ જ નિશ્ચિતપણે બન્ધના કારણ છે. અને બન્ધ એ જ સંસારનું કારણ છે. જ્યાં સુધી અમે ધર્મને જાણતા ન હતા ત્યાં સુધી મોહવશ પાપકર્મ કર્યાં, આપે અમને રોક્યા અને અમારું રક્ષણ થયું. પણ હવે અમે પાપાચરણ નહીં કરીએ. લોકો દુઃખી છે. ચારે બાજુ ઘેરાયેલ છે. અમોધા પડી રહી છે. આ સ્થિતિમાં અમને ઘરમાં સુખ થતું નથી.
[૪૬૩] પુત્રો ! આ લોક કોનાથી આહત છે ? કોનાથી ઘેરાયેલો છે ? અમોધા કોને કહે છે ? આ જાણવા માટે હું ચિન્તિત છું.
[૪૬૪-૪૬૬] પિતા ! આ લોક મૃત્યુથી આહત છે. જરાથી ઘેરાયેલ છે અને રાત્રિને અમોધા કહી છે. જે જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિ નિષ્ફળ જાય છે. ધર્મ કરનારની રાત્રિ સફળ થાય છે.
[૪૬૭] પુત્રો ! પહેલાં આપણે બધાં થોડો વખત સાથે રહીને સમ્યકત્વ અને વ્રતવાળા થઈએપછી પાછલી ઉંમરે ઘેર ઘેરથી ભિક્ષા માગી વિહાર કરશું.
[૪૬૮-૪૬૯] જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુ આવતાં દૂર ભાગીને બચી શકે અથવા જેને જાણ છે કે હું કદી મરીશ નહીં, તે જ આવતી કાલની આકાંક્ષા રાખી શકે. અમે આજે જ રાગમુક્ત થઇ, શ્રદ્ધાપૂર્વક મુનિધર્મ સ્વીકારીશું. જેથી ફરી આ સંસારમાં જન્મ ન લેવો પડે. અમારે માટે કોઇ પણ ભોગ અભુક્ત નથી.
[૪૭૦-૪૭૧] વાશિષ્ઠી ! પુત્રો વિના હું આ ઘરમાં રહી શકું નહીં. ભિક્ષાચર્યાનો વખત આવી ગયો છે. વૃક્ષ ડાળીઓથી જ શોભે છે. ડાળીઓ કપાઇ જતાં તે કેવળ ઠુંઠૂં કહેવાય છે.પાંખરહિત પક્ષી, યુદ્ધમાં સેના વિનાનો રાજા, વહાણ ઉપર ધનહીન વેપારી, જેમ અસહાય હોય છે તેમજ પુત્રો વિના હું પણ અસહાય છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org