________________
અધ્યયન - ૧૨
૨૦૭ ત્યાગ કરે છે. જેઓ પવિત્ર છે, વિદેહ છે, દેહભાવ નથી રાખતા તેઓ વાસના પર વિજય મેળવનાર મહાવિજયી, શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.
[૪૦૨] હે ભિક્ષુ ! તમારો અગ્નિ કયો? જ્યોતિનું સ્થાન કયું? ઘી હોમવાનું સાધન કડછી કઈ? અગ્નિ પ્રદીપ્ત કરનાર કાષ્ઠ કયું? તમારો શાન્તિપાઠ ક્યો? અને કયા હવનથી તમે જ્યોતિ પ્રગટાવો છો?
[૪૦૩] તપ જ્યોતિ છે. જીવાત્મા જ્યોતિનું સ્થાન છે. મન-વચન અને કાયાનો યોગ કડછી છે. શરીર છાણા છે. કર્મ લાકડાં છે. સંયમની પ્રવૃત્તિ શાન્તિ-પાઠ છે. હું પ્રશસ્ત યજ્ઞ કરું છું.
[૪૦૪] હે યક્ષ પૂજિત સંયત ! તમારો દ્રહ કયો અને શાન્તિતીર્થ કયો છે જ્યાં તમે મલિનતા દૂર કરો છો? એ અમને કહો, અમે જાણવા ઇચ્છીએ છીએ.
૪િ૦પ-૪૦] આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ વેશ્યાવાળો ધર્મ મારું તળાવ છે. અને બ્રહ્મચર્ય શાન્તિતીર્થ છે જ્યાં સ્નાન કરીને હું નિર્મળ, વિશુદ્ધ તેમજ શાંત થઈને કર્મ રજ ને દૂર કરું છું. કુશળ માણસોએ એને જ સ્નાન કહ્યું છે. ઋષિઓ માટે આ મહાન સ્નાન જ શ્રેષ્ઠ છે. આ ધર્મ-દૂહમાં સ્નાન કરીને મહર્ષિ વિમળ, વિશુદ્ધ થઈને ઉત્તમ સ્નાન પ્રાપ્ત કરે છે. - એમ હું કહું છું.
અધ્યયન-૧૨-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન ૧૩ ચિત્રસંભૂતીય) ૪િ૦૦-૪૦૯] જાતિથી પરાજિત સંભૂત મૂનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા નિદાન કર્યું. ત્યાંથી મરીને તે પદ્મગુલ્મ વિમાનમાં દેવ બન્યો અને પછી બ્રહ્મદત્ત ચક્રવર્તીરૂપે ચુલનીની કૂખે જન્મ્યો. સંભૂત કોમ્પિલ્ય નગરમાં અને ચિત્ર પરિમતાલ નગરમાં મોટા શેઠિયાને ઘરે જમ્યા અને ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયા. કામ્પિલ્ય નગરમાં ચિત્ર અને સંભૂત મળ્યા. તેઓએ પરસ્પર સુખદુઃખ અને કર્મફળની વાત કરી.
[૪૧૦-૪૧૩] મહાન ઋદ્ધિસંપન્ન તેમ જ મહા યશસ્વી ચક્રવર્તી બ્રહ્મદને ખૂબ સત્કારપૂર્વક પોતાના ભાઈને આમ કહ્યું - આ પહેલા આપણે બંને પરસ્પર વશવર્તી એક બીજા પર અનુરક્ત અને હિતૈષી ભાઈ ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાંલિજર પર્વત પર હરણ, મૃતગંગાને કિનારે હંસ અને કાશીમાં ચાંડાલ હતા. આપણે બંને દેવલોકમાં મહાદ્ધિસંપન્ન દેવ હતા. આ આપણો છઠો ભવ છે. જેમાં આપણે એકબીજાથી દૂર અલગ અલગ જમ્યા છીએ.
[૪૧૪] રાજન્ ! તેં ભોગવિલાસના કર્મોનું વિશેષ ચિંતન કર્યું. તે જ કર્મફળના પરિણામે આપણે અલગ અલગ જમ્યા.
[૪૧૫] ચિત્ર! પૂર્વ જન્મમાં કરેલાં સત્ય અને શુદ્ધ કર્મોનું ફળ હું ભોગવું છું, શું તમે પણ તેમ જ ભોગવો છો?
[૪૧૬-૪૧૮] મનુષ્યોએ આચરેલાં બધાં સત્કર્મો સફળ થાય છે. કરેલાં કર્મોનાં ફળ ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમ અર્થ કામો દ્વારા પુણ્ય ફળવાળો રહેલ છે. સંભૂત ! જેમ તું પોતાની જાતને ભાગ્યશાળી, મહાદ્ધિયુક્ત, પુણ્ય ફળવાળો માને છે તેમ જ ચિત્રને પણ જાણ. રાજનું! તેની પાસે પણ ખૂબ ધન અને યુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org