________________
પિંડનિજજુત્તિ-(૨૪) આ પ્રમાણે કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થઈ શકતી નથી. આ અવિધિ પૃચ્છા છે, એ રીતે પૂછવું ન જોઇએ, પરંતુ વિધિપૂર્વક પૂછવું તે બતાવે છે- તે દેશમાં વસ્તુનો અભાવ હોય અને ત્યાં તે ઘણી લેવામાં આવે, ઘરમાં માણસો થોડા હોય અને રસોઈ વધારે દેખાય, ઘણો આગ્રહ કરતા હોય તો ત્યાં પૂછવું કે આ વસ્તુ કોના માટે અને કોના નિમિત્તે બનાવી છે? તે દેશમાં તે વસ્તુ ઘણી થતી હોય, તો ત્યાં પૂછવાની જરૂર નથી. પરંતુ ઘરમાં માણસો ઓછા હોય અને આગ્રહ કરે તો પૂછવું. અનાદર એટલે બહુ આગ્રહ ન હોય અને ઘરમાં માણસો ઘણા હોય તો પૂછવાની જરૂર નથી. કેમકે આધાકર્મી હોય તો આગ્રહ કરે. આપનાર સરળ હોય તો પૂછવામાં જેવું હોય તેવું કહી દે કે “ભગવન્! આ તમારે માટે બનાવેલું છે.” માયાવી હોય તો આ ગ્રહણ. કરો. તમારે માટે કંઈ બનાવ્યું નથી.” આમ કહીને ઘરમાં બીજાની સામું જુઓ, કે હસે. મુખ ઉપરના ભાવથી ખબર પડી જાય કે “આ આધાકમ છે.” “આ કોના માટે બનાવ્યું છે?” એમ પૂછતાં આપનાર રોષાયમાન થાય અને કહે કે “તમારે શી પંચાત?” તો ત્યાં આહાર ગ્રહણ કરવામાં શંકા ન રાખવી.
ઉપયોગ રાખવા છતાં કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય? જે કોઈ શ્રાવક-શ્રાવિકા અતિશય ભક્તિવાળા અને ગૂઢ આચારવાળા હોય તે આધાકર્મી આહાર બનાવીને વહોરાવામાં બહુ આદર બતાવે નહિ, પૂછવા છતાં સાચુ કહે નહિ, અથવા વસ્તુ થોડી હોય એટલે અશુદ્ધ કેમ હોય? તેથી સાધુએ પૂછ્યું ન હોય. આ કારણોથી તે આહાર આધાકર્મી હોવા છતાં, શુદ્ધ જાણીને ગ્રહણ કરવાથી સાધુ ઠગાય.
ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે? ગાથામાં ફાસુભોઇ' એનો અર્થ અહીંયા “સર્વ દોષથી રહિત શુદ્ધ આહાર વાપરનાર કરવાનો છે.” સાધુનો આચાર છે કે ગ્લાનાદિ પ્રયોજન વખતે નિર્દોષ આહારની ગવેષણા કરવી. નિર્દોષ ન મળે તો ઓછાઓછા દોષવાળી વસ્તુ લેવી, તે ન મળે તો શ્રાવક આદિને સૂચના કરીને દોષવાળી લેવી. શ્રાવકના અભાવે શાસ્ત્રની વિધિપૂર્વક ગ્રહણ કરવું. પણ અપ્રાસુક એટલે સચિત્ત વસ્તુ તો કદી પણ ન લેવી.
આધાકર્મી આહાર વાપરવાના પરિણામવાળો સાધુ શુદ્ધ આહાર વાપરવા છતાં, કર્મબંધથી બંધાય છે, જ્યારે શુદ્ધ આહારની ગવેષણા કરવાવાળાને કદાચ આધાકમ આહાર આવી જાય અને તે અશુદ્ધ આહાર વાપરવા છતાં તે કર્મબંધથી બંધાતો નથી. કેમકે તેને આધાકર્મી આહાર વાપરવાની ભાવના નથી. શુદ્ધમાં અશુદ્ધ બુદ્ધિથી વાપરનાર સાધુ કર્મથી બંધાય છે.
શુદ્ધની ગવેષણા કરતાં અશુદ્ધ આવી જાય તો પણ ભાવ શુદ્ધિથી સાધુને નિર્જરા થાય છે, તેના ઉપર હવે દ્રષ્ટાંત આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ ૫૦૦ શિષ્યથી પરિવરેલા શાસ્ત્રની વિધિપૂર્વક વિહાર કરતા કરતા પોતનપુર નામના નગરમાં આવ્યા. પ૦૦ શિષ્યોમાં એક પ્રિયંકર નામના સાધુ મા ખમણને પારણે માસખમણની તપશ્ચર્યા કરનારા હતા. પારણાના દિવસે તે સાધુએ વિચાર્યું કે “મારૂં પારણું જાણીને કોઇએ આધાકર્મી આહાર કર્યો હોય માટે, નજીકના ગામમાં ગોચરી જઉં, કે જેથી શુદ્ધ આહાર મળે.” આમ વિચાર કરી તે ગામમાં ગોચરી નહિ જતાં નજીકના કોઈ એક ગામમાં ગયા. તે ગામમાં યશોમતી નામની વિચક્ષણ શ્રાવિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org