________________
અધ્યય- ૬
૧૬૩
જીવોને હણતા નથી, હણાવતા નથી કે હણનાર ને અનુમોદન આપતા નથી. કારણકે જળકાયની હિંસા કરનાર તેની હિંસા કરતો કરતો જલને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરી નાખે છે. માટે તે પાપ દુગતિ વધારનારુ છે, તેમ જાણીને સાધુ પુરુષે જીવન પર્યન્ત માટે જળકાયના સમારંભને ત્યાગી દેવો જોઈએ.
[૨પ૭-૨૬૦] સાધુ પુરુષો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ઇચ્છે નહિ કારણ કે તે પાપકારી અને લોખંડશસ્ત્રો કરતાં અદ્વિતીય તેમજ અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને કોઈપણ બાજુથી સહન કરવું તે સર્વથા દુષ્કર છે. અગ્નિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓ, ચાર વિદિશાઓ, ઉપર અને નીચે એમ દશે દિશામાં દરેક વસ્તુને બાળી ને ભસ્મ કરી નાખે છે. અગ્નિ પ્રાણીઓનો નાશ કરનાર છે. તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. માટે સંયમી પુરુષો પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી. જરામાત્ર પણ અગ્નિકાયનો આરંભ કરે નહિ. માટે તે પાપ દુર્ગતિને વધારનારું છે તેમ જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત અગ્નિકાયના સમારંભને ત્યાગી દે.
[૨૬૧-૨૬૪] બહુ પાપકારી વાયુકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો અગ્નિકાયના આરંભ જેવો દૂષિત માને છે. તેથી જ છ કાયના રક્ષક સંયમીઓએ વાયુકાયનું સેવન કરતા નથી. માટે તાડપત્રના પંખાથી, સામાન્ય વીંજણાથી કે વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષો પોતે પવન નાખતા નથી, બીજાની પાસે પવન નંખાવતા નથી કે કોઈ પવન કરતો હોય તો તેને અનુમોદન પણ આપતા નથી. તેમજ સંયમીઓ પોતાની પાસે રહેલાં, વસ્ત્ર, પાત્ર, કંબલ રજોહરણાદિ (સંયમના સાધનો) વડે પણ વાયુની ઉદીરણા કરતા નથી. પરંતુ તેને ઉપયોગ પૂર્વક સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે. આવી રીતે આ દોષ દુર્ગતિને વધારનારો છે. એમ જાણીને સંયમી જીવન પર્યંત વાયુકાયનો સમારંભ ન કરે..
[૨પ-૨૬૭ સુમસાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી, વનસ્પતિકાયની હિંસા કરતા નથી, કરાવતા નથી, કરતા હોય તેમાં અનુમોદના આપતા નથી. કારણ કે વનસ્પતિની હિંસા કરનારા તે જીવ વનસ્પતિના આશ્રયે રહેલાં દ્રષ્ટિથી દેખી શકાય તેવા તથા ન દેખી શકાય તેવા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરુષ જીવન પર્યત વનસ્પતિકાયના આરંભનો પણ ત્યાગ કરે.
[૨૬૮-૨૭૦] સુસમાધિવંત પુરુષો મન, વચન, અને કાયાથી ત્રસ કાયના હાલતા ચાલતા જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, અને તેવા જીવોની હિંસા કરનારને અનુમોદન પણ આપતા નથી. કારણ કે ત્રસકાયની હિંસા કરતો કરતો તે જીવ ત્રસકાયના આશ્રયે રહેલાં, દ્રષ્ટિથી દેખી શકાય તેવાં તથા ન દેખી શકાય તેવાં પણ વિવિધ પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ પણ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરષ જીવન પર્યત ત્રસ કાયની હિંસા ન કરે.
[૨૭૧-૨૭૪] આહાર આદિ ચાર (હવે પછી કહેવાશે તે) કે જે સાધુ પુરુષોને અકથ્ય હોય તેને વર્જન કરે આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્ર એમ ચારે વસ્તુઓ પૈકી જે સંયમી માટે અકથ્ય હોય તેને સંયમી સાધુ ન ઇચ્છે, પણ જે કલ્પનીય હોય તેને જ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org