________________
અધ્યયન - ૩
૧૪૭
પુષ્પમાલાદિનું ધારણ કરવા, વીંઝણાદિને કરવો આહારનો સંચય કરીને રાખવો, ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું, રાજામાટે બનાવેલ આહાર લેવા અથવા બલિષ્ઠ ઔષિધ નાખી બનાવાતો આહાર લેવો, તમોને શું જોઈએ છે ? એમ પૂછીને અપાયેલ આહારદિ લેવા, મર્દન કરવું-કરાવવું, દાંત સ્વચ્છ કરવા, ગૃહસ્થને ક્ષેમ કુશળ પૂછવું, પોતાના શરીરનું પ્રતિબિમ્બ અરિસાદિમાં જોવું, પાસાદિનો જુગાર રમવો, નાલિકાશેતરંજ વગેરે બીજી રમતો રમવી, શિરપર છત્ર ધારણ કરવું, વ્યાધિ આદિની ચિકિત્સા કરવી, પગમાં પગરખાં આદિ પહેરવાં અને અગ્નિનો સમારંભ કરવો. જે ગૃહસ્થે રહેવા માટે આશ્રય આપ્યો હોય તે શય્યાતર કહેવાય તેના ઘરનું ભોજન આદિ લેવું, આસદી માંચી ઉપર, પલંગ ઉપર કે ગૃહસ્થના ઘેર જઈને બેસવું, ગાત્રની ઉદવર્તનક્રિયાઓ કરવી, ગૃહસ્થની વૈયાચ્ચ કરવી, જાતિ-કુલ-ગણાદિ દેખાડીને પોતાની આજીવિકા કરવી, સર્વપ્રકારથી પ્રાસુક ન હોય-અપક્વ-મિશ્ર પદાર્થોનું ભોજન કરવું, ભૂખકામ આદિથી પીડિત થઈને પૂર્વ ભૂક્ત પદાર્થોનું સ્મરણ કરવું, જે જીવોથી રહિત થયેલા ન હોય એવી જાતના મૂળા, આદુ, ઈક્ષુખંડ-શેરડીના ટુકડા, કંદ, મૂલ અને સચિત્ત ફળ તથા કાચાબીજ, આ બધાનું સેવન કરવું, સચિત્ત સંચળ, સિંઘાલૂણ, રોમકક્ષાર, સામુદ્રિક લવણ, ખારો અને કાળું મીઠું, એ ચિત્ત હોય તો સેવન કરવું, વસ્ત્રાદિને ધૂપ આપવો, વમન કરવું, બસ્તીકર્મ એનીમા વગેરે લેવો, જુલાબ લેવો, આંખોમાં અંજન આંજવું, દાંત રંગવા, ગાત્રામ્બંગ શરીરને તેલ મર્દન કરવું અને શરીરની ટાપ ટીપ કરવી વિભૂષા કરવી. આ સર્વે મુનિને માટે અનાચીર્ણ છે.
[૨૬]સંયમ અને તપમાં યુક્ત તથા વાયુવત લઘુભૂત થઈને વિચરનારા, નિગ્રન્થ મહર્ષિયોને આ સર્વે અનાચીર્ણ છે- આચરવા યોગ્ય કૃત્ય નથી.
[૨૭]જે પાંચ આસ્રવોને ત્યાગનારા, ત્રિગુપ્ત મન-વચન-કાયાથી ગુપ્ત, છકાય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર, મોક્ષ તથા મોક્ષ કારણભૂત સંયમને જોનારા હોય તે નિગ્રન્થો છે.
[૨૮]સુસમાહિત સાધુ ગ્રીષ્મ કાલમાં આતાપના લે છે, શીતકાલમાં અપ્રાવૃત્ત રહે અર્થાત્ વસ્ર ગ્રહણ ન કરે. વર્ષાકાલમાં એક સ્થાનપર ઇદ્રિયોને વશ કરીને રહે.
[૨૯]પરિષહરૂપી વેરીઓને દમનારા, મોહને દૂર કરનારા તથા ઈન્દ્રિયોને જીતનારા મહર્ષિઓ સર્વ પ્રકા૨ના દુઃખોનો નાશ કરવામાટે પરાક્રમશીલ રહે છે.
[૩૦]દુષ્કર ક્રિયાઓને કરીને અને દુઃસહ કષ્ટોને સહન કરીને કેટલાંક મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તો કેટલાંક કર્મરજથી સર્વથા રહિત થઈને સિદ્ધ થાય છે.
[૩૧]સંયમ અને તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરીને સિદ્ધિનો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરીને છ કાયના રક્ષક થઈને મુનિઓએ પરિનિર્વાણ- મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
અધ્યયન-૩-ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન ચોથું-છ જીવનિકાય
[૩૨]આયુષ્યન! મેં સાંભળ્યું છે કે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી ષડજીવનિકાય નામક અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રવેદિત સારી રીતે કહેવાયેલ અને પ્રરૂપાયેલ છે. શું તે અધ્યયનનું પઠન, મનન, ચિંતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org