________________
ગાથા - ૨૪૦
૫ રહેતી હતી. માણસોના મુખથી તપસ્વી પારણાનો દિવસ તેના જાણવામાં આવ્યો હતો, એટલે તેણીએ વિચાર્યું કે “કદાચ તે તપસ્વી મહાત્મા પારણા માટે આવે તો મને લાભ મળે, એ હેતુથી અત્યંત ભક્તિપૂર્વક ખીર વગેરે ઉત્તમ રસોઈ તૈયાર કરી.
ખીર વગેરે ઉત્તમ દ્રવ્યો જોઈને સાધુને આધાકર્મીની શંકા ન પડે, એટલા માટે પાંદડાંના પડિયામાં બાળકો માટેની થોડી થોડી ખીર નાખી રાખી અને બાળકોને શિખવી રાખ્યું કે “જો આવા પ્રકારના સાધુ અહીં આવે તો બોલવું કે “હે મા ! અમને આટલી બધી ખીર કેમ આપી? બનવા જોગે તે તપસ્વી સાધુ ફરતાં ફરતાં સૌથી પહેલાં યશોમતી શ્રાવિકાને ઘેર આવી પહોંચ્યાં. યશોમતિ અંતરથી ખૂબ ઉલ્લાસ પામી, પરંતુ સાધુને શંકા ન પડે એટલે બહારથી ખાસ કોઈ આદર બતાવ્યો નહિ, બાળકો શિખવાડ્યા પ્રમાણે બોલવા લાગ્યા, એટલે યશોમતીએ બાળકોને ઠપકો આપ્યો. અને બહારથી અનાદર અને રોષપૂર્વક સાધુને કહ્યું કે “આ બાળકો ગાંડા થઈ ગયા છે. ખીર પણ એમને રૂચતી નથી. જે તમને રૂચતી હોય તો લો નહિતર બીજે જાવ.” મુનિને આધાકર્મી આદિ વિષે શંકા નહિ લાગવાથી પાતરૂં કાઢ્યું. યશોમતિએ ખૂબ ભક્તિપૂર્વક પાતરૂં ભરી દીધું અને બીજુ ઘી, ગોળ વગેરે ભાવથી વહોરાવ્યું.
સાધુ આહાર લઈને વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક ગામ બહાર નીકળ્યા અને કોઈ એક વૃક્ષ નીચે ગયા, ત્યાં વિધિપૂર્વક ઈરિયાવહિ આદિ કરી, પછી કેટલોક સ્વાધ્યાય કર્યો અને વિચારવા લાગ્યા કે “આજે ગોચરીમાં ખીર વગેરે ઉત્તમ દ્રવ્ય મળેલ છે, તો કોઈ સાધુ આવીને મને લાભ આપે તો હું સંસાર સમુદ્રને તરી જાઉં. કેમકે સાધુઓ નિરંતર સ્વાધ્યાયમાં રક્ત હોય છે અને સંસારસ્વરૂપને યથાવસ્થિત-જેવું છે તેવું નિરંતર વિચારે છે, આથી તેઓ દુઃખરૂપ સંસારથી વિરક્ત થઈ મોક્ષની સાધનામાં એક ચિત્ત રહે છે, આચાયાદિની શક્તિ મુજબ વૈયાવચ્ચમાં ઉઘુક્ત રહે છે, વળી દેશના લબ્ધિવાળા ઉપદેશ આપીને ઘણો ઉપકાર કરે છે તથા સારી રીતે સંયમને પાળનારા છે. આવા મહાત્માઓને સારો આહાર જ્ઞાનાદિમાં સહાયક બને, આ મારો આહાર તેમને જ્ઞાનાદિકમાં સહાયક થાય તો મને મોટો લાભ મળે. જ્યારે આ મારું શરીર અસાર પ્રાયઃ અને નિરુપયોગી છે, મારે તો જે તે આહારથી પણ નિવહ થઈ શકે તેમ છે. આ ભાવના પૂર્વક મૂચ્છ રહિત તે આહાર વાપરતાં વિશુદ્ધ અધ્યવસાય થતાં ક્ષપકશ્રેણી માંડી અને વાપરી રહેતાં તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે ભાવથી શુદ્ધ આહારની ગવેષણા કરતાં આધાકર્મી આહાર આવી જાય તે વાપરવા છતાં તે આધાકર્મીના કર્મબંધથી બંધાતો નથી, કેમકે તેણે ભગવંતની આજ્ઞાનું પાલન કરે છે.
શંકા-જે અશુદ્ધ આહારાદિને સાધુએ પોતે બનાવ્યો નથી, તેમ બનાવડાવ્યો નથી, તેમજ બનાવનારની અનુમોદના કરી નથી તે આહારને ગ્રહણ કરવામાં દોષ શો?
તમારી વાત બરાબર છે. જો કે જાતે તે આહારાદિ નથી કરતો, બીજા પાસે નથી કરાવતો તો પણ “આ આહારાદિ સાધુ માટે બનાવેલો છે.” એમ જાણવા છતાં જો તે આધાકર્મી આહાર ગ્રહણ કરે છે, તો આપનાર ગૃહસ્થ અને બીજા સાધુઓને એમ થાય કે “આધાકર્મી આહારાદિ આપવામાં અને લેવામાં કોઈ જાતનો દોષ નથી, જો દોષ હોય -તો આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે?” આમ થવાથી આધાકર્મી આહારમાં લાંબા સમય સુધી છજીવનિકાયનો ઘાત ચાલુ રહે છે. જે સાધુઓ આધાકર્મી આહારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org