________________
ગાથા-પર૧
૧૨૩ બની જાય.’ આમ વિચાર શ્રાવકે “પધારો મહારાજ.’ સિંહકેસરીયા લાડવાનો ભરેલો ડબો લઇને તેમની પાસે આવીને કહ્યું કે “લો મહારાજ સિંહકેસરીયા લાડવા. ગ્રહણ કરી મને લાભ આપો.” મુનિએ લાડવા ગ્રહણ કર્યા. પાત્રામાં સિંહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું.
શ્રાવકે મુનિને પૂછ્યું કે “ભગવન્! આજે મેં પુરિમઠનું પચ્ચખાણ કર્યું છે, તો તે પુરૂં થયું કે નહિ?” સુવ્રતમુનિએ સમય જોવા માટે આકાશ તરફ જોયું, તો આકાશમાં અનેક તારાઓનાં મંડળો જોયાં અને અર્ધરાત્રી થયાનું જાણ્યું. અર્ધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પોતાનો ચિત્તભ્રમ જાણ્યો. હા ! મૂખ! એવા મેં આજે શું કર્યું? અયોગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને લોભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહકેસરીઆ લાડવા વહોરાવીને મારી આંખ ઉઘાડી.” મુનિએ શ્રાવકને કહ્યું કે “ભો ! મહાશ્રાવક! તમે સારું કર્યું, સિંહકેસરીઆ લાડવા આપીને પુરિમષ્ઠ પચ્ચખાણનો સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારો બચાવ કર્યો.” રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પોતાના આત્માની નિંદા કરતા અને લાડુને પરઠવતા શુક્લધ્યાનમાં ચઢ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોના પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લોભથી પણ ભિક્ષા લેવી કલો નહિ.
પરચ-પ૩૧] સંસ્તવ એટલે પ્રશંસા. તે બે પ્રકારે છે-૧ સંબંધી સંસ્તવ, ૨ વચન સંસ્તવ. સંબંધી સંસ્તવ તે પરિચયરૂપ છે અને વખાણવારૂપ વચનો બોલવાં તે વચન સંસ્તવ છે. સંબંધી સંસ્તવમાં પૂર્વ સંતવ અને પશ્ચાતુ સંસ્તવ. વચન સંસ્તવમાં પણ પૂર્વસંસ્તવ અને પશ્ચાતુ સંસ્તવ.
સંબંધી પૂર્વસંસ્તવ-માતા-પિતાદિના સંબંધથી પરિચય પાડવો. સાધુ ભિક્ષાએ ફરતા કોઈના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં આહારની લંપટતાથી પોતાની ઉંમર અને સામાની ઉંમર જાણીને ઉંમરને સંબંધથી બોલે. જો તે સ્ત્રી વયોવૃદ્ધ અને પોતે મધ્યમ ઉંમરનો હોય તો કહે કે “મારી માતા તમારા જેવી હતી.” તે સ્ત્રી મધ્યમ ઉંમરની હોય તો કહે કે “મારી બેન તમારા જેવી હતી. નાની ઉંમરની હોય તો કહે કે “મારી પુત્રી કે પુત્રની પુત્રી તમારા જેવી હતી.' ઇત્યાદિ રીતે બોલીને આહાર મેળવે. આથી સંબંધી પૂર્વસંસ્તવ નામનો દોષ લાગે. સંબંધી પશ્ચાત્સસ્તવ-પાછળથી સંબંધ બંધાયો હોય તે સાસુ-સસરા આદિના સંબંધથી પરિચય પાડવો. “મારી સાસુ, પત્નિ તમારા જેવા હતાં' વગેરે બોલે તે સંબંધી પશ્વાત્સસ્તવ કહેવાય.
પૂર્વસંસ્તવ-દાતારના ગુણો આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. ભિક્ષા લીધા પહેલા સાચા કે ખોટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમકે “અહો ! તમે દાનેશ્વરી છો તેની માત્ર વાત જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છો કે તમારા ગુણોની પ્રશંસા તો ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.” વગેરે બોલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય. વચન પશ્વાત્સસ્તવ-ભિક્ષા લીધા પછી દાતારની પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બોલે કે “આજ તમને જોવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જોવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય ! તમારા ગુણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org