________________
૧૦૪
પિંડમિજુત્તિ-(૭૫૦) શક્યું નહિ. એટલે ચાર પલી જેટલું તેલ ચઢ્યું. ત્રીજે દિવસે આઠ પલી થયું. તેટલું એક દિવસમાં કામ કરીને મેળવી શકી નહિ. રોજ ખાવાનો નિવહિ પણ મજુરી કરવા ઉપર હતો. આમ દિવસે દિવસે તેલનું પ્રમાણ વધતું ચાલ્યું. કેટલાક ઘડા પ્રમાણ તેલનું દેવું થઈ ગયું. શિવદેવ શેઠે કહ્યું કે “કાં તો મારું ચઢેલું તેલ આપ અથવા મારા ઘેર દાસી થઈને રહે.” સમ્મતિ તેલ આપી શકી નહિ એટલે શેઠને ઘેર દાસી થઈને રહી. શેઠનું બધુ કામ કરે છે અને દુઃખે દિવસો પસાર કરે છે. સમ્મત મુનિ પાછા કેટલાક વર્ષે તે ગામમાં આવી પહોંચ્યા. તેના ઘેર બહેનને દેખી નહિ, એટલે પાછા ફર્યા રસ્તામાં બહેન જોવામાં આવી, એટલે મુનિએ પૂછ્યું. બહેન રોતા રોતા બધો વૃત્તાંત કહ્યો. આ સાંભળી મુનિને ખેદ થયો. મારા નિમિત્તે ઉધારે લાવેલી વસ્તુ મેં પ્રમાદથી લીધી, જેથી બહેનને દાસી થવાનો વખત આવ્યો.
- લોકોત્તર પ્રાદિત્ય બે પ્રકારે. અમુક સમય પછી પાછું આપવાની શરતે વસ્ત્ર પાત્ર વગેરે સાધુ પાસેથી વાપરવા લેવું. અને આના જેવું બીજુ વસ્ત્ર આદિ પાછુ આપવાની કબુલાત કરીને વસ્ત્ર આદિ લેવું. અમુક સમય પછી વસ્ત્ર આદિ પાછુ આપવાનું નક્કી કરીને વસ્ત્ર આદિ લીધું હોય તો તે વસ્ત્ર આદિ પાછા આપવાના સમયમાં જીર્ણ થઈ જાય, ફાટી જાય, કે ખોવાઈ જાય કે કોઈ લઈ જાય તેથી તેને પાછુ નહિ આપવાથી બોલચાલી વગેરે થાય, માટે આ રીતે વસ્ત્ર આદિ લેવું નહિ. તેના જેવું બીજુ આપવાનું નક્કી કરીને લીધું હોય, પછી તે સાધુને તે વસ્ત્ર કરતાં પણ સારૂ વસ્ત્ર આપતાં તે સાધુને પસંદ ન પડે. હતું તેવું જ માગે અને તેથી ઝગડો આદિ થાય. માટે આ રીતે વસ્ત્રાદિ લેવું ન જોઈએ. વસ્ત્ર આદિની ખેંચ હોય તો સાધુએ પાછું આપવાની શરતે લેવું કે આપવું નહિ, પણ એમને એમ લેવું કે આપવું. ગુરુની સેવા વગેરેમાં આળસુ સાધુને વૈયાવચ્ચ કરવા માટે વસ્ત્ર આદિ આપવાનું નક્કી કરી શકાય. એવે સમયે તે વસ્ત્ર આદિ પોતે સીધુ આપવું નહિ, પણ આચાર્યને આપવું. પછી આચાર્ય આદિ વડિલ તે સાધુને આપે. જેથી કોઈ વખતે કલહ આદિ થવાનો સંભવ ન રહે.
[૩પ૧-૩પ૬] સાધુને માટે વસ્તુનો અદલો બદલો કરીને આપવું તે પરાવર્તિત. પરાવર્તિત બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર. લૌકિકમાં એક વસ્તુ આપીને તેવી જ વસ્તુ બીજા પાસેથી લેવી. અથવા એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી. લોકોત્તરમાં પણ ઉપર મુજબ. તે વસ્તુ આપીને તે વસ્તુ લેવી અથવા વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી.
લૌકિક દ્રવ્ય એટલે ખરાબી થી આદિ આપીને બીજાને ત્યાંથી સાધુ નિમિત્તે સુગંધીવાળુ સારૂ ઘી આદિ લાવીને સાધુને આપવું. લૌકિક અન્યદ્રવ્ય એટલે કોદ્રવ આદિ આપીને સાધુ નિમિત્તે સારા ચોખા આદિ લાવીને સાધુને આપવા.
વસંતપુર નગરમાં નિલય નામના શેઠ રહેતા હતા. તેમને સુદર્શના નામે ભાય હતી. ક્ષેમંકર અને દેવદત્ત નામના બે પુત્રો અને લક્ષ્મી નામની પુત્રી હતી. તે જ નગરમાં બીજા. તિલક નામના શેઠ હતા. તેમને સુંદરી નામની પત્નિ, ધનદત્ત નામનો પુત્ર અને બંધમતી નામની પુત્રી હતી. લક્ષ્મી તિલક શેઠના પુત્ર ધનદત્ત સાથે પરણાવી હતી. બંધુમતી નિલય શેઠના પુત્ર દેવદત્ત સાથે પરણાવી હતી. એક વખતે તે નગરમાં શ્રી સમિતસૂરિ નામના આચાર્ય પધારતાં તેમનો ઉપદેશ સાંભળી ક્ષેમંકરે દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org