________________
ગાથા -૪૨૨ હોતી નથી. પરંતુ ઘરના માણસ થોડા છે અને આટલી બધી રસોઈ કેમ ? તે વિચારવાથી મિશ્રાત દોષનું જ્ઞાન થઈ શકે છે. જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હોવાથી, ભાત અર્ધપકવ, દાળ આદિના વર્ણ, ગંધ, રસમાં તફાવત-પાતળાપણા આદિનો ફેરફાર હોય છે, તેથી તે રીતે અધ્યપૂરકદોષનો નિર્ણય કરી શકાય છે.
આ પ્રમાણે ઉદ્ગમના સોળ દોષો થયા. તેમાં કેટલાક વિશોધિકોટિના છે અને કેટલા અવિશોધિકોટિના છે.
[૪૨૩-૪૨૮] વિશોધિકોટિ-એટલે જેટલું સાધુ માટે કલ્પેલું કે રાંધેલું હોય તેટલું દૂર કરવામાં આવે તો બાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અર્થાત્ સાધુને લેવું કલ્પી શકે. અવિશોધિકોટિ - એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરી શકે તેવું. અથતુ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવો એટલે અવિશોધિકોટિ આહાર ગ્રહણ થઈ ગયો હોય તો તે પાત્રમાંથી તેવો આહાર કાઢી નાખી તે પાત્રને રાખ આદિથી ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પી શકે.
આધાકર્મ સવભેદ, વિભાગ ઉદ્દેશના છેલ્લા ત્રણ ભેદ, સમુદેશ,આદેશ અને સમાદેશ. બાદર ભક્તપાન પૂતિ. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, બાદર પ્રાભૃતિકા, અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યપૂરક અને સાધુ અધ્વપૂરક, મૂલ છ દોષમાંથી દશ ભેદો અવિશોધિ કોટીના છે. એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષો વિશોધિ-કોટીના છે.
- ઉદેસિકના નવ ભેદો, પૂતિદોષ, યાવદર્થિકમિશ્ર, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવતિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય. સૂક્ષ્મપ્રાકૃતિકા, સ્થાપનાના બે પ્રકારો. આ બધા વિશોધિકોટિના જાણવા.
ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર ગ્રહણ કર્યો હોય, ત્યાર બાદ અનાભોગ આદિના કારણે વિશોધિકોટિ દોષવાળું ગ્રહણ કર્યું હોય, પાછળથી તેની ખબર પડે કે “આ તો વિશોધિકોટિ દોષવાળું હતું,' તો ગ્રહણ કરેલા આહાર વિના જો નિવહ થઈ શકે એમ હોય તો તે બધો (શુદ્ધ આહાર અને વિશોધિ દોષવાળો) આહાર પરઠવી દે, જો નિહિ થઈ શકે એમ ન હોય તો જેટલો આહાર વિશોધિ દોષવાળો હોય તેટલો બરાબર જોઈને કાઢી નાખે. હવે જો સરખા વર્ણ અને ગંધવાળો હોય એટલે ઓળખી શકાય તેવો ન હોય, કે ભેગો થઈ ગયેલો હોય અથવા તો પ્રવાહી હોય તો તે બધો પરઠવી દે. છતાં કોઈ સૂક્ષ્મ અવયવો પાત્રમાં રહી ગયા હોય તો પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવો કલ્પી શકે છે. કેમકે તે આહાર વિશોધિકોટિનો હતો માટે.
[૪૨૯] વિવેક (પરઠવવું) ના ચાર પ્રકારો- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, દ્રવ્ય વિવેક દોષવાળા દ્રવ્યનો ત્યાગ કરવો તે. શેત્ર વિવેક- જે ક્ષેત્રમાં તે દ્રવ્યનો ત્યાગ કરવો તે. કાલ વિવેક- ખબર પડે કે તુરત વિલંબ ક્યા વિના ત્યાગ કરવો તે. ભાવ વિવેક- ભાવથી મૂચ્છ રાખ્યા સિવાય તેનો ત્યાગ કરવો તે. અથવા અસઠ સાધુ જેને દોષવાળું જૂએ ને તેનો ત્યાગ કરે. પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિવહિ થઈ શકે એમ હોય તો બધો શુદ્ધ અને દોષવાળો આહારનો ત્યાગ કરવો. નિવહિ થઈ શકે એમ ન હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org